Home /News /national-international /Corona Pandemic: શું વધુ એક મહામારી માટે તૈયાર છે દુનિયા? કેવી છે આપણી તૈયારીઓ, એક્સપર્ટ્સનું એલર્ટ

Corona Pandemic: શું વધુ એક મહામારી માટે તૈયાર છે દુનિયા? કેવી છે આપણી તૈયારીઓ, એક્સપર્ટ્સનું એલર્ટ

coronavirus - AFP ના મતે વર્ષભર પહેલા એક સ્વતંત્ર વિશેષજ્ઞ પેનલે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની મુખ્ય વાર્ષિક સભામાં એક ચિંતાજનક રિપોર્ટ રજુ કર્યો

coronavirus - AFP ના મતે વર્ષભર પહેલા એક સ્વતંત્ર વિશેષજ્ઞ પેનલે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની મુખ્ય વાર્ષિક સભામાં એક ચિંતાજનક રિપોર્ટ રજુ કર્યો

જિનેવા : કોરોના મહામારીએ (Corona Pandemic) આખી દુનિયામાં (world)છેલ્લા બે વર્ષથી ઘણું નુકસાન પહોંચાડ્યું છે. આ જીવલેણ વાયરસે (coronavirus)દુનિયાભરમાં લાખો લોકોના જીવ લીધા છે અને લોકડાઉનના કારણે વેપાર-ધંધા બંધ થઇ ગયા અને કરોડો લોકોએ બેરોજગારીનો સામનો કરવો પડ્યો હતો. આ મહામારીમાં (Pandemic)બોધપાઠ લેતા ભવિષ્યમાં આવનારી નવી મહામારી સામે સારી રીતે નિપટવા માટે અને તેને દૂર કરવા માટે વૈશ્વિક સુધારના પ્રયત્ન શરુ કરવામાં આવ્યા હતા. જોકે આ પ્રયત્ન ધીમા છે અને લગભગ ખતમ થઇ ગયા છે.

AFP ના મતે વર્ષભર પહેલા એક સ્વતંત્ર વિશેષજ્ઞ પેનલે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની મુખ્ય વાર્ષિક સભામાં એક ચિંતાજનક રિપોર્ટ રજુ કર્યો હતો. જેમાં ફરિયાદ કરવામાં આવી હતી કે ખરાબ સમન્વય અને ખોટા નિર્ણયોના કારણે કોવિડ મહામારીએ મોટા પ્રમાણમાં તબાહી મચાવી હતી.

આ પણ વાંચો - શું સ્વીડન અને ફિનલેન્ડ સરળતાથી NATOના સભ્ય બની જશે? પુતિને આપી આવી ધમકી

તે સમયે ન્યૂઝીલેન્ડના પૂર્વ પ્રધાનમંત્રી હેલેન ક્લાર્ક અને લાઇબેરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ એલેન જોન્સન સરલીકની સહ અધ્યક્ષતામાં મહામારીની તૈયારી અને તેની સામે નિપટવા માટે સ્વતંત્ર પેનલે આવશ્યક ઉપાયોની એક લાંબી યાદી તૈયાર કરી હતી. જેથી ભવિષ્યમાં આવનારી મહામારીના ખતરા સામે શાનદાર ઢંગથી સામનો કરી શકાય.

જોકે વર્ષભર પછી એક અસેસમેન્ટ રિપોર્ટમાં એ કહેવામાં આવ્યું કે દુનિયા હજુ પણ આ મુદ્દાને લઇને ગંભીર નથી અને આ મામલે ગંભીરતાથી કોઇ કામ કરવામાં આવ્યું નથી. હેલેન ક્લાર્કે કહ્યું કે આગામી મહામારી રોકવા માટે વૈશ્વિક સ્તર પર જરૂરી ટ્રાસફોરમેટિવ કામ શરુ થઇ ગયું છે.

આ પણ વાંચો - ભારતને 3800 કરોડની મદદ આપશે અમેરિકા? રશિયાના હથિયારો પર નિર્ભરતા ઘટાડવા પર ફોક્સ

ક્લાર્કે જણાવ્યું કે આપણે નવા મહામારી સામે નિપટવા માટે એક પ્રભાવી પ્રણાલીને વિકસિત કરવાના મામલામાં હજુ પણ વર્ષો દૂર છીએ અને તે પણ એવા સમયમાં જ્યારે કોઇપણ સમયે નવી મહામારીનો ખતરો ઉભો થઇ શકે છે. તેમણે કહ્યું કે જો આ વર્ષે, આગામી વર્ષે કે તે પછી કોઇ નવી મહામારીનો ખતરો સામે આવે તો આપણી તેવી જ સ્થિતિમાં ઉભા રહીશું જેવી ડિસેમ્બર 2019માં હતી. કોવિડ-19 મહામારી હજુ પણ યથાવત્ છે.
First published:

Tags: Corona Case in India, Covid case

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો