Home /News /national-international /

LoCનો ગ્રાઉન્ડ રિપોર્ટ: લોકો બોલ્યા, આવી હાલાત તો 1965ના યુદ્ધમાં પણ ન્હોતી

LoCનો ગ્રાઉન્ડ રિપોર્ટ: લોકો બોલ્યા, આવી હાલાત તો 1965ના યુદ્ધમાં પણ ન્હોતી

એલઓસી નજીક આવેલા ગામની સ્કૂલો લાંબા સમયથી બંધ છે. બજાર ઠપ છે, કામકાજ બંધ છે. પ્રશાસન સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવાનું કામ ચાલુ છે.

એલઓસી નજીક આવેલા ગામની સ્કૂલો લાંબા સમયથી બંધ છે. બજાર ઠપ છે, કામકાજ બંધ છે. પ્રશાસન સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવાનું કામ ચાલુ છે.

    (આકાશ હસન)

    જમ્મુ-કાશ્મીરમાં પુલવામા હુમલા બાદથી સીમા અને નિયંત્રણ રેખા LoC પર પાકિસ્તાન તરફથી ફાયરિંગ ચાલુ છે. સીમાપારથી વારંવાર સિઝફાયર તોડવામાં આવી રહ્યું છે. ગોળીબારીમાં સેનાના જવાનો સાથે સામાન્ય નાગરીકોએ પણ પોતાનો જીવ આપ્યો. સીમા પારથી કારણ વગર ભારતીય ગામ અને ચોકિયો પર થઈ રહેલા ફાયરિંગથી સ્થાનિક લોકોનું જીવવું મુશ્કેલ બની ગયું છે. મોત રોજ ગ્રામજનો પર નાચતું રહે છે.

    વૃધોનું કહેવું છે કે, સીમા પર આવેલા ગામમાં આટલા ખરાબ હાલત 1965 અને 1971ની જંગમાં પણ જોવા નહોતા મળ્યા. દરેક પળે મોતનો ભય રહે છે. ક્યારે બંદૂકની ગોળી કે મોર્ટારનો ગોળો તેમના ઘર પર આવી પડે અને બધુ તબાહ કરી દેશે, આ ડરના ઓથા હેઠળ લોકો ડરી ડરીને રાત વિતાવી રહ્યા છે.

    એલઓસી નજીક આવેલા ગામની સ્કૂલો લાંબા સમયથી બંધ છે. બજાર ઠપ છે, કામકાજ બંધ છે. પ્રશાસન સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવાનું કામ ચાલુ છે. સીમાંત ગામ લગભગ ખાલી થઈ ગયા છે. આરએસપુરા, અર્નિયા, રામગઢ, હિરાનગર, કનાચક, પર્ગવલ સેક્ટરમાં રહેતા લોકો પોત-પોતાના ઘરોને છોડી પ્રશાસન દ્વારા કરી આપવામાં આવેલા રાહત કેમ્પ સહિત સુરક્ષિત વિસ્તારો તરફ આવી રહ્યા છે. આટલું થયુ હોવા છતા કેટલાક લોકો, પોતાનું ઘર-બાર કામ-દંધો છોડી ક્યાંય જવા નથી માંગતા.

    હવે પૂંછ જીલ્લામાં મેઢર સેક્ટરના ચાંજલા ગામના રહેવાસી હાજી ગુલામ અબ્બાસની જ કહાની સાંભળીએ! 23 ફેબ્રુઆરીની રાત્રે તે ઊંઘવાની કોશિસ કરી રહ્યા હતા. અચાનક મોર્ટારના અવાજથી તેમની ઊંઘ ખુલી ગઈ. મોર્ટારનો અવાજ ધીમે ધીમે વધતો જતો હતો. વચ્ચે-વચ્ચે ગોળીઓનો અવાજ ડરાવવા માટે ઘણો હતો. જોકે, હાજી છેલ્લા 50 વર્ષથી આ પરિસ્થિતિ જોતા આવી રહ્યા છે, પરંતુ 23 પેબ્રુઆરીની રાત્રે થયેલી ગોળીબારીથી તે પણ મોતના ડરે ઊંઘી શક્યા નહી, કેમ કે, પરિસ્થિતિ પહેલા જેવી નથી રહી. આ સમયોમાં ઘણુ બધુ બદલાઈ ગયું છે. ખાસકરીને વર્ષ 1965 બાદથી. જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું

    1965માં ભારત-પાકિસ્તાન વચ્ચે જ્યારે યુદ્ધ તઈ રહ્યું હતું, ત્યારે હાજી ગુલામ અબ્બાસ માત્ર આઠ વર્ષના હતા. ઉંમર નાની હતી, પરંતુ યુદ્ધની પરિસ્થિતિ કેવી હોય છે, તેનો ઘણો અનુભવ છે. 17મા દિવસે ભારત-પાકિસ્તાન તરફથી એટલી બોમ્બબારી અને ફાયરિંગ થઈ હતી કે, હાજીનું ગામ અચાનક યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું હતું.

    યુદ્ધની યાદો હજારો વર્ષો સુધી પણ મનમાંથી ન જાય. પરંતુ, પાકિસ્તાન તરફથી ફેંકવામાં આવી રહેલા ગોળા અને થઈ રહેલી ફાયરિંગ 1965 કરતા પણ વધારે ભયાનક છે. આટલી ખરાબ પરિસ્થિતિ તો 1665ના જંગમાં પણ ન હતી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Caught, Post, Pulwama attack

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन