દુનિયાના સૌથી મોટા ‘ન્યૂક્લિયર ફ્યૂઝન’ પ્રોજેક્ટના એસેમ્બલીના કામનો ફ્રાન્સમાં થયો શુભારંભ

દુનિયાના સૌથી મોટા ‘ન્યૂક્લિયર ફ્યૂઝન’ પ્રોજેક્ટના એસેમ્બલીના કામનો ફ્રાન્સમાં થયો શુભારંભ
ધરતી પર ‘સૂર્ય’નું સપનું સાકાર કરવાની વધુ નજીક પહોંચ્યા વૈજ્ઞાનિકો, તેમાં ભારત પણ છે સામેલ. (credit - twitter - Nazar Bruineman)

ધરતી પર ‘સૂર્ય’નું સપનું સાકાર કરવાની વધુ નજીક પહોંચ્યા વૈજ્ઞાનિકો, તેમાં ભારત પણ છે સામેલ

 • Share this:
  નવી દિલ્હીઃ વૈજ્ઞાનિકો સૂરજને ધરતી પર લાવવાનું સપનું સાકાર કરવાની વધુ નજીક પહોંચી ગયા છે. જો બધું ઠીક રહ્યું તો ટૂંક સમયમાં જે તેમાં સફળતા મળી શકે છે. આ ઉપરાંત સૂર્યની ઉર્જા દુનિયાભરના અનેક દેશોની ઉર્જાની જરૂરિયાતોને પૂરી કરશે.

  મૂળે, સૂર્યના સમાન સ્વચ્છ ઉર્જાના એક સર્વોત્તમ સ્ત્રોતના વિકાસ માટે એક આંતરરાષ્ટ્રીય પ્રયોગ હેઠળ વૈજ્ઞાનિકો અને ટેક્નીશિયનો દક્ષિણ ફ્રાન્સ (France)માં એક ન્યૂક્લિયર ફ્યૂઝન ઉપકરણના વિશાળ ભાગોને જોડવાની (nuclear fusion project begins assembly) શરૂઆત કરી દીધી છે.



  તેની સાથે જ સૂરજ કે એમ કહી શકાય છે સૌર ઉર્જાની પ્રતિકૃતિ બનાવવાના ખૂબ મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ હવે પોતાના નાજુક ચરણમાં પ્રવેશ કરી ચૂક્યો છે. નાજુક ચરણ એ હિસાબથી કે સ્પેરપાર્ટ્સને તેની યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે વયવસ્થિત રીતે ગોઠવવાના છે. એવામાં એક પણ ચૂક ભારે પડી શકે છે. આ ખૂબ અગત્યના પ્રોજેક્ટમાં ભારત ઉપરાંત ચીન, અમેરિકા, રશિયા, દક્ષિણ કોરિયા અને યુરોપીયન સંઘના દેશ સામેલ છે.

  આ પણ વાંચો, રામ મંદિર નીચે દબાયેલી ટાઇમ કેપ્સૂલને હજારો વર્ષો બાદ ડિકોડ કરી શકાશે?

  પ્રોજેક્ટમાં સામેલ વૈશ્વિક નેતાઓએ મંગળવારે આંતરરાષ્ટ્રીય થર્મોન્યૂક્લિયર પ્રાયોગિક રિએક્ટર કે ITERના નવા ચરણના સમારોહમાં સામેલ થયા. આ પ્રોજેક્ટમાં યોગદાન આપનારા 35 દેશોમાં અનેક સ્થળે કોવિડ-19 મહામારીનો પ્રકોપ હોવા છતાંય તેનું કામ આગળ વધ્યું છે.

  ન્યૂક્લિયર ઉર્જા વિશે વૈજ્ઞાનિકોને ન્યૂક્લિયર મિશનથી વધુ ન્યૂક્લિયર ફ્યૂઝનની આશા છે. ન્યૂક્લિયર ફ્યૂઝન વધુ ઉર્જા આપી શકે છે. તેનાથી પ્રદૂષણનો ખતરો પણ નથી રહેતો. એવામાં સવાલ એ થાય છે કે આપણે ન્યૂક્લિયર ફ્યૂઝનનો ઉપયોગ કેમ નથી કરતા. તેનો ઉત્તર છે તેને નિયંત્રિત નથી કરી શકતો. તે ખૂબ જ વધુ મુશ્કેલ છે.

  આ પણ વાંચો, ભારત જ્યાંથી લડ્યું 4 યુદ્ધ, ત્યાંથી દુશ્મનો પર નજર રાખશે ફાઇટર જેટનું ‘બૉસ’ રાફેલ

  શોધકર્તાઓનો દાવો છે કે તેઓ રેડિયો સંકેતના માધ્યમથી અભિક્રિયાને કાબૂમાં કરી શકે છે અન મેગ્નેટિક આઇલેન્ડ બનાવવાથી રોકી શકે છે જે પ્લાઝમાને વહી જતા રોકશે અને તાપમાનમાં વૃદ્ધિ રોકાઈ શકશે. આ પ્રક્રિયાથી અભિક્રિયા સુરક્ષિત અને સ્થાયી થઈ જશે.
  Published by:Mrunal Bhojak
  First published:July 29, 2020, 10:13 am

  ટૉપ ન્યૂઝ