નવી દિલ્હીઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના વરિષ્ઠ અધિકારી ડૉ. માઇકલ જે રાયન (Dr. Mike Ryan)એ બુધવારે કહ્યું કે કોરોના વાયરસ (Coronavirus) વિશ્વના એ વાયરસ જેવો હોઈ શકે છે, જે ક્યારેય જાય નહીં, જેમ કે એચઆઈવી (HIV). WHO હેલ્થ ઇમજન્સીસ પ્રોગામના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર ડૉ. રાયને જણાવ્યું કે આ આપણા સુમદાયમાં ક્યારેય ખતમ ન થનારો વાયરસ બની શકે છે, જે શક્ય છે કે ક્યારેય જાય નહીં. એ વાતનું પણ આપણે ધ્યાન રાખવું પડશે કે HIV પણ ક્યારેય ગયો નથી.
ડૉ. રાયને વધુમાં જણાવ્યું કે, હું આ બે બીમારીઓની તુલના નથી કરી રહ્યો પરંતુ હું વિચારું છું કે એ જરૂરી છે કે આપણે વાસ્તવિક્તાનો સ્વીકાર કરવાના છીએ. મને નથી લાગતું કે કોઈ એ વાતની ભવિષ્યવાણી કરી શકે કે ક્યારે અને કેવી રીતે આ બીમારી ગાયબ થઈ જશે.
આ પણ વાંચો, ટાઇમ્સ સ્ક્વેર ખાતે મૂકવામાં આવી Trump Death Clock, જાણો શું છે કારણ
ઉલ્લેખનીય છે કે, આ પહેલા WHOમાં કોવિડ-19ના વિશેષ દૂત ડૉ. ડેવિડ નૈબોરોએ પણ કહ્યું હતું કે સૌથી ખરાબ સ્થિતિ એવી થઈ શકે છે કે ક્યારેય કોઈ વેક્સીન હોય જ નહીં. તેઓએ કહ્યું કે લોકોની આશા વધી રહી છે અને પછી ખતમ થઈ રહી છે, કારણ કે અંતિમ મુશ્કેલીઓ પહેલા જ અનેક સમાધાન નિષ્ફળ થઈ રહ્યા છે.
નોંધનીય છે કે, ચાર દશકોમાં અત્યાર સુધી HIVથી 3.2 કરોડ લોકોનાં મોત થઈ ચૂક્યા છે પરંતુ તેની વેક્સીન હજુ સુધી શોધી નથી શકાતી. બીજી તરફ, ડેન્ગ્યૂની વાત કરવામાં આવે તો તેનાથી દર વર્ષે 4 લાખ લોકો પ્રભાવિત થાય છે. અનેક દેશોમાં 9થી 45 વર્ષના લોકો માટે ડેન્ગ્યૂ વેક્સીન ઉપલબ્ધ છે.
આ પણ વાંચો, સારા સમાચાર! ટૂંક સમયમાં મળશે કોરોનાની વેક્સીન, 8 ટીમો ખૂબ નજીક પહોંચી- WHO
Published by:News18 Gujarati
First published:May 14, 2020, 08:21 am