Home /News /national-international /Mission Swachhta aur Paani: ઘરોમાં મહિલાઓ સાથે પુરુષોએ પણ સ્વચ્છતાની જવાબદારી લેવી જોઈએ- પરિણીતિ ચોપડા

Mission Swachhta aur Paani: ઘરોમાં મહિલાઓ સાથે પુરુષોએ પણ સ્વચ્છતાની જવાબદારી લેવી જોઈએ- પરિણીતિ ચોપડા

mission swachhata aur pani

મિશન સ્વચ્છતા અને પાણી અંતર્ગત 19 નવેમ્બરે વિશ્વ ટોયલેટ દિવસના અવસરે Network18 અને Harpic તરફથી 8 કલાકનો એક ભવ્ય ટેલીથોન આયોજીત કર્યો છે, જેથી ભારતને ઉત્તમ સ્વચ્છતા માટે પ્રેરણા આપી શકાય.

    મુંબઈ: સમાવેશી સ્વચ્છતાને આગળ વધારતા જ્યાં સૌ કોઈની પાસે સ્વચ્છ શૌચાલય હોય, Network18 અને Harpicએ પોતાના 'Mission Paani' અભિયાનનો વિસ્તાર કરીને તેમાં સ્વચ્છતાને પણ સામેલ કર્યું છે. મિશન સ્વચ્છતા અને પાણી અંતર્ગત 19 નવેમ્બરે વિશ્વ ટોયલેટ દિવસના અવસરે Network18 અને Harpic તરફથી 8 કલાકનો એક ભવ્ય ટેલીથોન આયોજીત કર્યો છે, જેથી ભારતને ઉત્તમ સ્વચ્છતા માટે પ્રેરણા આપી શકાય.



    ટેલીથોનમાં શામેલ થયેલી અભિનેત્રી પરિણીતિ ચોપડાએ કહ્યું કે, હું એક નાગરિક તરીકે પ્રગતિ કરી રહી છું, મેં મારા દેશમાં સ્વચ્છતા અને પાણીના સદુપયોગને જોવા માટે સંઘર્ષ કર્યો છે. જ્યારે માળખાગત ઢાંચો સારો થઈ રહ્યો છે, તો નાગરિકોએ પણ પોતાની જવાબદારી નિભાવવી જોઈએ. તેણે એવું પણ કહ્યું કે, ઘરોમાં મહિલાઓની સાથે પુરુષોએ પણ સ્વચ્છતા માટે જવાબદારી લેવાની જરુર છે. અને આ એક ભાગીદારીની જવાબદારી હોવી જોઈએ.



    અભિનેત્રી પરિણીતિ ચોપડાએ 'મિશન સ્વચ્છતા અને પાણી' કેમ્પેઈનના વખાણ કરતા કહ્યું કે, આપણા દેશમાં માળખાગત સુવિધાઓ જેવી કે ટોયલેટ, યૂરિનલ વગેરે મળી રહે છે. આજે સમગ્ર દેશમાં રોડ ટ્રિપ કરતી રહું છું, તો જોઉં છું કે, સારા અને સ્વચ્છ ટોયલેટ દરેક જગ્યાએ મળી રહે છે. હવે નાગરિકોએ પણ જવાબદારી નિભાવવી જોઈએ તે આ પ્રસાધન સુવિધાઓને સ્વચ્છ રાખે. સાફ રાખે. સુરક્ષિત રાખે.

    આ મિશનનો ઉદ્દેશ્ય


    આ અભિયાનનો ઉદ્દેશ્ય સમાવેશી સ્વચ્છતાની પ્રેરણાને બનાવી રાખવાનો છે, જ્યાં તમામની પાસે સ્વચ્છ શૌચાલય હોય, તમામ લિંગ, ક્ષમતાઓ, જાતિઓ અને વર્ગો માટે સમાનતાની વકાલત કરે છે અને દ્રઢતા સાથે માને છે કે, સૌના સુધી સ્વચ્છ શૌચાલયની પહોંચ એક સહભાગી જવાબદારી છે. આ ટેલીથોન ભારતની અત્યાર સુધીની સ્વચ્છતા યાત્રા અને આગામી પાંચ વર્ષ માટેનો રસ્તો બતાવશે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Parineeti chopra

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन