Home /News /national-international /આજે વિશ્વ જળ દિવસ: પાણીજન્ય રોગોથી બચવા આટલું કરો

આજે વિશ્વ જળ દિવસ: પાણીજન્ય રોગોથી બચવા આટલું કરો

પ્રતીકાત્મક તસવીર

યુનિસેફ (UNICEF)ના આંકડા કહે છે કે 50 ટકા ભારતીયોને પીવાનું પાણી મળતું નથી. પાણીજન્ય રોગો (Water-borne Diseases)થી દેશની તિજોરી પર આર્થિક ભારણ એક વર્ષમાં આશરે 600 મિલિયન ડોલર જેટલું થયું છે.

    નવી દિલ્હી: આજે વિશ્વ જળ દિવસ (World Water Day) છે. ત્યારે આજે આપણે પીવાના પાણી (Drinking Water)ના પ્રશ્ન અંગે ચર્ચા કરીશું. યુનિસેફ (UNICEF)ના આંકડા કહે છે કે 50 ટકા ભારતીયોને પીવાનું પાણી મળતું નથી. પાણીજન્ય રોગો (Water-borne Diseases)થી દેશની તિજોરી પર આર્થિક ભારણ એક વર્ષમાં આશરે 600 મિલિયન ડોલર જેટલું થયું છે. ઉપરાંત પ્રદુષણ અને કેમિકલ (Chemical)ના કારણે ગંદા પાણીનો પ્રશ્ન એક જટિલ મુદ્દો છે.

    દૂષિત પાણી પીવાથી પ્રોટોઝોઆ, વાયરસ (Virus), બેક્ટેરિયા (Bacteria)નો ખતરો, આંતરડાના રોગ વધે છે. સાથે જ ઝાડા-ઉલટી પણ થાય છે. દૂષિત પાણી પીવાના કારણે ટાઇફોઇડ જેવા રોગથી જીવન પર જોખમ છે. સૌથી મોટું જોખમ કામળાનું છે. કેટલાક વિસ્તારોમાં શુદ્ધ પીવાના પાણીનો પુરવઠો મળવો એક પડકાર છે, કેટલીકવાર વ્યક્તિગત સ્વચ્છતામાં બેદરકારી પણ રોગ તરફ દોરી જાય છે. ગટરની લાઇનની નજીક સ્થિત પાણીની પાઈપો તૂટે ત્યારે પણ પાણીજન્ય રોગનો ખતરો ઉભો કરે છે.

    પાણીજન્ય રોગોની કેવી રીતે અટકાવી શકાય?

    1. પીવાનું પાણી સ્વચ્છ સોર્સમાંથી આવે છે કે નહીં તે તપાસો. જો શંકા હોય તો પાણી ઉકાળીને જ પીવો. જેનાથી ખતરો ઓછો થશે. પાણી ઉકાળવાથી હાનિકારક બેક્ટેરિયાનો નાશ થશે.

    2. જમવા બેઠા પહેલા અથવા શૌચ કર્યા પછી સાબુ અને પાણીથી સારી રીતે હાથ ધોવા જોઈએ.

    3. પાણી દૂષિતના થાય તે માટે પાણી ઢાંકીને રાખો. પાણીને કન્ટેનરમાંથી લેવા માટે કપનો ઉપયોગ કરો.

    4. પાણી જન્ય રોગોથી બચવા માટે સ્વચ્છતા રાખો. કારણ કે, મોટાભાગનું પીવાનું પાણી ભૂગર્ભ અને નદીઓમાંથી આવે છે. પીવાના પાણીની સ્વચ્છતાની ખાતરી કરવા માટેનું પ્રથમ પગલું કુદરતી પાણીના સ્ત્રોતોને સ્વચ્છ રાખવાનું છે.

    આ પણ વાંચો: Detox Water એટલે શું? ડિટોક્સ વોટર રોજ પીવાથી થશે આટલા બધા ફાયદા

    સ્વચ્છ પાણી માટે શું-શું ધ્યાન રાખવું?

    1. શૌચાલયને કચરાપેટી ન સમજો:

    શૌચાલય કચરાપેટી નથી તે વાત સમજો. બેબી વાઇપ્સ અથવા પ્લાસ્ટિક ટેમ્પન એપ્લિકેટર જેવી નાશ ન પામતી વસ્તુઓને ફ્લશ કરશો નહીં. આવી વસ્તુઓ ગટર વ્યવસ્થાને અવરોધે છે. ઉપરાંત ક્યારેય પણ શૌચાલયમાં જૂની દવાઓ નાંખવી જોઈએ નહીં. કારણ કે તેનાથી અજાણતા રસાયણ ફેલાય છે.

    આ પણ વાંચો: World Water Day 2021: કેમ ઉજવવામાં આવે છે વિશ્વ જળ દિવસ, શું છે કારણ?

    2. સિંકથી ગટરમાં શું જાય છે તેનું ધ્યાન રાખો:

    સિન્કમાં પેઇન્ટ, વપરાયેલુ તેલ, રાસાયણિક ક્લીનર્સ અથવા અન્ય જોખમી ઘરગથ્થુ ઉત્પાદનો ગટરમાં ન જવા દો. તેમાં સોડિયમ હાયપોક્લોરાઇટ, એમોનિયા અને ફોર્માલ્ડીહાઇડ જેવા ઝેરી તત્વો હોય છે.

    3. સફાઈ માટે બાયોડિગ્રેડેબલ વસ્તુઓનો ઉપયોગ કરો:

    સફાઇ વખતે રાસાયણિક વસ્તુઓનો ઉપયોગ જોખમી નીવડે છે. રસાયણ નદીઓમાં ઠલવાઇ જાય છે. જે એકંદર ફૂડ ચેનમાં પ્રવેશ કરે છે. આ અટકવા માટે બાયોડિગ્રેડેબલ વસ્તુઓનો સફાઈ માટે ઉપયોગ કરો.

    4. ફોસ્ફરસ ધરાવતી વસ્તુઓનો ઉપયોગ ટાળો:

    જેમાં ફોસ્ફરસ હોય તેવા લૉન (ઘાસવાળી જમીન) ફર્ટિલાઈઝરનો ઉપયોગ ન કરવો જોઈએ. આવા ઉત્પાદન જમીનને પ્રદુષિત કરે છે.
    First published:

    Tags: Disease, Drinking water, Mission Paani, World Water Day, પાણી