દુનિયાની પહેલી ‘લેડિઝ સ્પેશિયલ’ ટ્રેને પુરા કર્યા 26 વર્ષ

પ્રતિકાત્મક તસવીર

મુંબઇમાં ચર્ચગેટ અને બોરિવલી સ્ટેશન વચ્ચે શરૂ થયેલી દુનિયાની પહેલી ‘લેડિઝ સ્પેશિયલ’ ટ્રેને શનિવારે 26 વર્ષની સફર પુરી કરી છે.

  • Share this:
મુંબઇમાં ચર્ચગેટ અને બોરિવલી સ્ટેશન વચ્ચે શરૂ થયેલી દુનિયાની પહેલી ‘લેડિઝ સ્પેશિયલ’ ટ્રેને શનિવારે 26 વર્ષની સફર પુરી કરી છે. પશ્વિમ  રેલવેએ 5 મે 1992માં આ સ્પેશિયલ ટ્રેનની શરૂઆત કરી હતી. આ બે સ્ટેશનો વચ્ચે દોડનારી આ ટ્રેન માત્ર મહિલા યાત્રીઓ માટે શરૂ કરવામાં આવી હતી.

શરૂઆતમાં આ ટ્રેન દરરોજ માત્ર બે રાઉન્ડ લગાવતી હતી. પરંતુ માગ વધવાના કારણે હવે તે સવારે ચાર વાગ્યાથી લઇને સાંજે ચાર વાગ્યા સુધીમાં આઠ રાઉન્ડ લગાવે છે.

પશ્વિમ રેલવેના મુખ્ય પ્રવક્તા રવિન્દ્ર ભાકરે કહ્યું હતું કે, મહિલા મુસાફરો માટે આખી ટ્રેન સમર્પિત કરવાનું આ પગલું ઇતિહાસના પાના ઉપર નોંધાયેલું છે. પશ્વિમ રેલવેએ બીજા રેલવે મંડળો માટે એક મિસાલ રજૂ કરી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અનેક વર્ષો સુધી આખી ટ્રેન મહિલા યાત્રીઓ માટે દોડાવવી એક મોટી ઉપલબ્ધી છે. આ ટ્રેનથી આશરે 10 લાખથી વધારે મુંબઇ મહિલાઓને તેમના ઘરથી કામ સુધી સુરક્ષીત પહોંચાડવામાં મદદ કરે છે.

પશ્વિમ રેલવે તરફથી રજૂ થયેલા એક નિવેદન પ્રમાણે પહેલી લેડિઝ સ્પેશિયલ ટ્રેનની શરૂઆત ચર્ચગેટથી બોરિવલી વચ્ચે કરવામાં આવી હતી. ત્યારબાદ 1993માં વિવાર સુધી લંબાવવામાં આવી હતી.
First published: