Home /News /national-international /ઓય બાપા! આ શહેરમાં માઇનસ 50 ડિગ્રીમાં થથરી રહ્યા છે લોકો! કોબીજની જેમ પહેરે છે કપડાં
ઓય બાપા! આ શહેરમાં માઇનસ 50 ડિગ્રીમાં થથરી રહ્યા છે લોકો! કોબીજની જેમ પહેરે છે કપડાં
શિયાળામાં સૌથી ઓછું તાપમાન
Yakutsk : યાકુત્સ્ક શહેર મોસ્કોથી 5,000 કિમી (3,100 માઇલ) દૂર પૂર્વમાં આવેલું છે અને તેની મુખ્ય પ્રવૃત્તિ ખાણકામની છે. આ શહેરમાં સામાન્ય રીતે માઇનસ 40થી નીચે ઠંડી રહે છે. જોકે, રહેવાસીઓ હવે આ હાડ થીજાવતી ઠંડી સાથે રહેતા શીખી ગયા છે. અહીં ધુમ્મસ સાથે ઠંડીનો અહેસાસ થાય છે.
યાકુત્સ્કને પૃથ્વી પરનું સૌથી ઠંડું શહેર (coldest city on earth) ગણાય છે. આ સાઇબેરિયન શહેરમાં અસહ્ય ઠંડી પડે છે અને આ અઠવાડિયે ત્યાં તાપમાન માઇનસ 50 ડિગ્રી સેલ્સિયસ (-58 ફેરનહિટ) સુધી નીચે આવી ગયું છે. ઠંડીથી બચવા લોકોને કોબીજના પડની જેમ એક ઉપર એક એમ ગરમ વસ્ત્રો પહેરવા પડે છે. હવે તો લોકો આ ઠંડીથી ટેવાય ગયા છે.
માઇનસ 40 જેટલી ઠંડી સામાન્ય
યાકુત્સ્ક શહેર મોસ્કોથી 5,000 કિમી (3,100 માઇલ) દૂર પૂર્વમાં આવેલું છે અને તેની મુખ્ય પ્રવૃત્તિ ખાણકામની છે. આ શહેરમાં સામાન્ય રીતે માઇનસ 40થી નીચે ઠંડી રહે છે. જોકે, રહેવાસીઓ હવે આ હાડ થીજાવતી ઠંડી સાથે રહેતા શીખી ગયા છે. અહીં ધુમ્મસ સાથે ઠંડીનો અહેસાસ થાય છે.
Reutersના અહેવાલ મુજબ અનાસ્તાસિયા ગ્રુઝદેવાએ જણાવ્યું હતું કે, તમે આવી ઠંડી સામે લડી શકતા નથી. તમે કાં તો ઠંડી મુજબ એડજસ્ટ કરો અને કપડાં પહેરો અથવા ઠંડી સહન કરો.
તેઓ વધુમાં કહે છે કે, તમને ખરેખર શહેરમાં ઠંડીનો અહેસાસ થતો નથી. કદાચ મગજ જ તમને ઠંડી માટે તૈયાર કરે છે, અહીં બધું સામાન્ય છે.
અહીં ઉલ્લેખનીય છે કે, આ શહેરના રહેવાસીઓ સામાન્ય રીતે બે સ્કાર્ફ, બે જોડી ગ્લોવ્ઝ અને મલ્ટીપલ ટોપી અને હૂડમાં જોવા મળતા હોય છે.
ફ્રીઝમાં રાખ્યા વગર માછલી ફ્રોઝન થઈ જાય છે. આવી માછલી વેચતા નુર્ગસુન સ્ટારોસ્ટિના કહે છે કે, ઠંડીનો સામનો કરવાની રીતનું કોઈ ખાસ રહસ્ય નથી. કોબીજના પડ હોય તેવી રીતે હૂંફાળા વસ્ત્રો પહેરો.
પૃથ્વી પરના સૌથી ઠંડા શહેરના દૃશ્યો ધ્રુજારી લાવી દેશે
ઉપરની તસ્વીરમાં જોઈ શકાય છે કે રશિયાના યાકુત્સ્કમાં 15 જાન્યુઆરી, 2023ના રોજ રાહદારી ધોળા દિવસે રસ્તો ઓળંગી રહ્યો હતો. તે દિવસે તાપમાનમાં માઇનસ 51 ડિગ્રી સેલ્સિયસ (માઇનસ 59.8 ડિગ્રી ફેરનહિટ) જેટલું નીચું ગબડતાં ભારે ઠંડી અનુભવાઈ હતી. જન જીવન એકદમ મંદ પડ્યું હતું.
આ શહેરમાં ઠંડી એટલી તીવ્ર છે કે લોકોની પાંપણો પર પણ બરફના પડ જોવા મળતા હોય છે. હવામાં ચિક્કાર ઠંડીનો અનુભવ સાથે ધૂંધળું વાતાવરણ રહે છે. અહીં હોટેલ જેવા ઘણા સ્થળોએ સ્પિરિટ થર્મોમીટર મુકાયા છે. જ્યાં લોકો ઠંડીનું પ્રમાણ જાણી શકે છે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર