કોરોનાનો નવો વેરિયન્ટ Lambda 29 દેશોમાં મળી આવ્યો, આખી દુનિયામાં ફેલાશે તેનો ડર

કોરોનાનો નવો વેરિયન્ટ Lambda 29 દેશોમાં મળી આવ્યો, આખી દુનિયામાં ફેલાશે તેનો ડર
પ્રતિકાત્મક તસવીર

વાયરસના નવા નવા વેરિયન્ટ સામે આવતા સારવારમાં વધુ મુશ્કેલીઓ ઉભી થઇ છે. આવી સ્થિતિમાં વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા બુધવારે ચોંકાવનારી જાણકારી આપવામાં આવી

  • Share this:
નવી દિલ્હી : કોરોના મહામારીએ વિશ્વને ઘણું નુકસાન પહોંચાડયું છે. વાયરસ સામે હજુ કોઇ અસરકારક દવા શોધાઇ નથી, રસીકરણ થઈ રહ્યું છે. બીજી તરફ વાયરસના નવા નવા વેરિયન્ટ સામે આવતા સારવારમાં વધુ મુશ્કેલીઓ ઉભી થઇ છે. આવી સ્થિતિમાં વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા બુધવારે ચોંકાવનારી જાણકારી આપવામાં આવી હતી. સંગઠનનું કહેવું છે કે, વિશ્વના 29 દેશોમાં કોરોના વાયરસનું નવું વેરિયન્ટ જોવા મળ્યું છે. Lambda નામનું વેરિયન્ટ દક્ષિણ અમેરિકામાં સૌપ્રથમ વખત જોવા મળ્યું હોવાનું સામે આવ્યું છે. વિશ્વ આરોગ્ય સંગઠનના સાપ્તાહિક અપડેટમાં જણાવાયુ છે કે, આ વેરિયન્ટ સૌપ્રથમ પેરુમાં જોવા મળ્યું હતું. Lambda વેરિયન્ટ દક્ષિણ અમેરિકામાં કોરોનાના વધતા કેસ પાછળ જવાબદાર રહ્યું છે.

અધિકારીઓનું કહેવું છે કે, પેરુમાં Lambda વેરિયન્ટની અસર વધુ હતી. પેરુમાં એપ્રિલ 2021થી 81% કોરોના કેસ Lambda સાથે સંબંધિત છે. બીજી તરફ ચિલીમાં છેલ્લા 60 દિવસમાં સબમિટ કરેલા 32 ટકા કેસમાં Lambda વેરિયન્ટ મળી આવ્યો છે. આર્જેન્ટિના અને ઇક્વાડોર જેવા અન્ય દેશોમાં પણ આ પ્રકારનાં ઘણા કેસો નોંધાયા છે.આ પણ વાંચોરાહત: કોરોનાની જેમ બ્લેક ફંગસ પણ બધી આરોગ્ય વીમા પોલિસીમાં કવર થશે, જાણો કેમ અને કેવી રીતે

વિશ્વ આરોગ્ય સંગઠને જણાવ્યું હતું કે Lambda વેરિયન્ટ મ્યુટેટ છે. જે સંક્રમણની ક્ષમતાને વધારી દે છે. આ સાથે જ સંક્રમણના આ સ્વરૂપ સામે એન્ટીબોડી પણ અસર કરતી નથી. Lambdaને વધુ સારી રીતે સમજવા માટે વધુ અભ્યાસની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે, વાયરસના કોઈપણ સ્વરૂપને ચિંતાજનક ત્યારે જ કહેવાય છે, જ્યારે વિજ્ઞાનીકો તેને વધુ સંક્રમક અને ગંભીર રૂપે બીમાર કરી શકે તેવો માને. આ વેરિયન્ટને ઓળખવા માટેની તપાસ, સારવાર અને રસી તેની સામે ઓછા અસરકારક થઈ શકે છે.

આ પણ વાંચોબનાસકાંઠામાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ

વિશ્વ આરોગ્ય સંસ્થાને વાયરસનું આ સ્વરૂપ વિશ્વભરમાં ફેલાઈ જાય તેનો ડર છે. તાજેતરમાં જ ડેલ્ટા વેરિયન્ટે વિશ્વભરની ચિંતા વધારી દીધી હતી. ઇંગ્લેન્ડનું કહેવું છે કે, દેશમાં 11 દિવસમાં જ કેસો બેગણા થઈ ગયા છે. જેની પાછળ ડેલ્ટા વેરિયન્ટ જવાબદાર માનવામાં આવે છે. બ્રિટનમાં ફેબ્રુઆરીના અંત બાદ છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે સૌથી વધુ 8,125 કેસ સામે આવ્યા છે અને અને પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ (પીએચઇ) એ જાણવા મળ્યું છે કે સૌપ્રથમ ભારતમાં ઓળખાયેલા ડેલ્ટા સ્વરૂપ (બી1.617.2) ના કેસ એક અઠવાડિયામાં 30 હજારથી વધીને 42,323 થઈ ગયા છે.
Published by:News18 Gujarati
First published:June 18, 2021, 17:56 IST