વિશ્વ યોગ દિવસ: કયા યોગાસનથી શું ફાયદો થાય છે?

News18 Gujarati
Updated: June 20, 2019, 9:56 PM IST
વિશ્વ યોગ દિવસ: કયા યોગાસનથી શું ફાયદો થાય છે?
પ્રતિકાત્મક તસવીર

યોગને આપણા શાસ્ત્રોમાં પણ ખુબ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. યોગ કરવાના અનેક ફાયદા છે

  • Share this:
આવતીકાલે પાંચમો વિશ્વ યોગા દિવસ ઉજવવામાં આવશે. 21 જૂન વિશ્વ યોગ દિવસ તરીકે યુનો માં જાહેર કાર્ય બાદ સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. યોગને આપણા શાસ્ત્રોમાં પણ ખુબ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. યોગ કરવાના અનેક ફાયદા છે. નિયમિત યોગ કરવાથી તમારુ દિલ મજબૂત થાય છે. તણાવથી બચો છો, યાદગીરી મજબૂત થાય છે, બીપીની સમસ્યા રહેતી નથી, વજન વધતુ નથી. આ ઉપરાંત સૌથી જરૂરી વાત તમારા મગજમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તો રોજ સવારે ઉઠીને આ યોગાસનોને અજમાવો અને તમારા શરીરને ફિટ અને તંદુરસ્ત રાખી શકાય છે. તો જોઈએ કયા યોગાસનથી કઈં પ્રકારનો ફાયદો થાય છે.

વૃક્ષાસન
વૃક્ષાસનથી શરીરની સંતુલન શક્તિ વધે છે, મન શાંત રહે છે, હાથ-પગ અને છાતી સુડોળ થાય છે સાથે એકાગ્રતા વધે છે.

તડાસન
તાડાસન ઉંચાઇ વધારવાનું શ્રેષ્ઠ આસન કહેવામાં આવે છે. આ આસનથી યાદશક્તિમાં વધારો થાય છે તથા પગ-પીઠ તથા હાથના સ્નાયુઓ મજબૂત બને છે.

ત્રિકોણઆસનત્રિકોણ આસન કરવાથી પેટ અને પેટના સ્નાયુઓ મજબૂત બને છે તથા પાચનક્રિયામાં સુધારો થાય છે.

અર્ધચક્રાસન
અર્ધચક્રાસન કરવાથી મસ્તક પીઠ-ગર્દન-કમર અને હાથ-પગ મજબૂત થાય છે, પેટની ચરબી દુર થાય છે અને સાંધાના દુખાવા દુર કરે છે.

વક્રાસન
વક્રાસન આસન ડાયાબીટીશમાં રાહત આપે છે, કમરના સ્નાયુઓ મજબૂત બને છે.

ભદ્રાસન
ભદ્રાસન કરવાથી ઘૂંટણનો દુખાવો દુર થાય છે અને પેટની તકલીફ દુર થાય છે સાથે આ આસન મહિલાઓ માટે ઉત્તમ આસન માનવામાં આવે છે.

શશકાસન
શશકાસન કરવાથી ગુસ્સાને કાબુમાં રાખી શકાય છે, આ આસનથી માનસિક તણાવમાં ઘટાડો થાય છે અને કબજીયાત જેવા રોગથી પણ મુક્તિ મળે છે.

સેતુબંધ આસન
સેતુસન આસનથી ગેસ અપચો જેવી બીમારી દુર થાય છે, પેટ અને નિતંબ પરનો ચકબી દુર કરે છે અને ગર્ભાશય પેડુ સહિતના રોગોને દુર કરે છે.

પ્રાણાયામ
પ્રાણાયામ માનસિક તણાવ અને ક્રોધને દુર કરે છે, ચિંતા અને અકળામણમાં ઘટાડો થાય છે તથા સ્વરમાં મધુરતા લાવે છે અને મગજના કોષોને પુરતા પ્રમાણમાં પ્રાણવાયુ પહોંચાડે છે.

અનુલોમ-વિલોમ
અનુલોમ-વિલોમ આસન શરીરની નાડીઓ શુદ્ધ કરે છે, હદ્દયના બ્લોક થયેલ નાડીઓ ખોલે છે અને આથરાઇટીસ અને લકવા જેવા રોગ માટે ફાયદાકારક.

કપાલભાતી
કપાલભાતીથી કફ-શ્વાસ અને દમ જેવા રોગમાંથી મુક્તિ મળે છે તથા ગેસ અને એસિડિટી જેવા રોગમાં રાહત મળે છે અને ડાયબીટીસના રોગમાંથી મુક્તિ આપે છે.

ભૂજંગાસન
ભૂજંગાસન આસન પેટની ચરબી દુર કરે છે અને બેકપેઇન અને ઉધરસને દુર કરે છે.

મકરાસન
મકરાસન શરીરનો થાક ઉતારે છે અને કરોડરજ્જુના દુખાવા સામે આરામ આપે છે

શલભાસન
શલભાસનથી કબજીયાત અને વાયુની તકલીફ દુર થાય છે. આપણા શરીરમાં મોટાભાગના રોગનું કારણ કબજીયાત અને વાયુને માનવામાં આવે છે. આ આસન પણ શરીર માટે ખુબ સારૂ માનવામાં આવે છે.
First published: June 20, 2019, 9:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading