Covid-19 Vaccination: આજથી કોરોના વેક્સીન આપવાની થશે શરૂઆત, સરકારે જાહેર કરી માર્ગદર્શિકા

Covid-19 Vaccination: આજથી કોરોના વેક્સીન આપવાની થશે શરૂઆત, સરકારે જાહેર કરી માર્ગદર્શિકા
પ્રતીકાત્મક તસવીર

Covid-19 Vaccination: ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા (DCGI)એ સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયા (SII)ની કોવિશીલ્ડ વેક્સીન (Covishield) અને ભારત બાયોટેકની કોવેક્સીન (Covaxin)ને ભારતમાં ઇમરજન્સી વપરાશને મંજૂરી આપી છે.

  • Share this:
    નવી દિલ્હી: બસ હવે વધારે રાહ નથી જોવાની. દેશમાં શનિવારથી કોરોનાની રસી (Corona vaccine) આપવાનું શરૂ થઈ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 જાન્યુઆરીના રોજ દેશભરમાં કોરોના રસીકરણનો પ્રારંભ કરાવશે. તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોનાની રસી પહોંચાડી દેવામાં આવી છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા (DCGI)એ સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયા (SII)ની કોવિશીલ્ડ વેક્સીન (Covishield) અને ભારત બાયોટેકની કોવેક્સીન (Covaxin)ને ભારતમાં ઇમરજન્સી વપરાશને મંજૂરી આપી છે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 જાન્યુઆરીના રોજ સવારે 10.30 વાગ્યે વીડિયો કૉન્ફરન્સ મારફતે દેશભરમાં કોવિડ-19 રસીકરણ અભિયાનની શરૂઆત કરાવશે, જે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન હશે. આ કાર્યક્રમમાં તમામ રાજ્યો અને કેન્દ્ર સાશિત પ્રદેશના 3,006 સ્થળો ડિજિટલ માધ્યમથી જોડાશે. દરેક કેન્દ્રમાં 100 લોકોને રસી લગાવવામાં આવશે. વેક્સીનને લઈને સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે.



    >> કોવિશીલ્ડ વેક્સીન અને કોવેક્સીનની કિંમત ભારતમાં 200-295 રૂપિયા હશે. સરકારે અત્યારસુધી 1.5 કરોડ ડોઝની ખરીદી કરી છે. જેમાંથી કોવિશિલ્ડના 1.1 કરોડ ડોઝ અને ભારત બાયોટેકના 40 લાખ ડોઝનો સમાવેશ થાય છે. શરૂઆતના ડોઝ હેલ્થ વર્કર્સને આપવામાં આવશે.

    >>સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને પત્ર લખીને કહ્યું છે કે કોરોના વેક્સીનનો ડોઝ ફક્ત 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને જ આપવામાં આવે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું છે કે, વેક્સીનને બદલવામાં નહીં આવે. એટલે કે બંને ડોઝ એક જ કંપનીના લાગશે.

    આ પણ વાંચો: બાળકો માટે કોરોનાની વેક્સીન ક્યારે આવશે, શું તે સુરક્ષિત હશે?

    >> સ્વાસ્થ્ય મંત્રાલયે બંને રસી આપ્યા બાદ હળવી આડઅસર અંગે પણ માહિતી આપી છે. કોવિશિલ્ડનો ડોઝ આપ્યા બાદ ઇન્જેક્શન આપ્યું હોય તે જગ્યાએ દુઃખાવો થઈ શકે છે. આ ઉપરાંત માથું દુઃખી શકે છે અને થાક લાગી શકે છે.

    >> કોવેક્સીનના ડોઝ બાદ માથું દુઃખવું, તાવ આવવો, થાક લાગવો, પેટમાં દુઃખાવો અને ઉલટી થવાની ફરિયાદ ઉઠી શકે છે.

    >> પ્રેગ્નેન્ટ મહિલાઓ અને બાળકોને હાલ રસી નહીં આપવામાં આવે. કારણ કે વેક્સીનના કોઈ પણ તબક્કામાં મહિલાઓ અને બાળકો પર પરીક્ષણ નથી કરવામાં આવ્યું.

    આ પણ વાંચો: Covid-19 in India: કેરળમાં કોરોના વાયરસના વધી રહેલા કેસથી ચિંતા વધી

    >> રસીકરણનું અભિયાન જન ભાગીદારીના સિદ્ધાંત પર પ્રાથમિકતાના ધોરણે ચલાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના સ્વાસ્થ્ય કર્મચારીઓ અને આઈસીડીએસના કર્મચારીઓને રસી આપવામાં આવશે.

    >> સરકાર તરફથી કોવિડ-19 મહામારી, રસીકરણ અને તેના ડિજિટલ પ્લેટફોર્મ સંબંધિત સવાલોના જવાબ માટે 24 કલાક અને સાત દિવસ સંચાલિત કૉલ સેન્ટર અને હેલ્પલાઇન નંબર 1075 શરૂ કરવામાં આવ્યા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:January 15, 2021, 16:51 pm

    ટૉપ ન્યૂઝ