Home /News /national-international /સાઉદી ક્રાઉન પ્રિન્સે કહ્યું, પાકિસ્તાન ભવિષ્યમાં ખૂબ જ અગત્યનું, 20 અબજ ડૉલરના કરાર કર્યા

સાઉદી ક્રાઉન પ્રિન્સે કહ્યું, પાકિસ્તાન ભવિષ્યમાં ખૂબ જ અગત્યનું, 20 અબજ ડૉલરના કરાર કર્યા

વડા પ્રધાન ઇમરાન ખાન જાતે કાર ચલાવી સાઉદી ક્રાઉન પ્રિન્સનેું સ્વાગત કર્યુ હતું.

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન જાતે કાર ચલાવી સાઉદી પ્રિન્સને હોટલ સુધી લઈ ગયા. પાવર, પેટ્રોકૅમિકલ્સ, માઇનિંગ સહિતના સાત ક્ષેત્રમાં એમઓયુ સાઇન થયા

ન્યૂઝ 18 ગુજરાતી: કંગાળીના આરે આવીને ઊભેલા પાકિસ્તાન માટે સાઉદી અરેબિયાના પ્રિન્સ મોહમ્મદ બીન સલમાન આશાનું કિરણ લઈને આવ્યા છે. પાકિસ્તાનના પ્રવાસે આવેલા સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મગ બીન સલમાને પાકિસ્તાન સાથે સાત એમઓયુ સાઇન કરી અને 20 અબજ ડૉલરની લ્હાણી કરી છે. મોહમ્મદ બીન સલમાને પાકિસ્તાનની મુલાકાતે જણાવ્યું હતું કે પાકિસ્તાન ભવિષ્યમાં ખૂબ જ મહત્ત્તવપૂર્ણ દેશ હશે.

પાકિસ્તાનની મુલાકાતે આવેલા સાઉદી પ્રિન્સને વડા પ્રધાન ઇમરાન ખાન જાતે કાર ચલાવી અને હોટલ સુધી લઈ ગયા હતા. પાકિસ્તાન સાથે સાઉદી પ્રિન્સે પાવર, પેટ્રોકેમિકલ્સ, માઇનિંગ સહિતના સાત ક્ષેત્રે એમ.ઓ. યુ કર્યા છે.

એક નિવેદનમાં મોહમ્મદ બીન સલમાને જણાવ્યું, “ 20 અબજ ડૉલરનું રોકાણ તો માત્ર શરૂઆત છે, ભવિષ્યમાં આ રોકાણમાં વધારો થશે. અમે દર મહિને રોકાણમાં વધારો કરતા જઈશું. પાકિસ્તાન ભવિષ્યમાં ખૂબ જ મહત્ત્તવપૂર્ણ દેશ સાબિત થશે.

આ પણ વાંચો: PulwamaAttack:ક્રિકેટ ક્લબ ઑફ ઇન્ડિયાએ ઇમરાન ખાનની તસવીર ઢાંકી

પાકિસ્તાનની મુલાકાત સમાપ્ત કરી અને સાઉદી પ્રિન્સ ભારતની મુલાકાતે આવશે. ભારતમાં તેઓ વડા પ્રધાન મોદી અને પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાથે મુલાકાત કરશે. ભારતની મુલાકાત બાદ તેઓ ગરૂવારે ચીનની મુલાકાત પણ લેશે.

આ પણ વાંચો: હું અમીર છું, ગાંધી કે મંડેલા નથી: સંપત્તિ અંગે બોલ્યા સાઉદી રાજકુમાર

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને જણાવ્યું હતું કે પાકિસ્તાનને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે સાઉદી અરેબિયા સાચા મિત્રની જેમ પડખે ઊભું રહ્યું છે. આજનો દિવસ પાકિસ્તાન માટે ઐતિહાસિક દિવસ છે.

આ પણ વાંચો: પુલવામા હુમલાનો માસ્ટર માઇન્ડ ગાજી રશીદ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો: સૂત્ર
First published:

Tags: Deal, Imran Khan, Investment, Saudi arabia