જીઓના ચાનાનું નિધન, એક સાથે 38 પત્નીઓ થઈ વિધવા, 89 બાળકોએ ગુમાવી પિતાની છત્રછાયા

જીઓના ચાનાનું નિધન, એક સાથે 38 પત્નીઓ થઈ વિધવા, 89 બાળકોએ ગુમાવી પિતાની છત્રછાયા
વિશ્વનો સૌથી મોટો પરિવાર

મિઝોરમમાં 39 પત્નીઓ અને 89 બાળકોની સાથે દુનિયામાં સૌથી મોટા પરિવારનો આધાર સ્થંભ એવા જીઓના ચાનાનું 76 વર્ષની ઉંમરે નિધન થયું છે.

 • Share this:
  મિઝોરમઃ મિઝોરમમાં 39 પત્નીઓ અને 89 બાળકોની સાથે દુનિયામાં સૌથી મોટા પરિવારનો (World Largest Family) આધાર સ્થંભ એવા જીઓના ચાનાનું (Ziona Chana Death) 76 વર્ષની ઉંમરે નિધન થયું છે. 38 પત્નીઓ અને 89 બાળકો હોવાના કારણે જીઓના ચાનાનો પરિવાર મિઝોરમમાં પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર હતો. મિઝોરમના મુખ્યમંત્રી (Chief Minister of Mizoram) જોરમથાંગાએ તેમના મોત ઉપર શોક વ્યક્ત કર્યો હતો. સીએમએ ટ્વીટ (CM tweet) કરીને લખ્યું હતું કે મિઝોરમ અને બકટાવંગ તલંગનુમમાં તેમનું ગામ, પરિવારના કારણે રાજ્યમાં પર્યટકોનું પ્રમુખ આકર્ષણ બની ગયું હતું.

  ભારતનાં મિઝોરમમાં રહેનાનારા જિઓના ચાનાનાં પરિવારને દુનિયામાં સૌથી મોટો પરિવાર છે. આ પરિવારમાં કૂલ 181 બાળકો રહે છે. જેમાં મુખિયા ચાના છે જેની 38 પત્નીઓ છે. આ પત્નીથી તેમને 89 બાળકો છે. ચાના તેનાં પરિવારની સાથે મિઝોરમનાં બટવંગ ગામમાં 100 રૂમનાં ઘરમાં રહે છે. તેમાં તેની 14 વહુ છે અને 33 પૌત્ર પૌત્રીઓ છે. 181 લોકોનાં આ પરિવારમાં મહિલાઓનું કામ મોટા ભાગે રસોડુ સંભળાવામાં વ્યતિત થઇ જાય છે.  જો વાત ખર્ચાની આવે તો આ પરિવારનો મોટાભાગનો ખર્ચો ખાણી પીણીમાં થાય છે. રિપોર્ટ્સ મુજબ, આ પિરવાર એક દિવસમાં 100 કિલો દાળ અને ભાત ખાઇ જાય છે. આ તો ફક્ત લંચ અને ડિનરની વાત છે. નાશ્તા માટે દરરોજ કંઇક અલગ બને છે. સાથે જ આ પરિવાર એક વખતમાં 40 કિલો ચિકન ખાઇ જાય છે. જોકે, નોન વેજ બનવામાં વધુ સમય લાગે છે તેથી આ પરિવારમાં વેજ ખાવાનું વધુ બને છે. વેજમાં પણ શાક તેઓ તેમનાં ઘરમાં જ વાવે છે તેથી બજારથી શાક ખરીદવું ન પડે.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ ફિલ્મી સીન જેવો Video! કુખ્યાત હારુનશાએ છરો બતાવ્યો તો સામે PSIએ રિવોલ્વર તાકી, ઘર્ષણ બાદ વોન્ટેડને દબોચી લીધો

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ સ્વરૂપવાન એરહોસ્ટેસના બેડ પર રૂમ પાર્ટનર નો મિત્ર નશામાં ધૂત થઈ સુઈ ગયો, ને પછી યુવતી સાથે...

  ઘર આંગણે તેઓ પાલક, કોબીચ, સરગવો, મરચા અને બ્રોકલી ઉગાડે છે. હોમ ગાર્ડનને કારણે પરિવારનો ઘણો ખર્ચો બચી જાય છે. આ શાક ઉગાડવામાં પરિવારની મહિલાઓ કરે છે. જે માટે નેચરલ ખાદનો ઉપયોગ થાય છે. પરિવારનાં પુરુષો ખેતી અને જાનવરોનાં પાલન પોષણનું કામ કરે છે. તેનાથી મળતા પૈસાથી પરિવાર ચાલે છે. પણ લોકડાઉનમાં તેમની સામે સર્વાઇવલનો પ્રશ્ન આવી ગયો હતો. લોકડાઉનમાં શાકભાજી અને પલ્ટ્રીની કમાણી બંધ થઇ ગઇ હતી.

  આ પણ વાંચોઃ-સેલ્ફીએ ખોલી પતિની પોલ! વટ સાવિત્રી વ્રતની પૂજા કરી પત્નીએ લીધી પતિ સાથે સેલ્ફી, ગેલેરી જોતા જ પત્ની ચોંકી ગઈ

  આ પણ વાંચોઃ-ગોંડલઃ ચેતવણીરૂપ કિસ્સો! VIP મેમ સાથે ડેટિંગ-શરીર સુખ અને ત્રણ ગણા રૂપિયાની લાલચમાં આધેડે રૂ.1.30 કરોડ ગુમાવ્યા

  આ પણ વાંચોઃ-કમકમાટી ભરી ઘટના! લિવ ઈનમાં રહેતા યુવકે જ યુવતીને જીવતી સળગાવી, યુવતીએ મરતા મરતા ડોક્ટરને જણાવ્યું દર્દ

  એવામાં સવાલ એ થાય છે કે, આ પરિવારનું ગુજરાન કેવી રીતે થાય છે. તો આપને જણાવી દઇએ કે, પરિવારને તેમનાં ચાહનારા ડોનેશન મળે છે. એક ઇન્ટ રવ્યૂમાં પરિવારનાં મુખિયાએ જણાવ્યું હતું કે, ઘણાં લોકો છે જે તેમને પ્રેમ કરે છે અને ડોનેશન આપે છે.  આપને જણાવી દઇએ કે, ચાના 1942માં શરૂ એક ઇસાઇ ગ્રુપ ચાનાનાં મુખિયા છે. જેમાં બહુપત્નીત્વની પરવાનગી છે. અત્યાર સુધી કુલ 400 પરિવાર તેમાં રજિસ્ટર છે. અને એવું કહેવાય છે કે, જલ્દી જ આ ગ્રુપ દુનિયામાં સૌથી મોટો સમાજ બની ગયો છે. તેનો મુખ્ય ઉદ્દેશ બાળકો પેદા કરી તેમનો સમાજ વધારવાનો છે.
  Published by:ankit patel
  First published:June 13, 2021, 23:32 IST

  ટૉપ ન્યૂઝ