નવી દિલ્હી : કુંભ મેળા સાથે લોકોની આસ્થા જોડાયેલી છે. વિશ્વના સૌથી મોટા ધાર્મિક કુંભ મેળામાં શ્રધ્ધા સાથે લાખો લોકો જાય છે. આ દરમિયાન સાધુ સંતો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. સામાન્ય રીતે વ્યવસ્થાને લઈ ચર્ચામાં રહેતો કુંભ મેળો આ વખતે એક સાધુની ઓછી હાઈટને લઈ ચર્ચામાં આવ્યો છે.
માત્ર 18 ઇંચના આ સાધુને વિશ્વના સૌથી નાના સાધુનું બિરુદ આપવામાં આવ્યું છે. ગુલાબની માળા સાથે જોવા મળતા આ સાધુનું નામ નારાયણ નંદ મહારાજ છે. તેમની ઉંમર 55 વર્ષની છે અને વજન 18 કિલો છે. કુંભ મેળામાં આવતા અનેક શ્રદ્ધાળુઓ તેમના આશીર્વાદ લેવા આવે છે. લોકો તેમના આશીર્વાદ લઈ તેમની સાથે સેલ્ફી પણ ક્લિક કરે છે. ફૂલોની માળાથી ઢંકાયેલા આ સંત જીવનનો માર્ગ બતાવશે તેવી આશાએ લોકો તેમની પાસે પહોંચે છે. તેમની સાથે મુલાકાત અવિસ્મરણીય રહેતી હોવાનું લોકો કબૂલે છે.
Narayan Nand Giri Maharaj, 55, is 18 inches tall and weighs 40 lbs. He cannot stand up or walk and is looked after by his disciple pic.twitter.com/UCnWAONM7B
ભગવાન શિવની ઉપાસના કરનારા ઘણા તપસ્વીઓ આખરા કહેવાતા મઠના છે, તેઓ ગુફામાં રહે છે અને કુંભમેળા માટે બહાર આવે છે. સામાન્ય રીતે કુંભ મેળો ચાર શહેરોમાં દર ત્રણ વર્ષે એકવાર યોજાય છે. મોટાભાગના નાગા સાધુઓ તેમના નાની વયથી જ સંન્યાસીનું જીવન જીવે છે. તેઓ પોતાના કુટુંબ અને ભૌતિક સંપત્તિને છોડીને શિવની આરાધનામાં લિન થઈ જાય છે. તેઓ પોતાની જાતને શિવને સમર્પિત કરે છે.
તેઓ મિત્રો અને પરિવારોને છોડી નાગા સાધુઓ સાથે જોડાઈ જાય છે. તેઓ પોતાને ઊંડા ધ્યાન, સખત યોગમાં ડુબાડી દે છે. ધાર્મિક વિધિઓ અને શાસ્ત્રો શીખે છે અને આધ્યાત્મિકતાના શ્રેષ્ઠ સ્વરૂપની શોધ કરે છે. કોઈપણ સંન્યાસીને નાગા સાધુનું પૂજનીય બિરુદ મેળવવા માટે છ વર્ષ બ્રહ્મચારી જીવન અને બાદમાં ભગવાન શિવની 12 વર્ષ માટે સખત આરાધના કરવી પડે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર