Home /News /national-international /

World Music Day 2021: વાયોલિનમેને સોશિયલ મીડિયામાં મચાવી ધમાલ, પરંતુ બે ટંકના ભોજન માટે મજબૂર

World Music Day 2021: વાયોલિનમેને સોશિયલ મીડિયામાં મચાવી ધમાલ, પરંતુ બે ટંકના ભોજન માટે મજબૂર

કોલકાતામાં વાયોલિન વગાડીને ગુજરાન ચલાવતાં ભોગોબાન માલી (Image Credits: Twitter/Aarif Shah)

World Music Day 2021: વાયોલિનમેન ભોગોબાન માલીનો જીવન સંઘર્ષ, દીકરીની ડિલીવરી સમયે મૂકાયા હતા સંકટમાં

  World Music Day 2021: સમગ્ર વિશ્વ આજે સંગીત દિવસ (World Music Day 2021)ની ઉજવણી કરી રહ્યું છે. ફિલ્મ સંગીત હોય કે શાસ્ત્રીય કે પછી પોપ મ્યૂઝિક તેના ચાહકોને તે હંમેશા મંત્રમુગ્ધ કરતું હોય છે. સંગીતની દુનિયા (World of Music)માં અનેક એવા કલાકારો છે જેઓ મહાન થઈ ગયા. તેમની જ રચનાઓ રજૂ કરીને મજબૂરીના માર્યા અસંખ્ય લોકો બે ટંકનું પેટ ભરવા માટે રસ્તાઓ પર સંગીત માંગીને પૈસા કે ખાવાનું મેળવતા હોય છે. આવા જ એક વાયોલિનમેન (Violin Man of Kolkata)નો વીડિયો થોડા સમય પહેલા સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ વાયરલ (Viral Video) થયો હતો. ઉંમરના છેલ્લા પડાવ સુધી પહોંચવા છતાં પોતાનું ગુજરાન ચલાવવા બજારોમાં ફરીને વાયોલિન વગાડતા આ વ્યક્તિનું નામ ભોગોબાન માલી (Bhogoban Mali) છે.

  ભોગોબાન માલી કોલકાતાની બજારોમાં ફરીને બોલિવૂડના અનેક ક્લાસિક ગીતોની ધૂન વગાડ છે. તેમનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ ગયો હતો. તેમનું વાયોલિન સાંભળીને યૂઝર્સ તેમના હુનરાના દીવાના થઈ ગયા હતા.

  ભોગોબાન માલીની આ વીડિયો ક્લિપને ટ્વીટર યૂઝર આફિર શાહે શૅર કરી હતી. તેમાં દર્શાવવામાં આવ્યું હતું કે ભોગાબન માલી વાયોલિન વગાડી રહ્યા છે. વીડિયો પોસ્ટ કરવાની સાથે આરિફ શાહે લખ્યું હતું કે, આ એક સંઘર્ષ કરતા કલાકાર છે જેઓ લૉકડાઉન દરમિયાન લોકોનું મનોરંજન કરવા માટે સંગીત વાદ્યયંત્ર વગાડી રહ્યા છે. શાહનો આ વીડિયો વાયરલ થયા બાદ અનેક સોશિયલ મીડિયા યૂઝર્સે તેમની મદદ કરવાની પણ ઈચ્છા વ્યક્ત કરી હતી.

  આ પણ વાંચો, World Music Day 2021: જાણો, ક્યારે થઇ વર્લ્ડ મ્યુઝિક ડેની શરૂઆત અને કેવી રીતે ઉજવાય છે આ ખાસ દિવસ

  'ધ ક્વિન્ટ હિન્દી'માં પ્રકાશિત અહેવાલ મુજબ, ભોગોબન અને તેમના પત્ની સરિતા માલદાથી કોલકાતા આવ્યા હતા અને લૉકડાઉનના કારણે ફસાઈ ગયા હતા. તેમની આવકનું એકમાત્ર સાધન રસ્તા પર વાયોલિન વગાડવાનું છે.
  ધ ક્વિન્ટ હિન્દી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, બે મહિના પહેલા દીકરીની ડિલીવરી કરાવવા માટે તેઓ કોલકાતા આવ્યા હતા. તેમની આર્થિક સ્થિતિ ખરાબ છે અને કોઈ બીજો રસ્તો ન બચતાં તેઓએ પોતાની દીકરીના સારવાર માટે પૈસા એકત્ર કરવા માટે વાયોલિન વગાડવાનું શરૂ કરી દીધું. મહામારીના કારણે તેમને પોતાની દીકરીને હૉસ્પિટલમાં દાખલ કરવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો. ભોગોબાનની દીકરી એક નાના ઘરમાં રહે છે જેનું ભાડું 2,000 રૂપિયા છે તે પણ તેમને 50,000 રૂપિયા જમા કરાવ્યા બાદ મળ્યું હતું.

  આ પણ જુઓ, Funny Video: વરે કન્યાના ખભા પર હાથ મૂક્યો તો પંડિતજીએ કહ્યું કંઈક એવું, જોઈને હસવાનું રોકી નહીં શકો

  તેમની પત્ની સરિતાનું કહેવું છે કે, લૉકડાઉન ખતમ થયા બાદ અમે માલદા પરત જઈશું. અમે ત્યાં ભાડાના મકાનમાં રહીએ છીએ. ત્યાં જ અમારું ઘર છે. પોતાના પસંદગીના કલાકારો વિશે પૂછતાં તેમણે જણાવ્યું કે, મને મન્ના ડે, કિશોર દા અને લતા દી પસંદ છે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Coronavirus, Kolkata, Life Struggle, Lockdown, Music, Social media, Violin, World Music Day 2021, વાયરલ વીડિયો

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन