બાળ મજૂરીનો વિરોધ કરતો વૈશ્વિક દિવસ: જાણો તેની થીમ અને તેનું મહત્ત્વ

બાળ મજૂરીનો વિરોધ કરતો વૈશ્વિક દિવસ: જાણો તેની થીમ અને તેનું મહત્ત્વ
ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન અનુસાર સમગ્ર વિશ્વમાં 152 મિલિયન બાળકો બાળમજૂરી કરી રહ્યા છે

ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન અનુસાર સમગ્ર વિશ્વમાં 152 મિલિયન બાળકો બાળમજૂરી કરી રહ્યા છે

  • Share this:
World Day Against Child Labour 2021: દર વર્ષે લગભગ 100 દેશોમાં બાળ મજૂરી (Child Labour)ના વિરોધમાં વિશ્વ બાળશ્રમ નિષેધ દિવસ (World Day Against Child Labour) મનાવવામાં આવે છે. સ્ટડી અનુસાર વિશ્વ સ્તર પર 10માંથી એક બાળક મજૂરી કરવા માટે મજબૂર બન્યું છે. વર્ષ 2000 બાદથી બાળમજૂરોની કુલ સંખ્યામાં ઘટાડો થયો છે. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન અનુસાર સમગ્ર વિશ્વમાં 152 મિલિયન બાળકો બાળમજૂરી કરી રહ્યા છે, જેમાં 72 મિલિયન બાળકો જોખમભરી પરિસ્થિતિઓમાં કામ કરે છે.

આ વર્ષની થીમ


વર્ષ 2021માં બાળ મજૂરીના વિરોધમાં વિશ્વ બાળશ્રમ નિષેધ દિવસની થીમ છે, તૈયારીઓ કરી, એક્શન લઈને બાળ મજૂરીને નાબૂદ કરવી. આ પહેલો એવો વિશ્વ દિવસ છે કે જેમાં સૌથી ખરાબ બાળ મજૂરીના સ્વરૂપ અંગે ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન કન્વેશન નંબર 182ને વૈશ્વિક રૂપે સ્વીકૃતિ આપવામાં આવી છે. અત્યારે સમગ્ર વિશ્વ કોવિડ-19નો સામનો કરી રહ્યું છે. આજથી બાળ મજૂરીના વિરોધમાં એક સપ્તાહ સુધી આ કાર્યને પ્રોત્સાહન આપવામાં આવશે, વિશ્વભરના તાજેતરના બાળમજૂરીના આંકડા જાહેર કરીને આ સપ્તાહના કાર્યની શરૂઆત કરવામાં આવશે.

આ પણ જુઓ, પાકિસ્તાનમાં રસ્તા પર ફરી-ફરીને આઇસ્ક્રીમ વેચી રહ્યા છે ‘ટ્રમ્પ’, વાયરલ વીડિયોએ અમેરિકામાં મચાવ્યો હોબાળો

ઈતિહાસ

સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાના ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન(ILO) કે જે શ્રમિકોના વૈશ્વિક સમૂહને નિયંત્રિત કરે છે, તેણે વર્ષ 2002માં બાળ મજૂરીના વિરોધમાં આ વૈશ્વિક દિવસની શરૂઆત કરી. બાળક બાળપણને માણી શકે તે માટે 5થી 17 વર્ષના બાળકોને યોગ્ય શિક્ષા, નૈદાનિક સુવિધાઓ, રમવા માટેનો સમય અને કેટલીક સ્વતંત્રતા આપે છે.

આ પણ વાંચો, આંચકો! 12 દિવસમાં 2 રૂપિયા સુધી મોંઘા થયા પેટ્રોલ-ડીઝલ, અનેક શહેરોમાં પેટ્રોલ 105ને પાર


મહત્વ

આંતરરાષ્ટ્રીય સ્તર પર બાળ મજૂરીના મુદ્દે જાગૃતતા લાવવા અને તેને નાબૂદ કરવા માટેનું સમાધાન લાવવા માટે 12 જૂનના રોજ બાળ મજૂરીના વિરોધમાં આ દિવસની ઊજવણી કરવામાં આવે છે. વિશ્વભરમાં બાળકોને બાળ મજૂરી માટે મજબૂર કરતા નકારાત્મક વિચારોને દૂર કરવા માટે બાળ મજૂરીના વિરોધમાં આ દિવસની ઊજવણી કરવામાં આવે છે. જે લોકો બાળ મજૂરીને નાબૂદ કરવા માટેના પ્રયાસ કરે છે, તેમને પ્રોત્સાહન આપવા માટે પણ આ દિવસની ઊજવણી કરવામાં આવે છે.
Published by:News18 Gujarati
First published:June 12, 2021, 12:08 IST

ટૉપ ન્યૂઝ