Home /News /national-international /Budget Session 2023: ભારતના બજેટ પર સમગ્ર વિશ્વની નજર, બજેટ સત્ર પહેલા પીએમ મોદીએ સાંસદોને કરી ખાસ અપીલ

Budget Session 2023: ભારતના બજેટ પર સમગ્ર વિશ્વની નજર, બજેટ સત્ર પહેલા પીએમ મોદીએ સાંસદોને કરી ખાસ અપીલ

બજેટ સત્ર પર પીએમ મોદીનું સંબોધન

આ બાજૂ વિપક્ષે સર્વદલીય બેઠકમાં સંકેત આપી દીધા છે કે, સત્ર ખૂબ જ હોબાળાભર્યું રહેવાનું છે. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ હાલમાં વિદેશી એજન્સી દ્વારા ગૌતમ અદાણી વિરુદ્ધના રિપોર્ટ અને બીબીસીની ડોક્યુમેન્ટ્રીની સ્ક્રીનિંગ પર રોકના મુદ્દા પર સરકારને ઘેરવાની તૈયારીમાં છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: સંસદનું બજેટ સત્ર આજથી શરુ થઈ રહ્યું છે. સંસદના બંને સદનની સંયુક્ત બેઠકમાં પહેલી વાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના અભિભાષણ બાદ થશે. તો વળી રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે, જ્યાં દેશની આર્થિક હાલત ખબર પડશે. આ અગાઉ પીએમ મોદીએ મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું પ્રથમ અભિભાષણ છે. આ નારી સન્માનનો અવસર છે. એટલું જ નહીં પીએમ મોદીએ વિપક્ષના સાંસદોને અપીલ કરી છે, સત્રમાં સંઘર્ષ થશે, પણ દલીલો પણ થવી જોઈએ.



આ બાજૂ વિપક્ષે સર્વદલીય બેઠકમાં સંકેત આપી દીધા છે કે, સત્ર ખૂબ જ હોબાળાભર્યું રહેવાનું છે. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ હાલમાં વિદેશી એજન્સી દ્વારા ગૌતમ અદાણી વિરુદ્ધના રિપોર્ટ અને બીબીસીની ડોક્યુમેન્ટ્રીની સ્ક્રીનિંગ પર રોકના મુદ્દા પર સરકારને ઘેરવાની તૈયારીમાં છે.

મીડિયા સાથે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, 2023માં બજેટ સત્ર પ્રારંભ થઈ રહ્યું છે. પ્રારંભમાં જ અર્થજગતના અવાજને માન્યતા હોય છે, તેવી જ ચારેતરફથી સકારાત્મક મેસેજ લઈને આવી રહી છે. આશાનું કિરણ લઈને આવે છે. ઉમંગનો અવાજ લઈને આવી રહ્યા છે. ભારતના હાલના રાષ્ટ્રપતિ જી પહેલી વાર દેશને સદનને સંબોધન કરશે. રાષ્ટ્રપતિનું ભાષણ ભારતના સંવિધાનનું ગૌરવ છે. સંસદીય પ્રણાલીનું ગૌરવ છે. ખાસ કરીને આજે નારી સન્માનનો અવસર છે. જંગલ અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા દેશના મહાન આદિવાસીઓના સન્માનનો અવસર છે. ફક્ત સંસદ જ નહીં પણ સમગ્ર દેશ માટે ગૌરવની ક્ષણ છે. આજે રાષ્ટ્રપતિનું પ્રથમ સંબોધન છે. જ્યારે સદનમાં પહેલી વાર કોઈ સાંસદ ઊભા થઈને બોલવાના છે. તો આખુ સદન તેમનું સન્માન કરે છે. તેમનો આત્મવિશ્વાસ વધારે. આવો માહોલ ઊભો કરે છે, આ પરંપરા છે. આજે રાષ્ટ્રપતિનું પણ પ્રથમ સંબોધન છે. તમામ સાંસદો તરફથી ઉમંગ અને ઊર્જાથી ભરેલી ક્ષણ હોય. આ મારો વિશ્વાસ છે. તમામ સાંસદો આ કસોટી પર ખરા ઉતરે. દેશના નાણામંત્રી પણ મહિલા છએ. તેએ બજેટ લઈને દેશની સામે આવી રહ્યા છે. આજની વૈશ્વિક પરિસ્થિતીમાં ભારતના બજેટ તરફ ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વનું ધ્યાન છે. ડામાડોળ વિશ્વની આર્થિક પરિસ્થિતીમાં ભારતનું બજેટ, ભારતના સમાન માનવીયની આકાંક્ષાઓેન પુરી કરવાની કોશિશ કરશે, પણ વિશ્વ જે આશાનું કિરણ જોઈ રહ્યું છે. મને પુરો વિશ્વાસ છે, નિર્મલાજી આ અપેક્ષાઓને પુરા કરવાના પ્રયાસ કરશે. એનડીએ સરકારનો એક ઉદ્દેશ્ય રહ્યો છે, લક્ષ્ય રહ્યો છે, અમારા કેન્દ્ર બિંદુમાં ફક્ત સૌથી પહેલા દેશ અને સૌથી પહેલા દેશવાસીવાળો ભાવ રહ્યો છે. આ બજેટ સત્રમાં દલીલો પણ રહેશે અને સંઘર્ષ પણ થશે. વિપક્ષના તમામ સાથીઓ ઝીણવટ પૂર્વક તમામ તૈયારીઓ સાથે પોતાની વાત રજૂ કરશે. સદન ખૂબ જ સારી રીતે ચર્ચા કરીને અમૃત કાઢશે.
First published:

Tags: Budget 2023, PM Modi પીએમ મોદી

विज्ञापन