નિષ્ણાંતોએ ડેલ્ટા વેરિઅન્ટ પર કહ્યું, ખરાબ તબક્કો પૂરો થયો, બાળકોની સુરક્ષા અંગે કહી મોટી વાત

નિષ્ણાંતોએ ડેલ્ટા વેરિઅન્ટ પર કહ્યું, ખરાબ તબક્કો પૂરો થયો, બાળકોની સુરક્ષા અંગે કહી મોટી વાત

 • Share this:
  શિરિન ભાન, નવી દિલ્લી: દેશમાં કોરોનાની બીજી લહેર માટે જવાબદાર ડેલ્ટા વેરિઅન્ટો ફાટી નીકળ્યો છે. રાષ્ટ્રીય ટેકનિરલ સલાહકાર જૂથના વડા એન.કે.અરોરાએ આ વાત કહી છે. આ સાથે ડો.અરોરાએ કહ્યું કે, એનટીએજીઆઈ રસીના બે ડોઝમાં રહેલા ગેપ પર નજર રાખી રહી છે અને ત્રણથી ચાર મહિનામાં તેની સમીક્ષા કરવામાં આવશે.

  ડો. અરોરાએ કહ્યું, "અમે રસીના ડોઝ વચ્ચેના સમય અંતરાલ પર ધ્યાન આપીશું અને ત્રણથી ચાર મહિનામાં તેની સમીક્ષા કરીશું. જ્યાં સુધી ભારતમાં ડેલ્ટા વેરિએન્ટ ફાટી નીકળવાની વાત છે. ત્યાં સુધી ખરાબ તબક્કો પસાર થઈ ગયો છે." ડેલ્ટા વેરિઅન્ટ B.1.617.2 તરીકે પણ ઓળખાય છે. માનવામાં આવે છે કે, ભારતમાં ચેપની બીજી લહેરમાં થયેલી વિનાશ માટે કોરોના વાયરસનાનું સંક્રમણ જવાબદાર છે.  આ પણ વાંચો: ગુજરાત પ્રદેશ ભાજપે 2022ની વિધાનસભાની ચૂંટણી માટે તૈયારીઓનો પ્રારંભ કર્યો

  ડેલ્ટા વેરિએન્ટ 60થી વધુ દેશોમાં ફેલાયેલો છે અને આ કારણોસર યુકે સરકારે આ મહિનાના અંતમાં અનલોક કરવાના તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવો પડ્યો હતો. તેમણે કહ્યું, "કોવેક્સિન રસીકરણના કિસ્સામાં વાયરસને તોડવા એ કોવિશિલ્ડ રસી જેવું જ છે. રસીની અસરકારકતાનો પુરાવો શરીરમાં એન્ટિબોડીઝનું સક્રિયકરણ છે. પરંતુ, ઘણાં ટી-સેલ પણ છે, જે દેખાતા નથી. અમે ભારત બાયોટેકને પૂછ્યું કે, અમે તબક્કો 3નો ક્લિનિકલ ડેટા જોયો છે અને માનીએ છીએ કે ડેટા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે અને પ્રકાશિત થશે.

  આ પણ વાંચો: CM યોગીનો દિલ્હી પ્રવાસ: PM મોદી અને જે.પી નડ્ડા સાથે કરી ખાસ મુલાકાત

  બાળકોના રસીકરણ અંગે એન.કે.અરોરાએ જણાવ્યું હતું કે, આ સંભાવના છે કે, આ વર્ષના અંત સુધીમાં અથવા આવતા વર્ષના પ્રારંભમાં, દેશમાં બાળકોને રસીકરણ શરૂ કરવામાં આવશે. "આશા છે કે, 2 થી 18 વર્ષની વય જૂથ પરના પરિણામો ટૂંક સમયમાં પ્રકાશિત કરવામાં આવશે." તેમણે કહ્યું કે, દેશમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જો આપણે સેરો સર્વેના પ્રારંભિક ડેટા જોઈએ, તો ત્યાં ચેપ ઘણો છે, આનો અર્થ એ છે કે, અમારી પાસે ઝડપી રસી આપવાનો વિકલ્પ છે.
  Published by:kuldipsinh barot
  First published:June 11, 2021, 23:31 pm

  ટૉપ ન્યૂઝ