Union
Budget 2023

Highlights

Home /News /national-international /હોય નહીં! મોજાની કિંમત 80 હજાર તો મફલરનો ભાવ 5 લાખ રૂપિયા, ભાવ સાંભળીને ઠંડી ઉડી જશે

હોય નહીં! મોજાની કિંમત 80 હજાર તો મફલરનો ભાવ 5 લાખ રૂપિયા, ભાવ સાંભળીને ઠંડી ઉડી જશે

most expensive wool

આપને જાણીને નવાઈ લાગશે કે, એક એવી પણ ઉન છે, જેમાથી બનેલા મફલરની કિંમત 5.76 લાખ રૂપિયા છે. આ બન્યું છે દુનિયાની સૌથી મોંઘી ઉન (World’s Most Expensive Wool) વિકુના ઉન (Vicuna wool)થી બનેલા મોજાની એક જોડી 80 હજાર રૂપિયામાં મળી રહી છે અને હા, આ ઉન ઘેટા બકરાની નહીં પણ પેરુમાં મળતા વિકુના નામના જાનવરના શરીર પર ઉગે છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: ઠંડી બચવા માટે સૌ કોઈ ઉની કપડા અને ગરમ વસ્ત્રો ધારણ કરે છે. ઉનમાંથી બનેલા સ્વેટર, મફલર અને મોજા વગેરેની માગ ક઼ડકડતી ઠંડીમાં વધી જાય છે. જો અમે આપને પુછી કે, ઉનમાંથી બનેલા મફલરની વધુમાં વધુ કિંમત કેટલીય હોય, તો કદાચ આપનો જવાબ અમુક હજારો રૂપિયા સુધી લગાવી શકશો. પણ આપને જાણીને નવાઈ લાગશે કે, એક એવી પણ ઉન છે, જેમાથી બનેલા મફલરની કિંમત 5.76 લાખ રૂપિયા છે. આ બન્યું છે દુનિયાની સૌથી મોંઘી ઉન (World’s Most Expensive Wool) વિકુના ઉન (Vicuna wool)થી બનેલા મોજાની એક જોડી 80 હજાર રૂપિયામાં મળી રહી છે અને હા, આ ઉન ઘેટા બકરાની નહીં પણ પેરુમાં મળતા વિકુના નામના જાનવરના શરીર પર ઉગે છે.

    ઢીંગણા કદના ઊંટ જેવા દેખાતા લામા જાનવરો જેવા દેખાય છે વિકુના. આ જીવ પેરુના એંડીજ પર્વતમાળા પર મળી આવે છે. તેનું કદ લગભગ 3 ફુટ જેટલું હોય છે. વિકુના દુનિયાના લુપ્ત પ્રાય પ્રાણીઓની શ્રેણીમાં આવે છે અને ફક્ત 2 લાખ વિકુના જ બચ્યા છે. તેમાંથી મળતી ઉન ખૂબ જ સોફ્ટ અને આરામદાયક હોય છે. આ જ કારણ છે કે, વિકુના ઉન, ભારતની કશ્મીરી પશ્મીના બકરીમાંથી મળતી ઉનથી પણ વધારે મોંઘી હોય છે. વિકુના ઉનની કિંમત 50,000 રૂપિયા કિલો હોય છે. તો વળી પશ્મીના ઉન લગભગ 6600 રૂપિયા કિલો સુધી વેચાય છે.


    શા માટે છે આટલી મોંઘી


    વિકુના ઉન મોંઘી હોવાના કેટલાય કારણો છે. સૌથી પહેલુ કારણ તેની ગુણવત્તા છે. વિકુના ઉન દુનિયામાં પ્રાકૃતિક રુપથી ઉગાડવામાં આવતી મહીન રેશોમાંથી એક છે. એક વિકુના ફાઈબરનું માપ લગભગ 12 માઈક્રોન અથવા એક મીલીમીટરનું 12 હજારમો ભાગ હોય છે. એટલા માટે તે અવિશ્વસનિય રુપથી નરમ છે. વિકુના ઉન ખૂબ જ ધીમે ધીમે વધે છે. કાપ્યા બાદ પાછી વધવામાં ત્રણ વર્ષ જેટલો સમય લાગે છે. એક વિકુનામાંથી ફક્ત 500 ગ્રામ ઉન જ મળે છે. આ ઉનને ખૂબ જ દુર્લભ અને મૂલ્યવાન માનવામાં આવે છે. વિકુના વધારે ગરમ છે. તેનાથી બનેલા કપડા દુનિયાના સૌથી ઠંડા વિસ્તારોમાં લોકોને રાહત આપે છે. વિકુના ઉન કશ્મીરી પશ્મીનાની તુલનામાં 10 ટકા હલકી હોય છે અને હાઈપોએલર્જેનિક પણ છે.

    શર્ટની કિંમત 4 લાખથી વધારે


    ઈટલીની કંપની લોકો પિયાના દુનિયાભરમાં ઓનલાઈન વિકુના ઉનથી બનેલા કપડા વેચે છે. લોકો પિયાનાની વેબસાઈટ અનુસાર, કંપની દ્વારા વિકુના ઉનથી બનાવેલ શર્ટની કિંમત 4,23,000 રૂપિયા છે. તો વળી તેમાંથી બનેલા કોટ 11 લાખ 44 હજાર રૂપિયા છે. વિકુના ઉનથી બનેલ પેન્ટની કિંમત 9 લાખ રૂપિયા છે.
    Published by:Pravin Makwana
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन