વિશ્વ જનસંખ્યા દિવસ 2021: જાણો, શા માટે ઉજવવામાં આવે છે આ દિવસ, શું છે થીમ અને ઇતિહાસ

(Photo: Shutterstock)

દર વર્ષે 11 જુલાઇએ વિશ્વ જનસંખ્યા દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વના કોઇ પણ દેશની જનસંખ્યા તેના વિકાસમાં મહત્વનો ભાગ હોય છે. પરંતુ જો દેશની જનસંખ્યા વધુ હશે તો વિકાસની ગતિ પણ ધીમી પડશે

  • Share this:
દર વર્ષે 11 જુલાઇએ વિશ્વ જનસંખ્યા દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વના કોઇ પણ દેશની જનસંખ્યા તેના વિકાસમાં મહત્વનો ભાગ હોય છે. પરંતુ જો દેશની જનસંખ્યા વધુ હશે તો વિકાસની ગતિ પણ ધીમી પડશે. હાલ આપણી પાસે રહેલા સ્ત્રોતોના વિકાસ માટે જરૂર છે કે આપણે વિશ્વમાં વધી રહેલી વસ્તીને કાબૂમાં લેવા પર કામ કરીએ.

વૈશ્વિક વસ્તીને એક અબજ સુધી પહોંચવામાં હજારો વર્ષે લાગ્યા અને પછી માત્ર 200 કે તેનાથી વધુ વર્ષોમાં સાત ગણો વધારો થયો. વૈશ્વિક જનસંખ્યા વર્ષ 2011માં 7 બિલિયનને પાર પહોંચી ગઇ હતી અને હાલ લગભગ 7.7 બિલિયન છે, 2030માં લગભગ 8.5 બિલિયન, 2050માં 9.7 બિલિયન અને 2100માં 10.9 બિલિયનની વૃદ્ધિનું અનુમાન લગાવાયું છે.

આ નોંધપાત્ર વધારો મોટા ભાગે પ્રજનન વય સુધી પહોંચનારા લોકોની સંખ્યામાં થયેલા વધારાના કારણે થયો છે અને ત્યાર પછી પ્રજનન દરમાં નોંધપાત્ર ફેરફાર, શહેરીકરણમાં વધારો અને ઝડપી સ્થળાંતર દ્વારા અનુસરવામાં આવ્યો. આ પ્રવૃત્તિઓના દૂરગામી પરીણામો આવનારી પેઢી પર પડશે.

વિશ્વ જનસંખ્યા દિવસ 2021 –મહત્વ

દર વર્ષે 11 જુલાઇએ વિશ્વભરમાં આ દિવસ મનાવવામાં આવે છે. જેનો ઉદ્દેશ્ય વધતી જનસંખ્યાથી ઉભી થતી સમસ્યાઓ અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો છે કે, કઇ રીતે વધુ વસ્તી પારિસ્થિતિક તંત્ર અને માનવતાની પ્રગતિને નુકસાન પહોંચાડી શકે છે. આ દિવસ પરીવાર નિયોજન, ગરીબી, યૌન સમાનતા, માતૃ સ્વાસ્થ્ય, નાગરિક અધિકાર અને સ્વાસ્થ્ય સંબંધી ચિંતાઓ પર પણ ચર્ચા કરવામાં આવે છે.

આ પણ વાંચો - અમદાવાદ : બે લાખ વાપર્યા છતાંય પ્રેમિકાએ દગો આપ્યો, પ્રેમીએ ફિલ્મી સ્ટાઈલે કરી નાખી હત્યા

ભારત સૌથી વધુ વસ્તી મામલે વિશ્વમાં ચીન બાદ બીજા સ્થાને છે અને કોવિડ-19 મહામારીની વર્તમાન સ્થિતિમાં આટલી વધુ વસ્તીના કારણે સ્થિતિ સામે લડવું ખૂબ મુશ્કેલ બન્યું હતું અને અપૂરતી સુવિધાના કારણે મૃત્યુદર વધ્યો હતો. માત્ર દેશમાં જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ વસ્તી પ્રબંધન પર ભાર આપવો જરૂરી બન્યો છે.

વિશ્વ જનસંખ્યા દિવસ 2021 –ઇતિહાસ

સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમના ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા 1989માં વિશ્વ જનસંખ્યા દિવસની શરૂઆત કરવામાં આવી. 11 જુલાઇ, 1987માં વિશ્વ જનસંખ્યા દિવસને લોકો સમક્ષ મૂકવામાં આવ્યો, એટલે કે 5 અબજ દિવસ અથવા અનુમાનિત દિવસ જ્યારે વિશ્વની વસ્તી 5 અબજની પાર પહોંચી હતી. આ વચ્ચે ડિસેમ્બર, 1990માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા રિઝોલ્યૂશન 45/26ની સાથે આ દિવસ મનાવવામાં આવ્યો હતો.

વિશ્વ જનસંખ્યા દિવસ 2021 – થીમ

વિશ્વ જનસંખ્યા દિવસ 2021ની થીમ છે - અધિકાર અને વિકલ્પ જ ઉત્તર છે. ભલે બાળકોમાં વધારો હોય કે બસ્ટ પ્રજનન દરમાં ફેરફારનો ઉપાય એ તમામ લોકોના પ્રજનન સ્વાસ્થ્ય અને અધિકારોને મહત્વ આપવાનો છે.
First published: