Home /News /national-international /વિશ્વની સૌથી ઉંમરલાયક મહિલાનું નિધન, 118 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

વિશ્વની સૌથી ઉંમરલાયક મહિલાનું નિધન, 118 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

દુનિયાની સૌથી વયોવૃદ્ધ મહિલાનું નિધન (સોશિયલ મીડિયા)

રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, એક પ્રવક્તા ડેવિડ તાવેલ્લાએ કહ્યું કે, દુનિયાની સૌથી વૃદ્ધ વ્યક્તિ ફ્રાંસીસી નન લ્યૂસિસ રેંડનનું નિધન થઈ ગયું છે. પ્રવક્તાએ કહ્યું કે, ટોલનમાં તેમના નર્સિંગ હોમમાં ઊંઘમાં તેમનું મૃત્યુ થઈ ગયું છે.

    દુનિયાની સૌથી ઉંમરલાયક મહિલા લ્યૂસિલ રેંડનનું 118 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. રેંડનને સિસ્ટર આંદ્રેના નામથી ઓળખવામાં આવે છે. જાણકારી અનુસાર, રેંડનનો જન્મ 11 ફેબ્રુઆરી 1904ના રોજ દક્ષિણી ફ્રાન્સમાં થયો હતો.

    રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, એક પ્રવક્તા ડેવિડ તાવેલ્લાએ કહ્યું કે, દુનિયાની સૌથી વૃદ્ધ વ્યક્તિ ફ્રાંસીસી નન લ્યૂસિસ રેંડનનું નિધન થઈ ગયું છે. પ્રવક્તાએ કહ્યું કે, ટોલનમાં તેમના નર્સિંગ હોમમાં ઊંઘમાં તેમનું મૃત્યુ થઈ ગયું છે.

    આ પણ વાંચો: બાહુબલીનું માહિષ્મતી સામ્રાજ્ય આજે આ નામથી ઓળખાય છે, ગુજરાતને અડીને આવેલી છે આ જગ્યા

    સેન્ટ કૈથરીન-લેબૌરી નર્સિંગ હોમના પ્રવક્તા તવેલ્લાએ કહ્યું કે, આ અત્યંત દુ:ખદ છે. પણ રેંડનની આ ઈચ્છા હતી કે, તે પોતાના પ્રેમાળ ભાઈને મળે. તેમના માટે આ એક પ્રકારની મુક્તિ છે.

    પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, જાપાનની કેન તનાકાનું ગત વર્ષે 119 વર્ષની વયે નિધન થઈ ગયું હતું. ત્યાર બાદ રેંડન સૌથી ઉંમરલાયક હતી. રેંડનનો જન્મ ત્યારે થયો હતો, જ્યારે ન્યૂયોર્કે પોતાનો સૌથી પ્રથમ સબવે ખોલ્યો હતો અને જ્યૂર ટૂર ડી ફ્રાંસનું ફક્ત એક વાર મંચન થયું હતું.

    રેંડને 1944માં 40 વર્ષની ઉંમરે એક કોન્વેંટમાં એન્ટ્રી પહેલા એક ગવર્નર અને ટ્યૂટર તરીકે કામ કર્યું હતું. તે 1979થી નર્સિંગ હોમમાં અને 2009થી ટૂલોન હોમમાં હતી.


    હાલમાં જ રેંડને કહ્યું હતું કે, લોકો કહે છે કે, કામ મારી નાખે છે, પણ મારા માટે કામે મને જીવતી રાખી છે. હું 108 વર્ષની ઉંમર સુધી કામ કરતી રહી. લ્યૂસિલ રેંડન 2021માં કોવિડ પોઝિટિવ થઈ હતી, તેમ છતાં પણ તે બચી ગઈ. જે દુનિયાભરના લોકો માટે આશાનું પ્રતિક બની ગઈ હતી.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Old woman

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन