શી જીનપિંગ બે દિવસના ભારત પ્રવાસે આવશે, PM મોદી સાથે મુલાકાત કરશે

News18 Gujarati
Updated: October 9, 2019, 4:35 PM IST
શી જીનપિંગ બે દિવસના ભારત પ્રવાસે આવશે, PM મોદી સાથે મુલાકાત કરશે
પીએમ મોદી અને શી જીનપિંગની ફાઇલ તસવીર

ચીને (china)એ વડાપ્રધાન મોદી (PM Modi) સાથેની રાષ્ટ્રપતિ શી જીનપિંગ (Xi jinping) સાથેની મુલાકાતના કાર્યક્રમને સત્તાવાર સમર્થન આપ્યું. બંને લીડરો વચ્ચે ચેન્નાઈના (Chennai) મામલ્લાપુરમમાં શિખમ વાર્તાલાપ થશે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : ચીન (china)ના ષ્ટ્રપતિ શી જીનપિંગ (Xi jinping) 11 ઑક્ટોબરે ભારતની મુલાકાતે આવશે. તેઓ વડાપ્રધાન મોદી (PM Modi) સાથે બીજો અનઔપચારિક વાર્તાલાપ કરશે. બુધવારે વિદેશ મંત્રાલય દ્વારા મોદી-જીનપિંગની મુલાકાતની ઘોષણા કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયની જાહેરાતને ચીને પણ લીલીઝંડી આપી છે. બંને લીડરો વચ્ચે ચેન્નાઈના (Chennai) મામલ્લાપુરમમાં આ વાર્તાલાપ થશે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ મુલાકાતમાં બંને દેશો વચ્ચે રાષ્ટ્રીય, આંતરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા થશે. જીનપિંગ બે દિવસની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી સાથે અનેક વિષયો પર દ્વીપક્ષીય વાર્તાલાપ કરશે અને 13મી ઑક્ટોબરે નેપાળના પ્રવાસે રવાના થશે.

આ પણ વાંચો :  'ભારત માતાની જય' વિવાદ પર સોનાલી ફોગાટે માફી માંગી

આ મુલાકાત ચેન્નાઈ નજીક કિનારે આવેલા પ્રાચીન શહેર મામલ્લાપુરમમાં થશે. મોદી-જીનપિંગ વચ્ચે આ બીજો અનઔપચારિક વાર્તાલાપ છે. પ્રથમ વાર્તાલાપ ચીનના વુહાન પ્રાંતમાં વર્ષ 2018માં એપ્રિલ મહિનામાં થયો હતો. પીએમ મોદીની એ ચીન મુલાકાત પહેલાં ભારત-ચીન વચ્ચે ડોકલામ મુદ્દે 73 દિવસો સુધી ભારેલો અગ્નિ વ્યાપ્યો હતો.

આ પણ વાંચો :  ગુજરાતમાં દારૂ ન મળ્યો તો હું રાજનીતિ છોડી દઈશ : અશોક ગહલોત

ચીનનો પાકિસ્તાનને ઝટકોપાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અને સેના પ્રમુખ બાજવા ચીનના પ્રવાસે છે. તેમની મુલાકાત દરમિયાન જ જીનપિંગની ભારત મુલાકાતની જાહેરાત કરી ચીને આડકતરી રીતે પાકિસ્તાનને ઝટકો આપ્યો છે. ચીને એક નિવેદનમાં જણાવ્યું છે કે કાશ્મીર સમસ્યાનો ઉકેલ ભારત અને પાકિસ્તાને એકબીજા સાથે વાર્તાલાપ કરી લાવવો રહ્યો.

બંને દેશોએ સહયોગ કરવો જોઈએ

ચીનના રાજદૂત સુન વીદોંગે જણાવ્યું હતું કે ભારત અને ચીને ક્ષેત્રીય મુદ્દા પર વાર્તાલાપ કરી અને વિવાદોનો નિવેડો લાવવો જોઈએ. ચીનના રાજદૂતે પીટીઆઈ-ભાષાને આપેલા એક સાક્ષાત્કારમાં જણાવ્યું હતું કે 'ભારત અને ચીને મતભેદોના મૅનૅજમૅન્ટ મૉડલથી આગળ વધી અને સકારાત્મક રીતે આગળ વધવુ જોઈએ. બંને દેશોએ વિકાસ માટે સહયોગ કરવો જોઈએ. ભારત ચીને જે કઈ પણ ક્ષેત્રીય મુદ્દા છે તેનો ઉકેલ શાંતિ અને સ્થિરતા જળવાઈ રહે તેવી રીતે લાવવો જોઈએ.'
First published: October 9, 2019, 12:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading