કોરોનાના કારણે ચીનના જે ડૉક્ટરનો ચહેરો કાળો પડી ગયો હતો, હવે તે છે આવી સ્થિતિમાં

કોરોનાના કારણે ચીનના જે ડૉક્ટરનો ચહેરો કાળો પડી ગયો હતો, હવે તે છે આવી સ્થિતિમાં
કોરોનાના કારણે ચીનના જે ડોક્ટરનો ચહેરો કાળો પડી ગયો હતો, હવે તે છે આવી સ્થિતિમાં

સ્વસ્થ થયા પછી બંનેએ આંખો ખોલી તો પોતાને ઓળખી શક્યા ન હતા

 • Share this:
  બીજિંગ : ચીનમાં બે ડોક્ટરમાં કોરોના સંક્રમિત થયા પછી અજીબ લક્ષણો જોવા મળ્યા હતા. તેમના લીવર સાવ ખરાબ થઈ ગયા હતા અને શરીરનો રંગ પણ કાળો પડી ગયો હતો. આ ડોક્ટર્સમાંથી એક ડોક્ટર હૂ વેઇફેંગનું મોત થયું હતું. જોકે રાહતની વાત એ છે કે બીજા ડોક્ટર યી ફેન (Yi Fan)હવે સ્વસ્થ થઈ ગયા છે અને તેમના શરીરનો રંગ પણ પહેલા જેવો સામાન્ય થઈ ગયો છે. આ ડોક્ટર્સ ઘણા મહિના પછી સાર્વજનિક રૂપથી સામે આવ્યા છે.

  ડેલી મેલના મતે 40 વર્ષીય ડોક્ટર યી ફેન અને ડોક્ટર હૂ વેઇફેંગના શરીરનો રંગ અસામાન્ય રૂપથી કાળો પડી ગયો હતો. આ બંને વુહાનની હોસ્પિટલમાં કોરોના પીડિતોની સારવાર કરી રહ્યા હતા અને ત્યાં તે સંક્રમિત થયા હતા. બંને જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં વુહાન સેન્ટ્રલ હોસ્પિટલમાં એડમિટ હતા. તેમને લાઇફ સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. સ્વસ્થ થયા પછી બંનેએ આંખો ખોલી તો પોતાને ઓળખી શક્યા ન હતા.  આ પણ વાંચો - દિવાળી પર લોન્ચ થશે Maruti Jimnyથી લઈને આ દમદાર કાર, કિંમત 5 લાખથી શરૂ, જાણો ખાસિયત

  ડોક્ટર હૂ વેઇફેંગ બચી શક્યા ન હતા પણ ડોક્ટર યી ફેન ઘણા મહિના બીમારી સામે ઝઝુમ્યા પછી COVID-19થી પૂરી રીતે સ્વસ્થ થઈ ગયા છે. એક પ્રવક્તાએ કહ્યું કે તેમની અસામાન્ય ત્વચા એક એન્ટીબાયોટિક દવાને કારણ હતી. જે સાર સંભાળ દરમિયાન લીધી હતી.

  તમને જણાવી દઈએ કે યી ફેન દિવંગત COVID-19 વ્હિસલ બ્લોઅર લી વેનલિયાંગના (Li Wenliang)સહયોગી છે. જેમણે વાયરસના ખતરાને જોતા ચીનની હરકત દુનિયા સામે લાવી હતી. તેમના આ પગલા પછી વુહાન પોલીસે તેમને ફટકાર લગાવી હતી. આ પછી બીમારીથી મોત થયું હતું.
  Published by:Ashish Goyal
  First published:October 28, 2020, 16:26 pm

  ટૉપ ન્યૂઝ