વૈશ્વિક આતંકવાદીઓને પાકિસ્તાન શરણ આપે છે, સમગ્ર દુનિયા જાણે છે સત્ય - ભારત

‘જે દેશ UN દ્વારા આતંકવાદી ઘોષિત કરવામાં આવેલા મોટાભાગના લોકોને આશ્રય આપે છે, તેને પોતાને પીડિત ગણાવવાનો પ્રયાસ ક્યારેય ન કરવો જોઈએ’

‘જે દેશ UN દ્વારા આતંકવાદી ઘોષિત કરવામાં આવેલા મોટાભાગના લોકોને આશ્રય આપે છે, તેને પોતાને પીડિત ગણાવવાનો પ્રયાસ ક્યારેય ન કરવો જોઈએ’

  • Share this:
    નવી દિલ્હીઃ ભારત (India)એ ગુરુવારે કહ્યું કે આતંકવાદ (Terrorism)નું સમર્થન કરવામાં પાકિસ્તાન (Pakistan)ની ભૂમિકા વિશે સમગ્ર વિશ્વ જાણે છે અને તે (પાકિસ્તાન) ભલે જેટલો ઇન્કાર કરે, પરંતુ સત્ય છુપાવી નહીં શકે. ભારત-અમેરિકાની વચ્ચે ટૂ-પ્લસ-ટૂ મંત્રણા (India-US 2+2 Meeting) બાદ જાહેર સંયુક્ત નિવેદનમાં પાકિસ્તાન વિશે અને સરહદ પારથી આતંકવાદ (Cross Border Terrorism)નો ઉલ્લેખ કરતાં ઈસ્લામાબાદ (Islamabad)ની આપત્તિ પર આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરતાં ભારતે આ વાત કહી છે.

    વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવ (MEA Spokesperson Anurag Srivastava) એ કહ્યું કે જે દેશ સંયુક્ત રાષ્ટ્ર (United Nations) દ્વારા આતંકવાદી (Global Terrorists) ઘોષિત કરવામાં આવેલો મોટાભાગના લોકોને આશ્રય આપે છે, તેને પોતાને પીડિત ગણાવવાનો પ્રયાસ ક્યારેય ન કરવો જોઈએ. તેઓએ ભારત-અમેરિકા સંયુક્ત નિવેદન (India-America Joint Statement)ને લઈને પાકિસ્તાનની પ્રતિક્રિયા પર પૂછવામાં આવ લા સવાલના જવાબમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આતંકવાદનું સમર્થન કરવામાં પાકિસ્તાનની ભૂમિકા વિશે સમગ્ર વિશ્વ સત્ય જાણે છે.

    આ પણ વાંચો, ભારતીય સેનાએ બનાવી WhatsApp અને Telegram જેવી સ્વદેશી App, નામ છે SAI

    તેઓએ કહ્યું કે, ત્યાં સુધી કે તેમના નેતાઓએ પણ આતંકવાદ અંગે પોતાની ભૂમિકા વિશે વારંવાર બોલ્યા છે.

    ભારત અને અમેરિકાએ કરી હતી આતંકવાદની આકરી નિંદા

    ભારત અને અમેરિકાએ સંયુક્ત નિવેદન (India-America Joint Statement)માં સરહદ પારથી થનારા તમામ પ્રકારના આતંકવાદની આકરી નિંદા કરી હતી. સાથોસાથ પાકિસ્તાનને કહ્યું હતું કે તેઓ તેને સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક, સતત અને અપરિવર્તન પગલાં ઉઠાવે કે તેના નિયંત્રણવાળા કોઈ પણ ક્ષેત્રનો ઉપયોગ આતંકવાદી હુમલાઓ માટે ન કરી શકે.

    આ પણ જુઓ, PAK: જ્યારે કાશ્મીર મુદ્દે ચાલી રહેલા ઇન્ટરનેશનલ વેબિનારમાં ગૂંજવા લાગ્યા ‘જય શ્રીરામ’ના નારા, જુઓ VIDEO

    વિદેશ કાર્યાલયે પોતાની પ્રતિક્રિયામાં કહ્યું હતું કે, સંયુક્ત નિવેદનમાં અમે પાકિસ્તાનનો ઉલ્લેખ કરવાને ભ્રમિત કરવાને કરાર કરતાં નકારી કાઢીએ છીએ.
    Published by:Mrunal Bhojak
    First published: