કોરોનાની સ્પીડ વધી રહી છે, ફુટબોલની આ ટેકનીકથી પ્રસારને રોકી શકાયઃ WHO

કોરોનાની સ્પીડ વધી રહી છે, ફુટબોલની આ ટેકનીકથી પ્રસારને રોકી શકાયઃ WHO
WHO પ્રમુખ ટેડ્રોસ ગેબ્રયાસસ (Tedros Adhanom Ghebreyesus)

WHOના ચીફે કહ્યું કે, માત્ર ડિફેન્ડ કરવાથી COVID-19 વિરુદ્ધની લડાઈ જીતી નહીં શકાય, અટેક પણ કરવો પડશે

 • Share this:
  જીનેવાઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ સોમવારે ચેતવણી  આપી કે કોવિડ-19 (COVID-19) મહામારી (Pandemic) સ્પષ્ટ પણે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે. જોકે સંગઠને કહ્યું કે પ્રકોપના આ વલણને બદલવું શક્ય છે. સંગઠનના પ્રમુખ ટેડ્રોસ ગેબ્રયાસસ (Tedros Adhanom Ghebreyesus) એ પત્રકારોને કહ્યું કે, મહામારી ઝડપથી વધી રહ્યો છે. તેઓએ કહ્યું કે, પહેલા મામલાથી 100,000 સુધી પહોંચવામાં 11 દિવસ લાગ્યા, બીજા 100,000  મામલા પહોંચવામાં પણ 11 દિવસ લાગ્યા અને ત્રીજા 100,000  મામલા માત્ર ચાર દિવસમાં જ સામે આવ્યા. જોકે તેઓએ એમ પણ કહ્યું કે, આપણે અસહાય નથી. આપણે આ મહામારી પર જીત મેળવી શકીએ છીએ.

  ટેડ્રોસે કહ્યું કે, આપણે અસહાય નથી. આપણે આ મહામારીના લક્ષણને બદલી શકીએ છીએ. એક મિશ્રિત દૃષ્ટિકોણનું આહ્વાન કરતાં ટેડ્રોસે કોરોનાની વિરુદ્ધ કાર્યવાહીને ફુટબોલ મેચ સાથે જોડી. ફીફા અને WHOએ વિશ્વ પ્રસિદ્ધ ફુટબોલરોના નેતૃત્વમાં કોરોના વાયરસની વિરુદ્ધ એક નવું જાગૃતતા અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન દ્વારા દુનિયાભરના લોકોથી બીમારના પ્રસારને રોકવા માટે પાંચ મુખ્ય ચરણોનું પાલન કરવાનું આહ્વાન કરવામાં આવ્યું છે.  જો અસ્વસ્થ અનુભવી રહ્યા છો તો ઘરમાં રહો

  આ અભિયાનનું નામ પાસ ‘ધ મેસેજ ટૂ કિક આઉટ કોરોના વાયરસ’ (કોરોના વાયરસને હરાવવા માટે સંદેશ ફેલાવો) છે, જેમાં WHOના માર્ગદર્શનમાં લોકોના સ્વાસ્થ્ય માટે પાંચ ચરણોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેમાં હાથ ધોવા, ઉધરથી જોડાયેલા શિષ્ટાચાર, ચહેરાને સ્પર્શથી બચવું, શારીરિક અંતર અને જો અસ્વસ્થ્ય અનુભવી રહ્યા હોય તો ઘરમાં રહેવું સામેલ છે.

  આ વીડિયો અભિયાનને 13 ભાષાઓમાં તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં 28 ખેલાડીઓમાં પૂર્વ ભારતીય કેપ્ટન છેત્રી, આર્જેન્ટિનાના સુપરસ્ટાર લિયોનેલ મેસી ઉપરાંત ફિલિપ લાઇમ, ઇકર કૈસિલાસ અને કાર્લ્સ પુયોલ જેવા વિશ્વ કપ વિજેતા ખેલાડી સામેલ છે.

  WHOના મહાનિદેશક ડૉ. ટી.એ. ઘેબ્રેસસએ સ્વિત્ઝરલેન્ડના જીનેવામાં WHO હેડક્વાર્ટરથી અભિયાનની શરૂઆત કરતાં કહ્યું કે, ફીફા અને તેના અધ્યક્ષ જિયાન્ની ઇન્ફેંટિનો શરૂઆતથી જ આ મહામારીની વિરુદ્ધ સંદેશ આપવામાં સક્રિય રીતે સામેલ રહ્યા છે.

  આ પણ વાંચો, WHOએ ભારતના વખાણ કર્યા, કહ્યું- તેમની પાસે કોરોના વાયરસથી લડવાની જોરદાર ક્ષમતા

  અનેક દેશ વધુ આક્રમક ઉપાય કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે

  આ દરમિયાન WHO પ્રમુખે સ્વીકાર્યું કે સંસાધનોની ઘટ અને પરીક્ષણો સુધી પહોંચ ન હોવાના કારણે અનેક દેશ વધુ આક્રમક ઉપાય કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ટેડ્રોસે COVID-19ના ઉપચાર માટે એક વેક્સીન અને દવાઓને શોધવા માટે અનુસંધાન અને વિકાસમાં લગાવવામાં આવેલી ઉર્જાની પ્રશંસા કરી.

  જોકે, તેઓએ કહ્યું કે, હાલમાં કોઈ સારવાર નથી જે COVID-19ની વિરુદ્ધ પ્રભાવી સાબિત થઈ હોય. તેઓએ એ દવાઓના ઉપયોગથી ચેતવ્યા જે બીમારીની વિરુદધ કામ નથી કરી રહી. તેઓએ કહ્યું કે કોઈ પુરાવા વગર કે પરીક્ષણ વિનાની દવાઓનો ઉપયોગ કરવાથી ખોટી આશાઓ જાગી શકે છે અને તે લાભને બદલે વધુ નુકસાન કરી શકે છે અને આવશ્યક દવાઓની ઘટ થઈ શકે છે જેની જરૂરિયાત અન્ય બીમારીઓના ઉપચારમાં થાય છે. અન્ય વાતો ઉપરાંત નવા કોરોના વાયરસની વિરદ્ધ ઉપચારના રૂપમાં એન્ટીમાઇરિયલ દવાઓનો ઉપયોગ કરી રહ્યા છે.

  આ પણ વાંચો, કોરોનાના શિકાર બનેલા શખ્સની અટૉપ્સી નહીં થાય, પરિજનો શબને સ્પર્શી નહીં શકેઃ સરકારે આપ્યા નિર્દેશ
  First published:March 24, 2020, 11:13 am