ન્યૂઝ18 ગુજરાતી : પાકિસ્તાનની પોલ આખરે ખુલી ગઈ છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી પાકિસ્તાનના લડાકૂ વિમાન F-16નો કાટમાળ મળી આવ્યો છે. પાકિસ્તાનના આ વિમાનને ભારતીય વાયુસેનાએ તોડી પાડ્યું હતું. આ વિમાને રાજૌરી વિસ્તારમાં ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરી હતી. જે બાદમાં ભારતે કાર્યવાહી કરતા મિગ-21થી આ વિમાનને તોડી પાડ્યું હતું.
પાકિસ્તાની વાયુસેનાનું આ વિમાન પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે PoKમાં પડ્યું હતું. જે તસવીર સામે આવી છે તેમાં જોઈ શકાય છે કે પાકિસ્તાની સૈનિકો કાટમાળની તપાસ કરી રહ્યા છે.
આ તસવીરની સાથે જ પાકિસ્તાનની પોલ ખુલી ગઈ છે. કારણ કે પાકિસ્તાન સતત દાવો કરી રહ્યું છે કે અમારું કોઈ જ વિમાન તૂટ્યું નથી.
બુધવારે ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, પાકિસ્તાન વાયુસેના તરફથી ભારતની સૈન્ય ચોકીઓને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભારતીય એરફોર્સ તરફથી કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન ભારતે પાકિસ્તાનનું એક વિમાન તોડી પાડ્યું હતું. ભારતીય જવાનોએ આ વિમાનને પીઓકેમાં આકાશમાંથી નીચે પડતા જોયું હતું.
Sources: Picture of portion of downed Pakistani Air Force jet F16 from yesterday’s failed PAF raid, wreckage was in Pakistan Occupied Kashmir. Also seen in pic, Commanding Officer of Pakistan’s 7 Northern Light Infantry. pic.twitter.com/weYcB0G5eD
રવિશ કુમારે વધુમાં એમ પણ કહ્યું હતું કે, આ કાર્યવાહી દરમિયાન કમનસિબે ભારતનું એક મિગ-21 તૂટી પડ્યું હતું. આ એરક્રાફ્ટનો પાયલટ ગુમ હતો. જોકે, બાદમાં ભારતે એ વાતની પુષ્ટિ કરી હતી કે ગુમ થયેલા વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનના કબજામાં છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર