Lockdown ખતમ થતા જ વુહાનમાં લગ્નની હોડ, મેટ્રીમોનિયલ વેબસાઇટ ક્રેશ

News18 Gujarati
Updated: April 10, 2020, 5:40 PM IST
Lockdown ખતમ થતા જ વુહાનમાં લગ્નની હોડ, મેટ્રીમોનિયલ વેબસાઇટ ક્રેશ
પ્રતિકાત્મક તસવીર

લગ્ન માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનમાં 300 ટકા સુધીનો વધારો થયો છે

  • Share this:
વુહાન : ચીન (China)ના વુહાનમાં (Wuhan)માં ઘણા મહીના સુધી લોકડાઉન (Lockdown)રહ્યા પછી જીવન ફરી પાટા પર આવી રહ્યું છે. બજારો અને રસ્તા પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ દરમિયાન વુહાનમાં લોકોમાં લગ્ન કરવાની હોડ જોવા મળી રહી છે. લગ્ન માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનમાં 300 ટકા સુધીનો વધારો થયો છે. જેના કારણે મેટ્રીમોનિયલ વેબસાઇટ થોડાક સમય માટે ક્રેશ થઈ ગઈ હતી.

ચાઇના પોસ્ટના એક રિપોર્ટ પ્રમાણે ચીનમાં સૌથી વધારે ઉપયોગ કરનાર પેમેન્ટ પ્લેટફોર્મ અલીપે (Alipay)એ બતાવ્યું કે લોકડાઉન ખુલતા જ લગ્ન માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનમાં ટ્રાફિક 300 ટકા વધી ગયો છે. જેના કારણે કેટલીક સાઇટ્સે કામ કરવાનું પણ બંધ કરી દીધું હતું. અલીપે એ જાહેરાત પણ કરી કે તે કપલ્સને એક નવું ઓપ્શન આપી રહ્યા છીએ, જેના દ્વારા તે જાણી શકશે કે કયા નામોને બીજા કપલ્સે ઉપયોગ કરી લીધા છે.

આ પણ વાંચો - રદ થવા પર વિમ્બલડનને મળશે 10 અબજ રુપિયા, જાણો IPL સાથે શું થશે!



ચીનના વુહાનમાં કોરોના વાયરસ ફેલાવવાથી મેટ્રિમોનિયલ વેબસાઇટે ફેબ્રુઆરી અને માર્ચમાં લગ્ન માટે રજિસ્ટ્રેશન બંધ કરી દીધા હતા. કોરોનાના કારણે વુહાનમાં 76 દિવસનું લોકડાઉન હતું. હવે લોકડાઉન ખુલતા કપલ્સમાં લગ્ન કરવાની હોડ જામી છે. ઘણા શહેરોમાં પ્રી-વેડિંગ શૂટ ચાલી રહ્યા છે. જોકે આ દરમિયાન જરુરી સાવધાની રાખવા કહ્યું છે. કપલ્સ અલગ-અલગ લોકેશન પર જઈને ફોટોશૂટ કરાવી રહ્યા છે.
First published: April 10, 2020, 5:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading