Home /News /national-international /

World’s most powerful rocket: નાસા કરી રહ્યું છે સૌથી શક્તિશાળી રોકેટને ચંદ્ર પર મોકલવાની તૈયારી, ફેબ્રુઆરીમાં ઉડાન ભરશે

World’s most powerful rocket: નાસા કરી રહ્યું છે સૌથી શક્તિશાળી રોકેટને ચંદ્ર પર મોકલવાની તૈયારી, ફેબ્રુઆરીમાં ઉડાન ભરશે

NASA સૌથી શક્તિશાળી રોકેટને ચંદ્ર પર મોકલવાની તૈયારી કરી રહ્યું છે.

World’s most powerful rocket: SLSના પ્રોગ્રામ મેનેજરના જણાવ્યા અનુસાર, સ્પેસ લોંચ સિસ્ટમ માત્ર એક રોકેટ તૈયાર નથી કરી રહી, પરંતુ તે એકસાથે કેટલાય રોકેટ નિર્માણ પર કામ કરી રહી છે. આર્ટેમિસ (Artemis) લોન્ચ તો માત્ર શરૂઆત છે. આર્ટેમિસ-1 આ સિરીઝમાં પ્રથમ છે જે ચંદ્ર પર આપણી હાજરીને વિસ્તૃત કરશે.

વધુ જુઓ ...
    World’s most powerful rocket: નાસા (NASA) પોતાના વિશાળકાય સ્પેસ લોન્ચ સિસ્ટમ (SLS) રોકેટની ઉડાન માટે તૈયારી કરી રહ્યું છે. પહેલી ઉડાન જેને આર્ટેમિસ-1 કહેવામાં આવી રહ્યું છે, તે ક્રૂ વગર ઉડાન ભરશે અને આ રીતે આર્ટેમિસ મિશન II,III,IV અને V માટે મેદાન તૈયાર કરવામાં આવશે. આ પહેલા એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે આ મિશનમાં વિલંબ થઈ રહ્યો છે.
    વિશ્વનું સૌથી શક્તિશાળી રોકેટ અને એકમાત્ર મશીન જે ઓરિઅન સ્પેસક્રાફ્ટને ચંદ્ર પર મોકલવામાં સક્ષમ છે. તેમાં બે નક્કર રોકેટ બૂસ્ટર અને ચાર RS-25 એન્જિન છે જે પૃથ્વીની કક્ષાથી પરે અને ચંદ્ર બાજુ આશરે 8.8 મિલિયન પાઉન્ડનું થ્રસ્ટ એટલે કે જોર પેદા કરે છે.

    એકસાથે કેટલાય રોકેટ નિર્માણ પર ચાલી રહ્યું છે કામ

    SLSના પ્રોગ્રામ મેનેજરના જણાવ્યા અનુસાર, સ્પેસ લોંચ સિસ્ટમ માત્ર એક રોકેટ તૈયાર નથી કરી રહી, પરંતુ તે એકસાથે કેટલાય રોકેટ નિર્માણ પર કામ કરી રહી છે. આર્ટેમિસ (Artemis) લોન્ચ તો માત્ર શરૂઆત છે. આર્ટેમિસ-1 આ સિરીઝમાં પ્રથમ છે જે ચંદ્ર પર આપણી હાજરીને વિસ્તૃત કરશે.

    આ પણ વાંચો: અવકાશયાત્રી બનવા માટે કઈ રીતે પસંદગી પામ્યા હતા રાકેશ શર્મા? રસપ્રદ છે કહાણી

    ફેબ્રુઆરીમાં લોન્ચ કરવાનું લક્ષ્ય છે

    નાસાએ 2020માં કહ્યું હતું કે તે ફેબ્રુઆરી 2022માં આર્ટેમિસ-1 લોન્ચ કરવાનું લક્ષ્ય ધરાવે છે. અત્યાર સુધી સ્પેસ પ્રોગ્રામ માટે બનાવેલા કોઈપણ રોકેટ કરતાં આ રોકેટમાં વધુ મોટા, અત્યાધુનિક અને વિશ્વસનીય હાર્ડવેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. SLS અને ઓરિયન ટ્રાન્સપોર્ટર-2 ક્રોલરની ઉપર પેડ 39B લોન્ચ કરવા માટે જશે. આ વિશાળકાય રોકેટ ફેબ્રુઆરીમાં ઉડાન ભરે તેવી શક્યતા છે, ટીમ તેની તારીખ ટૂંક સમયમાં નક્કી કરશે.

    આ પણ વાંચો: Video: ઇમરાન ખાને condom પર લગાવ્યો ટેક્સ, બિલાવલ ભુટ્ટો ભડક્યા કહ્યું, ‘ખેલાડી’ પાસે આવી અપેક્ષા ન હતી!

    શું છે આર્ટેમિસ-1 મિશન?

    આર્ટેમિસ-1 મિશન દ્વારા વિશ્વના સૌથી શક્તિશાળી રોકેટ પર સ્પેસક્રાફ્ટને લોન્ચ કરવામાં આવશે. તે કોઈપણ માનવ નિર્મિત અવકાશયાન કરતાં વધુ દૂર સુધી ઉડાન ભરશે અને પૃથ્વીથી લગભગ 280,000 માઈલના અંતરે જશે. પોતાની 4-6 અઠવાડિયાની યાત્રામાં તે ચંદ્રથી હજારો માઈલનું અંતર કાપશે.

    SLSના મુખ્ય એન્જિનિયર જ્હોન બ્લેવિન્સનું કહેવું છે કે સ્પેસ લોંચ સિસ્ટમ ખૂબ જ શક્તિશાળી અને સક્ષમ છે અને તેને તમામ બાબતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. જેથી મોટા કાર્ગો, લોકો અને સઘન અવકાશ સંશોધન સંબંધિત મુખ્ય વિજ્ઞાન મિશન માટે સરળતા રશે. આર્ટેમિસ મિશન સાથે નાસા ચંદ્ર પર પહેલી મહિલાને મોકલવાનું છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Nasa, અંતરિક્ષ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन