Home /News /national-international /Cyclone Yaas: બંગાળ-ઓડિશાના કિનારે 26 મેની સાંજ સુધીમાં પહોંચશે યાસ વાવાઝોડું

Cyclone Yaas: બંગાળ-ઓડિશાના કિનારે 26 મેની સાંજ સુધીમાં પહોંચશે યાસ વાવાઝોડું

બંગાળની ખાડીમાં ઉઠેલું ચક્રવાતી વાવાઝોડું યાસ 26 મેની સાંજ સુધીમાં પશ્ચિમ બંગાળ અને ઉત્તરી ઓડિશાના કિનારે ત્રાટકે તેવી સંભાવના છે. આ કારણે તોફાનથી પ્રભાવિત થવાની આશંકા ધરાવતા વિસ્તારોમાં નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ (NDRF)ની 65 ટીમો તૈનાત કરવાની તૈયારી છે. એનડીઆરએફની વધુ 20 ટીમો પણ તૈયાર રહેશે જેને જરૂર પડે તો તૈનાત કરવામાં આવશે.

વાવાઝોડાનો સામનો કરવા માટેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે રાષ્ટ્રીય સંકટ પ્રબંધન સમિતિ (NCMC)ની બેઠક યોજાઈ હતી. કેબિનેટ સચિવ રાજીવ ગાબાએ આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં યાસનો સામનો કરવા માટે કેન્દ્ર, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની સરકારો, એજન્સીઓની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. ભારત હવામાન વિભાગ (આઈએમડી)ના ડીજીએ આ સમિતિને વાવાઝોડાની નવીનતમ સ્થિતિ અંગે જાણકારી આપી હતી.

COVID-19 in India: ભારતમાં ઘટવા લાગ્યા કોરોનાના કેસ, 24 કલાકમાં 2.40 લાખ નવા કેસ, 3741 દર્દીઓનાં મોત

155થી 165 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદની આગાહી

આઈએમડીના (IMD) અહેવાલ પ્રમાણે વાવાઝોડું 26 મેની સાંજ સુધીમાં પશ્ચિમ બંગાળ અને ઉત્તરી ઓડિશાના કિનારે પહોંચે તેવી પ્રબળ સંભાવના છે. આ દરમિયાન 155થી 165 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની સાથે આ રાજ્યોના કિનારાના જિલ્લાઓમાં ભારે વરસાદ અને તોફાની લહેરો ઉઠવાની આશંકા છે. સંબંધિત રાજ્યોના મુખ્ય સચિવે સમિતિને વાવાઝોડાનો સામનો કરવા માટે કરવામાં આવેલી તૈયારીઓની જાણકારી આપી હતી અને નીચાણવાળા વિસ્તારના લોકોનું સ્થળાતંર કરાવાવનું કામ ચાલુ છે તેમ પણ જણાવ્યું હતું.

Sushil Kumar Arrested: સુશીલ કુમારની સ્પેશિયલ સેલે કરી ધરપકડ, યુવા પહેલવાનની હત્યાનો છે આરોપ

બધી ટીમો તૈનાત

રાજ્યોના મુખ્ય સચિવના કહેવા પ્રમાણે ખાવાનું, પીવાનું પાણી અને અન્ય જરૂરી વસ્તુઓ આપવા માટે તેના પર્યાપ્ત સ્ટોકની વ્યવસ્થા કરી દેવાઈ છે. આ સાથે જ વીજળી અને દૂરસંચાર જેવી આવશ્યક સેવાઓને સુચારૂ બનાવી રાખવા માટે પણ જરૂરી તૈયારીઓ કરવામાં આવી છે. જહાજ અને વિમાન ઉપરાંત થલ સેના, નૌસેના અને તટરક્ષક દળની રેસ્ક્યુ ટીમ પણ તૈનાત કરાઈ છે.
" isDesktop="true" id="1098886" >

કોવિડ કેર સેન્ટર માટે જરૂરી તૈયારી

હૉસ્પિટલો અને કોવિડ કેર સેન્ટરનું વ્યવસ્થિત સંચાલન કરવા માટે પણ જરૂરી વ્યવસ્થા કરાઈ રહી છે. દેશભરના કોવિડ કેર સેન્ટર માટે ઓક્સિજનનું ઉત્પાદન અને આપૂર્તિ પણ સુનિશ્ચિત કરાઈ રહ્યા છે. આ વાવાઝોડાની તૈયારીઓની સમીક્ષા કરતા રાજીવ ગાબાએ જોર આપીને કહ્યું કે, તમામ ઉપાય સમયબદ્ધ તરીકે સે કરવામાં આવશે. જેના કારણે જાનહાની ન થાય.
First published:

Tags: Bengal, NDRF, Odisha, ભારત, વાવાઝોડુ

विज्ञापन