Home /News /national-international /રાતોરાત ચમકી ગરીબ ખેડૂતની કિસ્મત, ખાણમાંથી મળ્યો 14.09 કેરેટવાળો 70 લાખનો હીરો

રાતોરાત ચમકી ગરીબ ખેડૂતની કિસ્મત, ખાણમાંથી મળ્યો 14.09 કેરેટવાળો 70 લાખનો હીરો

રામપ્યારેએ સાત સાથીઓની મદદથી હીરાની ખાણમાં દિવસ-રાત કરી મહેનત, ધરતી માતાએ આપી મૂલ્યવાન ભેટ

રામપ્યારેએ સાત સાથીઓની મદદથી હીરાની ખાણમાં દિવસ-રાત કરી મહેનત, ધરતી માતાએ આપી મૂલ્યવાન ભેટ

સંજય તિવારી, પન્ના. મધ્ય પ્રદેશ (Madhya Pradesh)માં હીરાની નગરી પન્ના (Panna)માં એક ગરીબ શ્રમિકની કિસ્મત (Fortune) તે સમયે ચમકી ગઈ જ્યારે તેને કૃષ્ણ કલ્યાણપુરની પટીની ઉથલી હીરા ખાણમાંથી 14.09 કેરેટ (Carat)નો ખૂબ જ કિંમતો હીરો (Diamond) મળ્યો. આ હીરાની અંદાજિત કિંમત 70 લાખ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. શ્રમિકે પોતાના સાત સાથીઓની સાથે ખાણ (Diamond Mine)માં દિવસ-રાત મહેનત કરી અને ધરતીએ સાતેય ગરીબ શ્રમિકોને મૂલ્યવાન રત્ન આપીને તેમની કિસ્મત જ બદલી દીધી.

પન્ના જિલ્લાની રતનગર્ભા ધરતી હાલના દિવસોમાં મૂલ્યવાન હીરાની ભેટ આપી રહી છે. છેલ્લા 3 દિવસમાં 3 હીરા મળી ચૂક્યા છે. સોમવારે એક શ્રમિકને એક સાથે 2 હીરા મળ્યા હતા અને બુધવારે પણ વધુ એક ગરીબ શ્રમિકને ખૂબ જ કિંમતી 14.9 કેરેટનો હીરો મળ્યો.

આ પણ જુઓ, PHOTOS- માછીમારની જાળમાં ફસાઈ ‘મ્યૂટેન્ટ શાર્ક’, મનુષ્ય જેવા ચહેરાથી લોકો આશ્ચર્યમાં

7 સાથીઓને સાથે મળી ખાણમાં કર્યું ખોદકામ

ઉલ્લેખનીય છે કે, એનએમડીસી કોલોનીમાં રહેનારા રામપ્યારે વિશ્વકર્માએ પોતાના સાથીઓ સાથે મળી કૃષ્ણ કલ્યાણપુરી પટ્ટીની ઉથલી હીરા ખાણમાં હીરા કાર્યાલયની ખાણ પટ્ટે લીધી હતી. રામપ્યારેએ જણાવ્યું કે તમામ સાથીઓએ ખાણમાં દિવસ-રાત મહેનત કરી. અંતે તેમની મહેનત સફળ રહી અને તેમને જેમ્સ ક્વોલિટીની હીરો મળ્યો.

આ પણ વાંચો, OMG: ગાયના પેટમાં હતાં 71 કિલોગ્રામ પોલિથીન, સોય, સિક્કા અને ગ્લાસના ટુકડા, ત્રણ ડૉક્ટરોએ કરી સર્જરી

કલેક્ટરે માળા પહેરાવીને કર્યું સ્વાગત

મળતી જાણકારી મુજબ, રામપ્યારે તમામ સાથીઓની સાથે હીરા કાર્યાલય જઈને હીરાને જમા કરાવી દીધો. આ દરમિયાન પન્ના જિલ્લા કલેક્ટરે પોતાના હસ્તે શ્રમિક રામપ્યારેને માળા પહેરાવીને શુભકામનાઓ અને અભિનંદન પાઠવ્યા. કલેક્ટરે જિલ્લાના અન્ય શ્રમિકોને હીરા ખાણમાં કામ કરવા પ્રેરિત કર્યા. હીરા અધિકારીનું કહેવું છે કે આવતા મહિને યોજાનારી હરાજીમાં હીરાને રાખવામાં આવશે જેમાં રેવન્યૂ ડિપાર્ટમેન્ટને પણ આવક થશે.
First published:

Tags: Fortune, Madhya pradesh, OMG, Viral news, ખેડૂત, ડાયમંડ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો