World radio day: પીએમ મોદીએ રેડિયો પર ‘મન કી બાત’ શરૂ કરીને લોકોને રેડિયો સાંભળવા પ્રેર્યા

World radio day: પીએમ મોદીએ રેડિયો પર ‘મન કી બાત’ શરૂ કરીને લોકોને રેડિયો સાંભળવા પ્રેર્યા
ફાઇલ તસવીર

રાષ્ટ્ર મહાસભાએ 13મી ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસ મનાવવાની જાહેરાત કરી.

  • Share this:
    જો તમને પૂછવામાં આવે કે આજે શું છે તો તમે કહેશો કે આજે કીસ ડે (Kiss Day) છે. કારણ કે, મોટાભાગના લોકો આજના દિવસે એ રીતે જ ઓળખે છે. આપણે આ વીકને વેલેન્ટાઈન વીક (Valentine Week) તરીકે મનાવતા હોઈએ છીએ. તમને જણાવી દઈએ કે આજે કીસ ડે જ નહીં, એવો દિવસ પણ છે જેની સાથે આપણા બધાના બાળપણની યાદો જોડાયેલી છે. આજે વિશ્વ રેડિયો દિવસ (World radio day) છે. હવે ભલે સ્માર્ટ ફોનનો જમાનો હોય પણ રેડિયો પ્રત્યે લોકોની રૂચી આજે પણ ઓછી નથી થઈ. કેબ ડ્રાઈવર્સ, વિદ્યાર્થીઓ, કોર્પોરેટ્સ, ગૃહિણીઓ સહિત કરોડો લોકો આજે પણ રેડિયો સાંભળે છે.

    થોડા વર્ષો પહેલા લોકો એવું કહેતા હતા કે સ્માર્ટ ફોન આવી ગયા બાદ રેડિયો બિલકુલ વિસરાઈ જશે. પણ આવુ કંઈજ થયું નથી. સ્માર્ટ ફોન આવવાને કારણે લોકો તેમાં પણ રેડિયો સાંભળી શકે છે. ભારતમાં એવો યુગ પણ આવ્યો હતો જ્યારે રેડિયો સાવ ખતમ થવાની આરે હતો. પણ ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયોને નવી દિશા આપી. તેઓ રેડિયો પર ‘મન કી બાત’ કહે છે. અને તે સાંભળવા માટે કરોડો લોકો રેડિયોનો ઉપયોગ કરે છે. આ રીતે પીએમ મોદીએ રેડિયોને ફરીથી લોકોના ઘરો સુધી પહોચાડ્યો છે.



    યુનેસ્કોના કાર્યકારીએ જનરલ કોન્ફરન્સમાં વિશ્વ રેડિયો દિવસ મનાવવાનું સૂચન મુક્યું. રાષ્ટ્ર મહાસભાએ 13મી ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસ મનાવવાની જાહેરાત કરી. આજના દિવસના મહત્વની વાત કરીએ તો આજના દિવસને મનાવવાનો ઉદ્દેશ મીડિયા અને લોકોની વચ્ચે રહેલા રેડિયોના માધ્યમને વધુ મજબૂત કરવાનો છે. રેડિયોના માધ્યમને લોકોને સૂચના અને જાણકારી મળે છે.

    Photos: UKની થેમ્સ નદી 60 વર્ષમાં પહેલીવાર થીજી ગઇ, બ્રિટન ઠુંઠવાયુ

    રેડિયો સૌથી સુલભ મિડિયા માનવામાં આવે છે. તેને દુનિયાના કોઈપણ સ્થળેથી સાંભળી શકાય છે. જે લખો વાંચી કે લખી શકતા નથી તેઓ પણ રેડિયોથી જાણકારી મેળવી શકે છે. રેડિયોની વાત આવે તો એ વ્યક્તિને કેવીરીતે ભૂલી શકાય જેમણે પોતાની અવાજનો જાદુ ચલાવીને લોકોને રેડિયો સાંભળવા માટે મજબૂર કર્યા. આ વ્યક્તિ બીજા કોઈ નહી પણ અમિન સયાની છે. જેમને અવાજની દુનિયાના બાદશાહ કહેવામાં આવે છે.

    રાજકોટ : 'સફેદ કોટ પહેરીને દેશ સેવાનો મોકો મળ્યો,જે હું ગુમાવવા માંગતી નહોતી,' ગર્ભાવસ્થામાં Vaccinationની કામગીરીમાં જોડાયા



    એક જમાનો હતો કે જ્યારે દર બુધવારે રાત્રે 8 વાગ્યે બિનાકા ગીત માલા સાંભળવા માટે લોકો રેડિયો લઈને બેસી જતા હતા. તેમનો અવાજ લોકોને મંત્રમુગ્ધ કરી દેતો હતો. આજે પણ લોકો તેમના જાદુઈ અવાજને ભૂલ્યા નથી.
    Published by:Kaushal Pancholi
    First published:February 13, 2021, 12:19 pm

    ટૉપ ન્યૂઝ