કોરોના વાયરસ : વેક્સીન બનાવવામાં 8-10 વર્ષ લાગે છે, ઇબોલાની દવા પાંચ વર્ષે મળી- WHO

News18 Gujarati
Updated: June 27, 2020, 10:53 AM IST
કોરોના વાયરસ : વેક્સીન બનાવવામાં 8-10 વર્ષ લાગે છે, ઇબોલાની દવા પાંચ વર્ષે મળી- WHO
પ્રતિકાત્મક તસવીર

WHOનું કહેવું છે કે વૈશ્વિક સ્તરે રસી બનાવવા માટે સૌથી ઓછો સમય પાંચ વર્ષ ઇબોલાની રસી બનાવવા માટે લાગ્યો હતો.

  • Share this:
જીનીવા : વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)નું કહેવું છે કે કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણ સાથે જોડાયેલી તમામ સુવિધા તમામ લોકોને મળે. કારણ કે આ કોઈ પણ વ્યક્તિ તેનો શિકાર બની શકે છે. આથી તેની સામે લડવા માટેના સંશાધનો તમામ લોકોની પહોંચમાં હોય તે જરૂરી છે. એવું ન થવું જોઈએ કે ફક્ત અમુક લોકો પાસે જ કોરોના સામે લડવા માટે સાધનો હોય. સાથે જ WHO તરફથી કહેવામાં આવ્યું છે કે તેઓ કોરોનાની રસી 12થી 18 મહિનામાં બની જાય તેવા પ્રયાસો કરી રહ્યું છે. આવું થઈ શકશે તો આ ખરેખર ચમત્કાર કહેવાશે.

બીજી તરફ કોરોના વેક્સીન અંગે WHOનું કહેવું છે કે વૈશ્વિક સ્તરે રસી બનાવવા માટે સૌથી પાંચ વર્ષનો સમય ઇબોલાની રસી બનાવવા માટે લાગ્યો હતો. આતંરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે સામાન્ય રીતે વેક્સીન બનાવવામાં આઠથી દસ વર્ષ લાગે છે, પરંતુ અમે આ સમયમર્યાદાને ઓછી કરવા માંગીએ છીએ. ઇબોલાની રસી બનાવવામાં પાંચ વર્ષ લાગી ગયા હતા. કોરોનાની રસી બનાવવાનું અમારું લક્ષ્ય 12 થી 18 મહિના છે. જો આવું થશે તો આ એક ચમત્કાર જ કહેવાશે.

તમામ પાસે સારવારની સુવિધા હોય : WHO

WHO તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, એક અભ્યાસમાં માલુમ પડ્યું છે કે વૈશ્વિક કુલ વસ્તીના એક નાના ભાગે આ બીમારી સામે ઇમ્યુનિટી મેળવી લીધી છે. જોકે, આ ચેનને તોડવા માટે અને કોરોના વાયરસને ફેલાતો રોકવાનો એકમાત્ર રસ્તો વેક્સીન જ છે.

આ પણ વાંચો : સીમા વિવાદ : વાતચીતથી નથી માની રહ્યું ચીન, હવે ભારતીય સેના આપશે આકરો જવાબ- રિપોર્ટ

સંસ્થાએ કહ્યું કે, તમામ લોકો પર કોવિડ 19નો ખતરો છે. આથી તમામ લોકો પાસે સંભવિત ખતરાને ટાળવા માટે અને ચેપ ન લાગે તે માટેના તમામ સાધનો પહોંચે તે જરૂરી છે. જો લોકો સારવારનો ખર્ચ ઉઠાવી શકે તેને જ બધી સુવિધા મળે એવું ન હોવું જોઈએ. 

આ પણ વાંચો : દેશમાં કોરોના વિસ્ફોટ : 24 કલાકમાં 18,552 નવા કેસ નોંધાયા, પોઝિટિવ કેસની સંખ્યા પાંચ લાખને પાર

દુનિયાભરમાં કોરોનાના કેસ

આ પહેલા WHO યૂરોપ કાર્યાલયે ગુરુવારે એક રિપોર્ટ જાહેર કર્યો હતો જેમાં 11 દેશના નામ સામે હતા. જેમાં સ્વીડન, આર્મેનિયા, અલ્બાનિયા, કઝાકિસ્તાન અને યૂક્રેન સામેલ છે. સ્વીડનમાં કોવિડ 19ના કેસમાં વધારો જોવા મળ્યો છે. આ માટે કહેવામાં આવ્યું કે વધારે ટેસ્ટને કારણે કેસની સંખ્યામાં વધારો નોંધાયો છે.

અમેરિકાની Jhons Hopkins Universityનાં આંકડા પ્રમાણે દુનિયામાં કોરોના વાયસના 9,777,889 કેસ છે, જેમાંથી 493,672 લોકોનું મૃત્યું થયું છે. જ્યારે 4,924,979 લોકો સાજા થયા છે.
First published: June 27, 2020, 10:52 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading