Environment Day: પર્યાવરણને બચાવવા માટે થોડી 'હવા આને દે'

News18 Gujarati
Updated: June 5, 2019, 8:19 AM IST
Environment Day: પર્યાવરણને બચાવવા માટે થોડી 'હવા આને દે'
પ્રતીકાત્મક તસવીર

#SelfiWithSapling કેમ્પેનથી દેશવાસીઓમાં વૃક્ષારોપણ માટે પ્રેરવાનો ઉદ્દેશ્ય

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : સમગ્ર દુનિયામાં દર વર્ષે 5 જૂને પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે. દર વખતે પ્રકૃતિના સંરક્ષણ, સંવર્ધન માટે અલગ થીમ નક્કી કરવામાં આવે છે. વિશ્વ પર્યાવરણ દિવસ 2019ની થીમ વાયુ પ્રદૂષણ રાખવામાં આવી છે. ઉદ્દેશ્ય સ્પષ્ટ છે કે આ વખતે સમગ્ર દુનિયાને વાયુ પ્રદૂષણ પર અંકુશ લગાવવા માટે જાગૃત કરવામાં આવશે. સમગ્ર દુનિયા મળીને વાયુ પ્રદૂષણને રોકવાના ઉપાય કરશે.

ભારત સરકારે આ વર્ષની થીમને ધ્યાનમાં રાખીને એક થીમ વીડિયો સોન્ગ 'હવા આને દે' તૈયાર કર્યું છે. આ વીડિયોને પર્યાવરણ, વન તથા જળવાયુ પરિવર્તન મંત્રાલયે મુંબઈના ભામલા ફાઉન્ડેશનની સાથે મળી બનાવ્યો છે. આ વીડિયો દ્વારા લોકોને પર્યાવરણને બચાવવા માટે જાગૃત કરવામાં આવશે.

'સેલ્ફી વિથ સેમ્પલિંગ' અભિયાન

કેન્દ્ર સરકારે 'સેલ્ફી વિથ સેમ્પલિંગ' અભિયાન પણ શરૂ કર્યું છે જેથી લોકો વધુ પ્રમાણમાં પ્લાન્ટેશન કરે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે આગામી બે-ત્રણ દિવસ સુધી સમગ્ર દેશમાં તેનાથી જોડાયેલા કાર્યક્રમ કરવામાં આવશે. તેઓએ જણાવ્યું કે પર્યાવરણ ભવનમાં આયોજિત કાર્યક્રમમાં પૂર્વ ક્રિકેટર કપિલ દેવ અને અભિનેતા જેકી શ્રોફ સામેલ થશે. તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે સમગ્ર દેશમાં વિશ્વ પર્યાવરણ દિવસ ખૂબ ઉત્સાહથી ઉજવવામાં આવશે. તેઓએ અપીલ કરી કે લોકો પોતે રોપેલા છોડ સાથે સેલ્ફી લઈને #SelfiWithSaplingની સાથે પોસ્ટ કરે.

ખતરામાં છે વિશ્વ પર્યાવરણ

હાલ સમગ્ર દુનિયામાં વાયુ પ્રદૂષણની સ્થિતિ ખૂબ ખરાબ અને વિકરાળ રૂપ લઈ ચૂકી છે. સમગ્ર દુનિયાનું પર્યાવરણ ખતરામાં છે. ગ્લોબલ વોર્મિંગના વધતા સ્તરની સાથે જ ભૌગોલિક અને પર્યાવરણીય અસંતુલન ઊભું થઈ ગયું છે. આ સ્થિતિ પર કાબૂ નહીં મેળવવામાં આવે તો તેનું પરિણામ ખૂબ ગંભીર હશે.

આ કારણે ઉજવાય છે પર્યાવરણ દિવસ

દુનિયામાં પર્યાવરણ પ્રદૂષણની સમસ્યા જ્યારે વિકરાળ રૂપ ધારણ કરવા લાગી અને સંસાધનોનું અસંતુલિત વિતરણનું કારણ તમામ દેશો પર ખરાબ અસર પડવા લાગી તો આ સમસ્યાઓનો ઉકેલ શોધવા માટે વૈશ્વિક મંચ તૈયાર કરવામાં આવ્યું. આ દિવસને ઉજવવાનો ઉદ્દેશ્ય પર્યાવરણની સમસ્યાઓને માનવીય ચહેરો આપવાની સાથે જ લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાના હતા. સાથોસાથ વિભિન્ન દેશો, ઉદ્યોગો, સંસ્થાઓ અને વ્યક્તિઓની ભાગીદારીને પ્રોત્સાહન આપવાનું હતું જેથી તમામ દેશ, સમુદાય તથા પેઢીઓ સુરક્ષિત અને ઉત્પાદનશીલ પર્યાવરણનો આનંદ લઈ શકે.
First published: June 5, 2019, 8:18 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading