મુંબઈ : વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (World Health Organisation-WHO) મુંબઈની ઝૂંપડપટ્ટી ધારાવી (Dharavi)માં કોવિડ-19નો ચેપ અટકાવવા માટે લેવામાં આવેલા પગલાંને સફળ મૉડલ (Success Model) તરીકે સ્વીકાર્યું છે. એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવી અંગે એપ્રિલ અને મે મહિનામાં કહેવામાં આવ્યું હતું કે અહીં 'કોરોના વિસ્ફોટ' થઈ શકે છે. અચાનક વધી ગયેલા કેસને લઈને તંત્રની ચિંતા વધી ગઈ હતી. પરંતુ ત્યાર બાદ પાંચ હજાર સ્વાસ્થ્યકર્મીઓની મહેનત દેખાવા લાગી હતી અને જૂન મહિનામાં ધારાવીમાં નવા કેસની સંખ્યામાં લગભગ કાબૂમાં આવી ગઈ હતી.
ગીચ વસ્તીને કારણે કેસ વધી રહ્યા હતા
ધારાવીમાં કોરોના કેસ વધી રહ્યાનું મુખ્ય કારણ ગીચ વસ્તી હતી. અહીં આશરે 2.5 લાખ લોકો પ્રતિ સ્ક્વેર કિલોમીટરના વિસ્તારમાં રહે છે. એટલે કે અઢી સ્ક્વેર કિલોમીટરમાં આશરે સાતથી આઠ લાખ લોકો રહે છે. અહીં રહેતા મોટાભાગના લોકો મજૂરો છે.
આ પણ વાંચો : તબીબો અકળાયા: 'જયંતિ રવિ માફી માંગે અથવા ડોક્ટરો પરનો આરોપ સાબિત કરે, નહીં તો આંદોલન કરાશે
4T ફોર્મ્યુલા પર કામ કર્યું
ધારાવીના ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડના જણાવ્યા પ્રમાણે તેમના વિધાનસભા વિસ્તાર ધારાવીમાં કોરોનાનો ચેપ રોકવો મોટો પડકાર હતો. આજે જે રીતે ધારાવીમાં ચેપને ફેલાતો રોકી લેવામાં આવ્યો છે તે આખા દેશ માટે મોટું ઉદાહરણ છે. આખા દેશમાં આ પ્રકારની પેટર્ન લાગૂ કરવાની જરૂર છે. ધારાવીમાં સંક્રમણ રોકવા માટે 4ટી ફોર્મ્યુલા લાગૂ કરવામાં આવી હતી. 4ટી એટલે ટ્રેસિંગ, ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને ટ્રિટમેન્ટ. આ 4ટી ફોર્મ્યુલાને કારણે આજે ધારાવીમાં કેસની સંખ્યા ઘટી છે. દર દિવસે ધારાવીમાં કોરોના સંક્રમણના કેસ એક આંકડામાં આવી ગયા છે.
આ પણ વાંચો : બાપ કરતા દીકરો સવાયો : જયેશ રાદડિયાના નેતૃત્વમાં રાજકોટ જિલ્લા બેંકની તમામ બેઠક બિન હરીફ
5000 રજિસ્ટર્ડ ઉદ્યોગ
ધારાવીમાં અત્યાર સુધી 2,338 કોરોના પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે. ધારાવીમાં હાલ પાંચ હજાર જેટલા નોંધાયેલા ઉદ્યોગો છે. જ્યારે બીએમસીના લાઇસન્સ પર અહીં 15 હજાર જેટલી સિંગલ રૂમ ફેક્ટરી ચાલી રહી છે. ધારાવી હવે લગભગ કોરોના મુક્ત થઈ ગઈ છે. આનો સંપૂર્ણ શ્રેય બીએમસીની લોકલ ટીમ તેમજ સ્વયંસેવી સંગઠનોને જાય છે. આ લોકોએ દિવસ રાત મહેનત કરીને સંક્રમણ ઓછું કર્યું હતું.
Published by:Vinod Zankhaliya
First published:July 11, 2020, 07:39 am