World Milk Day: દેશમાં દૂધ ઉત્પાદનમાં આ રાજ્યએ ભુક્કા બોલાવ્યા, બન્યું નંબર-વન, 1 વર્ષમાં 1.5 હજાર ટન ઉત્પાદન વધ્યું

પ્રતિકાત્મક તસવીર

જાણો કેવી છે આ રાજ્યની દૂધ ઉત્પાદનની નીતિ, મુખ્યમંત્રીને છે ગાય પ્રત્યે વિશેષ પ્રેમ, દૂધ ઉત્પાદનની હરણફાળ ભરતા આ રાજ્યની સક્સેસ સ્ટોરી

  • Share this:
આજે એટલે કે 1 જૂનના દિવસને વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. લોકોને દૂધ દ્વારા શરીરમાં થતા અનેક ચમત્કારિક ફાયદાઓ અંગે જાગૃત કરવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ સાથે જ દૂધને ખોરાક તરીકે લોકો માન્યતા આપે તે જ આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ત્યારે આ દિવસે જ ઉત્તરપ્રદેશ દેશમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે પ્રથમ ક્રમનું રાજ્ય બન્યું છે. જ્યારે બીજા નંબર પર રાજસ્થાન છે. હાલમાં જ દૂધને લઇને રાજ્યની આ સફળતા વિશે સીએમ યોગી આદિત્યનાથે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ગૌસંરક્ષણની નીતિ તેનું એક મહત્વનું કારણ છે. આ સાથે જ તેમણે એલાન કર્યુ કે, આ સફળતાને વધુ મોટી કરવા યુપી સરકાર ગ્રીન ફિલ્ડ ડેરીઓની સ્થાપના કરવાની તૈયારીઓ કરી રહી છે.

યૂપી સરકારે પોતાનું બજેટ રજૂ કર્યુ હતું. આ બજેટ દરમિયાન દૂધ ઉત્પાદનના મામલામાં ઉત્તર પ્રદેશની આ સિદ્ધી અંગે જણાવવામાં આવ્યું હતું. યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે પણ પોતાના અભિભાષણમાં આ સફળતાનો ઉલ્લેખ કર્યો હતો. વર્લ્ડ મિલ્ક ડે નિમિત્તે આ સંબંધિત એક રિપોર્ટ પર રજૂ કર્યો છે.

એક વર્ષમાં વધ્યું 1.5 હજાર ટન દૂધ ઉત્પાદન

સીએમ યોગીના કહ્યા અનુસાર, ઉત્તરપ્રદેશમાં વર્ષ 2017-18માં 29052 હજાર ટન દૂધનું ઉત્પાદન થતું હતું. જે વર્ષ 2018-19માં વધીને 30519 હજાર ટન થયું છે. જેથી યુપી દૂધ ઉત્પાદનમાં નંબર વન પર રહ્યું છે. જ્યારે દૂધ ઉત્પાદનમાં બીજા સ્થાન પર રાજસ્થાન છે. દૂધ ઉત્પાદકો વચ્ચે સ્પર્ધા અને દુધાળું પશુઓના સંવર્ધન માટે પ્રોત્સાહિત કરી દૂધ ઉત્પાદન વધરાવાના ઉદ્દેશ્યથી યુપી સરકારે ગોકુળ પુરસ્કાર અને દેશી ગૌવંશની ગાયથી સર્વાધિક દૂધ ઉત્પાદકને નંદબાબા પુરસ્કાર આપવામાં આવી રહ્યા છે. આ નિતીએ પશુપાલનમાં એક નવી ક્રાંતિ લાવવામાં મદદ કરી છે.

10 ગ્રીન ડેરીથી હજુ વધશે દૂધ ઉત્પાદન

યુપી સરકારનો દાવો છે કે, રાજ્યમાં 10 ગ્રીન ફિલ્ડ ડેરીઓની સ્થાપના કરવામાં આવી રહી છે. આ ગ્રીન ફિલ્ડ ડેરીઓ કાનપુર, લખનૌ, વારાણસી, મેરઠ, બરેલી, કન્નૌજ. ગોરખપુર, ફિરોઝાબાદ, અયોધ્યા અને મુરાદાબાદમાં કરવામાં આવી રહી છે. તેનાથી દૂધ ક્રાંતિમાં એક નવું પરિવર્તન આવશે. આ યોજનાને સહયોગ આપવા માટે ઝાંસી, નોએડા, અલીગઢ અને પ્રયાગરાજની 4 જૂની ડેરીઓના નવીનીકરણની કામગીરી પણ કરવામાં આવશે.

સાથે જ યૂપી સરકાર દ્વારા ગૌવંશ સંરક્ષણ કેન્દ્ર અને ગૌવંશ વન્ય વિહારનું નિર્માણ કરાઇ રહ્યું છે. જેમાં 118 કેન્દ્રનું નિર્માણ કાર્ય પૂર્ણ પણ થઇ ગયું છે. મુખ્યમંત્રી નિરાશ્રિત ગૌવંશ સહભાગિતા યોજના અંતર્ગત 66 હજારથી વધુ ગૌવંશ, ઇચ્છુક પશુ પાલકોને આપવામાં આવ્યા છે. એટલું જ નહીં અત્યાર સુધીમાં 5 હજારથી વધુ આશ્રય સ્થાનોમાં 5.31 લાખ ગૌ વંશીય પશુ સંરક્ષિત કરાયા છે.

દૂધ ઉત્પાદકોને અપાઇ રહ્યા છે ક્રેડિટ કાર્ડ

યોગી સરકાર યૂપીમાં નોંધાયેલા 12 લાખથી વધુ દૂધ ઉત્પાદકોને ક્રેડિટ કાર્ડ આપી રહી છે. યૂપીના 75 જીલ્લાઓમાં લગભગ 21,537 દૂધ સમિતિઓ છે, જેમાં લગભગ 12,79,560 નોંધાયેલા દૂધ ઉત્પાદકો છે. આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત આ જ દૂધ ઉત્પાદકોને લક્ષ્યમાં રાખી કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવા પર ભાર મૂકવામાં આવે છે. જીલ્લા અને બ્લોક સ્તરીય બેન્ક સમિતિઓ અને બેન્ક મિત્ર દૂધ સંઘ અંતર્ગત નોંધાયેલા દૂધ ઉત્પાદકને ધ્યાનમાં રાખી રહી છે, જેમની પાસે કિસાન ક્રેડિટ કાર્ડ નથી.

445.07 લાખ પશુઓનું રસીકરણ

પ્રદેશમાં પશુઓની જાતિ સુધાર હેતુથી પશુ પ્રજનન નીતિ 2018ની શરૂઆત કરવામાં આવી છે. એટલું જ નહીં પ્રદેશમાં ખુરપકા-મુંહપકા રોગના નિયંત્રણ માટે આ નાણાકિય વર્ષમાં 520.36 લાખના લક્ષ્યની સાપેક્ષમાં 445.07 લાખ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
First published: