Home /News /national-international /ટૂંક સમયમાં ચીનને પાછળ છોડી વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે ભારત: UN

ટૂંક સમયમાં ચીનને પાછળ છોડી વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે ભારત: UN

8 અબજે પહોંચશે દુનિયાની વસ્તી

INDIA To Be Most Populated Country: 2023 સુધીમાં ભારત દુનિયાની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે અને આ મહિનાની 15 તારીખે સમગ્ર દુનિયાની વસ્તી 8 અબજે પહોંચી જશે.

  World Population To Reach 8 Billion: સંયુક્ત રાષ્ટ્ર (United Nations)એ અનુમાન લગાવ્યું છે કે 15 નવેમ્બર સુધીમાં વિશ્વની વસ્તી આઠ અબજ સુધી પહોંચી (World Population To Reach 8 Billion On November) જશે. તેણે એક અહેવાલમાં વધુમાં જણાવ્યું છે કે ભારત 2023માં ચીનને પાછળ છોડી વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની (India will become world's most populous nation in 2023) જશે. આ અનુમાન આ વર્ષે 11 જુલાઈએ વિશ્વ વસ્તી દિવસ પર પ્રકાશિત યુએન વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ્સ 2022 (UN World Population Prospects 2022)માં જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ અનુમાનિત સમયમર્યાદાને હવે ગણતરીના દિવસો જ બાકી હોવાથી તે ટ્રેક્શન મેળવી રહ્યું છે. એજન્સીએ એમ પણ જણાવ્યું હતું કે 1950 પછી પ્રથમ વખત 2020માં વૈશ્વિક વસ્તી વધારો એક ટકાથી નીચે ગયો છે.

  ફક્ત 8 દેશોમાં કેન્દ્રિત હશે વસ્તી વધારો

  રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2050 સુધીમાં વસ્તીમાં અંદાજિત વધારો ફક્ત આઠ દેશોમાં કેન્દ્રિત થશે: કોંગો, ઇજિપ્ત, ઇથોપિયા, ભારત, નાઇજિરિયા, પાકિસ્તાન, ફિલિપાઇન્સ અને તાન્ઝાનિયા. યુએનના તાજેતરના અંદાજ મુજબ, વિશ્વની વસ્તી 2030માં વધીને 8.5 અબજ લોકો, 2050માં 9.7 અબજ સુધી પહોંચી શકે છે અને પછી 2080ના દાયકા દરમિયાન લગભગ 10.4 અબજની ટોચે પહોંચી શકે છે અને 2100 સુધી તે આ સ્તરે રહેવાની ધારણા છે.

  આ પણ વાંચો: લ્યો બોલો! ગધેડાના ચામડા અને પ્રાઇવેટ પાર્ટની માંગ વધી! દવાઓ બનાવવા માટે થાય છે ઉપયોગ

  આ દેશોમાં ડેમોગ્રાફિક ડિવિડન્ડનો અહેસાસ

  મોટા ભાગના સબ-સહારન આફ્રિકન રાષ્ટ્રો, તેમજ એશિયા, લેટિન અમેરિકા અને કેરેબિયનના કેટલાક પ્રદેશોએ તાજેતરના પ્રજનન ક્ષમતામાં ઘટાડાના પરિણામે "ડેમોગ્રાફિક ડિવિડન્ડ"નો અનુભવ કર્યો છે. કાર્યકારી વયની વસ્તીના પ્રમાણમાં (25 થી 64 વર્ષની વય) આ વધારો માથાદીઠ ઝડપી આર્થિક વૃદ્ધિ માટેની તક આપે છે.  શું છે અહેવાલમાં?

  સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસને અહેવાલમાં જણાવ્યું છે કે, "આ આપણી વિવિધતાની ઉજવણી કરવાનો, આપણી સામાન્ય માનવતાને ઓળખવાનો અને આરોગ્યમાં થયેલ પ્રગતિ પર ખુશ થવાનો સમય છે જેણે આયુષ્ય વધાર્યું છે અને માતા અને બાળ મૃત્યુ દરમાં અચંબિત રીતે ઘટાડો કર્યો છે." સંયુક્ત રાષ્ટ્રના વધુમાં જણાવ્યું કે, "આ સાથે, તે આપણા ગ્રહની સંભાળ રાખવાની આપણી સહિયારી જવાબદારીની યાદ અપાવે છે અને એક વાત પર ચિંતન કરાવે છે કે આપણે હજી પણ એકબીજા પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાઓથી ક્યાં દૂર રહીએ છીએ."
  Published by:Mayur Solanki
  First published:

  Tags: Gujarati news, Population, World, World news

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन