પાકિસ્તાનમાં કૃષ્ણ મંદિર નિર્માણને રોક્યા પછી હવે રામ મંદિરમાં પૂજા પર પણ લાગ્યો પ્રતિબંધ

પાકિસ્તાનમાં કૃષ્ણ મંદિર નિર્માણને રોક્યા પછી હવે રામ મંદિરમાં પૂજા પર પણ લાગ્યો પ્રતિબંધ
પાકિસ્તાનમાં હિંદુ મંદિર બનાવવા પર વિવાદ

 • Share this:
  પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં ગત સપ્તાહે શ્રીકૃષ્ણ મંદિર (Shrikrishna Temple)ના નિર્માણ પર રોક લગાવામાં આવી. તે પછી ઇસ્લામાબાદના સૈદપુર ગામમાં સ્થિત રામ મંદિર (Ram temple)માં હિંદુ શ્રદ્ઘાળુઓની પૂજા-અર્ચના પર રોક લગાવવામાં આવી. આ રામ મંદિરની સ્થાપના 16મી સદીમાં કરવામાં આવી હતી. આ હિંદુઓનું અહીંનું પવિત્ર ધર્મસ્થળ છે. આ પાકિસ્તાની અને અન્ય હિંદુઓનું યાત્રાધામ પણ છે. તેના રોકથી તે વાત સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાનમાં ધાર્મિક સ્વતંત્રતા (Religious Space Shrinking in Pakistan) સ્થિતિ કેટલી હદે કથળેલી છે.

  ગત જૂન મહિનામાં જ પાકિસ્તાની સરકારે ઇસ્લામાબાદમાં કૃષ્ણ મંદિર બનાવાની મંજૂરી આપી હતી. જો આ મંદિર બનતું તો તે ઇસ્લામાબાદનું પહેલુ હિંદૂ મંદિર હોત. રાજધાનીમાં લગભગ 3,000 હિંદુઓની આબાદી રહે છે. તેમ છતાં શહેરમાં એક પણ હિંદુ મંદિર નથી. જો કે કટ્ટરપંથીઓએ આ મંદિરની દિવાલ તોડી દીધી. જે પછી પાકિસ્તાની સરકારે 20 હજાર વર્ગ ફૂટમાં બની રહેલા મંદિરના નિર્માણમાં રોક લગાવી પડી.  ઓલ પાકિસ્તાન હિંદૂ રાઇટ્સ મુવમેન્ટના એક સર્વેમાં સામે આવ્યું છે કે 1947માં જ્યારે ભાગલા પડ્યા તો પાકિસ્તાનમાં 428 મંદિર હતા પણ 1990 દસકામાં 408 મંદિરોમાં રમકડાની દુકાન, રેસ્ટોરંટ, હોટલ, ઓફિસ અને સરકારી સ્કૂલ કે મદરેસા ખોલવામાં આવ્યા.

  વધુ વાંચો : B'Day Special : ડ્રગ્સે જ્યારે સંજય દત્તનું કેરિયર બગાડ્યું, તો તેને બચવવા મેદાનમાં ઉતાર્યા હતા કુમાર ગૌરવ

  પાકિસ્તાનની ઇમરાન સરકારે સૈહાર્દનું પ્રદર્શન કરતા કૃષ્ણ મંદિર માટે 10 કરોડ રૂપિયા આપ્યા પણ તે પછી ધાર્મિક અને રાજનૈતિક સંગઠનોએ આ નિર્માણનો વિરોધ કરવાની શરૂઆત કરી. જામિયા અશરફિયા મદરેસાની તરફથી શરિયા કાનૂનનો હવાલો આપીને કહેવામાં આવ્યું કે ગૈર મુસ્લિમ પ્રાર્થના માટે નવી જગ્યાએ નિર્માણની પરવાનગી ના આપી શકાય. શરિયા કાનૂન મુજબ ગૈર મુસ્લિમ પ્રાર્થના સ્થળ ધ્વસ્ત કરવામાં આવ્યું છે. અને તેના પુન નિર્માણ છૂટ નથી આપતો.

  ઇસ્લામિક સ્ટેટમાં તેને પાપ માનવામાં આવે છે.
  Published by:Chaitali Shukla
  First published:July 11, 2020, 12:52 pm