આ મામલે ભારતે WHO સામે આકરી પ્રતિક્રિયા આપી છે. (ફાઇલ ફોટો)
WHOએ પોતાની વેબસાઈટ પર કાશ્મીરને પાકિસ્તાન (Pakistan) અને ચીન (China)ના ભાગ તરીકે દર્શાવ્યું છે. જોકે આ અંગે ભારતના સખત વિરોધ બાદ WHOએ પણ કાર્યવાહી કરી છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (World health organization) દ્વારા ફરી એકવાર તેની વેબસાઈટ પર ભારતના નકશા (wrong map of India)ને ખોટી રીતે રજૂ કરવાનો મામલો સામે આવ્યો છે. WHOએ પોતાની વેબસાઈટ પર કાશ્મીરને પાકિસ્તાન (Pakistan) અને ચીન (China)ના ભાગ તરીકે દર્શાવ્યું છે. જોકે આ અંગે ભારતના સખત વિરોધ બાદ WHOએ પણ કાર્યવાહી કરી છે.
સોમવારે ભારતના વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરને (Minister of State for External Affairs of India) આ મામલે લેખિત જવાબ આપતાં કહ્યું હતું કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વેબસાઈટ પર ભારતના નકશાને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે. માહિતી મળતાની સાથે જ ભારતે આ અંગે આકરી પ્રતિક્રિયા આપી હતી અને આ પ્રશ્નને જોરદાર રીતે ઉઠાવ્યો હતો. તેમણે ગૃહને કહ્યું કે ભારતની આકરી પ્રતિક્રિયા બાદ WHO એ જીનીવામાં ભારતના સ્થાયી મિશન જાણ કરી છે કે તેઓએ પોર્ટલ પર અસ્વીકૃતિ મૂકી દીધી છે.
નોંધનીય છે કે TMC સાંસદ ડૉ. શાંતનુ સેને પણ PM નરેન્દ્ર મોદીને પત્ર લખીને ભારતના નકશાને ખોટી રીતે રજૂ કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો. પોતાના પત્રમાં તેમણે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના આ પગલાનો આંતરરાષ્ટ્રીય સ્તરે વિરોધ કરવાની માંગ કરી હતી.
જણાવી દઇએ કે, આ કોઇ પ્રથમવાર નથી જ્યારે WHO દ્વારા ભારતના નકશાને ખોટી રીતે દર્શાવવામાં આવ્યો હોય. આ પહેલા પણ તે ભારતના નકશાને લઈને વિવાદમાં ફસાઈ ચૂક્યું છે. આ વખતે WHOએ જમ્મુ-કાશ્મીરને બે અલગ-અલગ રંગોમાં દર્શાવ્યુ હતું. જમ્મૂ અને કાશ્મીર રાજ્યને પાકિસ્તાન અને ચીનનો ભાગ ગણાવ્યું હતું. માત્ર એટલું જ નહીં શાંતનુ સેને પીએમને તેમના પત્રમાં કહ્યું કે WHOએ અરુણાચલ પ્રદેશને ભારતનો અલગ ભાગ દર્શાવ્યો હતો છે.
તૃણમૂલના સાંસદ ડૉ. શાંતનુ સેને (Dr Santanu Sen) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ને પત્ર લખ્યો હતો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ભારતનો ખોટો નકશો બતાવી રહ્યું છે. સાંસદે લખ્યું,‘જ્યારે મેં WHO Covid19.int સાઇટ પર ક્લિક કર્યું, ત્યારે વિશ્વનો નક્શો સામે આવ્યો હતો અને જ્યારે મેં ભારતના ભાગ પર ઝૂમ કર્યું, ત્યારે વાદળી નકશો દેખાતો હતો. આશ્ચર્યજનક રીતે જમ્મૂ અને કાશ્મીર (Jammu & Kashmir) બે અલગ-અલગ હતા. જમ્મૂ અને કાશ્મીર માટે અલગ-અલગ રંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, જ્યારે તેમણે વાદળી ભાગ પર ક્લિક કર્યું ત્યારે નકશો તેમને ભારત (India)નો ડેટા બતાવી રહ્યો હતો, પરંતુ બીજો ભાગ પાકિસ્તાન (Pakistan)નો ડેટા બતાવી રહ્યો હતો. સાંસદે પત્રમાં આગળ લખ્યું,‘આ ઉપરાંત અમાણા કથિત ભારતીય નકશામાં અરુણાચલ પ્રદેશ (Arunachal Pradesh) રાજ્યના ભાગને પણ અલગથી સીમાંકન કરવામાં આવ્યું છે.’
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર