Home /News /national-international /

PM મોદીએ કોરોના રસીકરણ અભિયાનનો કરાવ્યો પ્રારંભ, કહ્યુ- 'અફવા પર ધ્યાન ન આપો, બે ડોઝ જરૂરી'

PM મોદીએ કોરોના રસીકરણ અભિયાનનો કરાવ્યો પ્રારંભ, કહ્યુ- 'અફવા પર ધ્યાન ન આપો, બે ડોઝ જરૂરી'

કોરોના રસી અભિયાનની શરૂઆત.

Corona vaccine program: પ્રથમ તબક્કામાં ત્રણ કરોડ લોકો અને બીજા તબક્કામાં 30 કરોડ લોકોને રસી આપવાનો ટાર્ગેટ.

  નવી દિલ્હી: દેશમાં આજથી (16 જાન્યુઆરીથી) દુનિયાના સૌથી મોટા કોરોના રસીકરણ (Corona vaccination) અભિયાનની શરૂઆત થઈ ગઈ છે.  વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સથી રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આ દિવસની દેશના લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તમામના મોઢા પર એક જ સવાલ હતો કે કોરોનાની વેક્સીન ક્યારે આવશે. ખૂબ ઓછા સમયમાં કોરોનાની વેક્સીન આવી ગઈ છે. આ પ્રસંગે હું વેક્સીન બનાવવા માટે રાત-દિવસ એક કરનારા વૈજ્ઞાનિકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે જ પીએમ મોદીએ લોકોને રસીકરણ દરમિયાન માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના તમામ નિયમોનું કડકાઈથી પાલન કરવાનો અનુરોધ કર્યો હતો. આ દરમિયાન પીએમ ભાવુક પણ થઈ ગયા હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે, કારોનામાં આપણા સેંકડો સાથી પરત ન આવી શક્યા.

  પીએમ મોદીનું સંબોધન:

  >> કોરોના વાયરસના બે ડોઝ લેવા જરૂરી છે. કોઈ એવી ભૂલ બિલકુલ ન કરે કે એક ડોઝ લઈને બીજો ડોઝ ન લે. આ ઉપરાંત બીજો ડોઝ લીધાના બે અઠવાડિયા બાદ વ્યક્તિના શરીરમાં એન્ટીબોડી બને છે. રસી લીધા બાદ પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું પડશે. બેદરકારી મુશ્કેલી ઊભી કરી શકે છે.

  આ પણ વાંચો: Corona Vaccine: નૉર્વેમાં કોરોનાની રસી આપ્યા બાદ 23 લોકોનાં મોત, તમામ વયસ્ક

  >> હું દેશના લોકોને અપીલ કરી છું કે જેવી રીતે કોરોનાની રસી આવ્યા સુધી ધીરજ રાખી છે તેવી જ ધીરજ રસી લાગી જાય ત્યાં સુધી જાળવી જાળવી રાખે.

  >> પ્રથમ તબક્કામાં સરકારી કે ખાનગી હેલ્થ વર્કર્સને રસી આપવામાં આવશે. પ્રથમ તબક્કામાં ત્રણ કરોડ લોકોને રસી આપવામાં આવશે. બીજા તબક્કામાં 30 કરોડ લોકોને રસી આપવાનો ટાર્ગેટ છે.  >> ભારતની બંને રસી વૈજ્ઞાનિકોની કસોટીમાંથી ખરી ઉતરી છે. આથી આ મામલે અફવા કે દુષ્પ્રચારથી દૂર રહો.

  >> ભારતની રસી વિદેશી રસીની સરખામણીમાં ખૂબ રસ્તી અને ઉપયોગ કરવામાં સરળ છે. વિદેશની અમુક રસીના એક ડોઝની કિંમત પાંચ હજાર રૂપિયા સુધી છે. આ ઉપરાંત તેને -70 ડિગ્રી તાપમાનમાં રાખવી પડે છે.

  >> કોરોનાની શરૂઆત વખતે દેશમાં માત્ર એક ટેસ્ટિંગ લેબ હતી. આજે 2,300થી વધારે લેબનું નેટવર્ક છે.

  ભાવુક થયા પીએમ: 

  ભાષણ દરમિયાન પીએમ મોદી ભાવુક થઈ ગયા હતા. પીએમ મોદીએ કહ્યું કે, આપણા સેંકડો સાથી પરત ન આવી શક્યા. કોરોનાએ દર્દીને એકલો પાડી દીધો હતો. અનેક માતાઓને તેના બાળકોથી અલગ રહેવું પડ્યું હતું. જનતા કર્ફ્યૂએ લોકોને લોકડાઉન માટે તૈયાર કરવામાં મદદ કરી હતી. આપણે દીવા સળગાવી અને થાળીઓ વગાડીને મનોબળ મજબૂત કર્યું હતું.  રસકરણ અભિયાનની સાથે સાથે: 

  >> કોવિશીલ્ડ વેક્સીન અને કોવેક્સીનની કિંમત ભારતમાં 200-295 રૂપિયા હશે. સરકારે અત્યારસુધી 1.6 કરોડ ડોઝની ખરીદી કરી છે. જેમાં કોવિશીલ્ડના અને કોવેક્સીનનો સમાવેશ થાય છે. શરૂઆતના ડોઝ હેલ્થ વર્કર્સને આપવામાં આવશે.

  >>સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને પત્ર લખીને કહ્યું છે કે કોરોના વેક્સીનનો ડોઝ ફક્ત 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને જ આપવામાં આવે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું છે કે, વેક્સીનને બદલવામાં નહીં આવે. એટલે કે બંને ડોઝ એક જ કંપનીના લાગશે.

  >> સ્વાસ્થ્ય મંત્રાલયે બંને રસી આપ્યા બાદ હળવી આડઅસર અંગે પણ માહિતી આપી છે. કોવિશિલ્ડનો ડોઝ આપ્યા બાદ ઇન્જેક્શન આપ્યું હોય તે જગ્યાએ દુઃખાવો થઈ શકે છે. આ ઉપરાંત માથું દુઃખી શકે છે અને થાક લાગી શકે છે.

  >> કોવેક્સીનના ડોઝ બાદ માથું દુઃખવું, તાવ આવવો, થાક લાગવો, પેટમાં દુઃખાવો અને ઉલટી થવાની ફરિયાદ ઉઠી શકે છે.

  આ પણ વાંચો: રસીકરણ પહેલા જ દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો, 24 કલાકમાં 15 હજાર નવા કેસ નોંધાયા

  >> પ્રેગ્નેન્ટ મહિલાઓ અને બાળકોને હાલ રસી નહીં આપવામાં આવે. કારણ કે વેક્સીનના કોઈ પણ તબક્કામાં મહિલાઓ અને બાળકો પર પરીક્ષણ નથી કરવામાં આવ્યું.

  >> રસીકરણનું અભિયાન જન ભાગીદારીના સિદ્ધાંત પર પ્રાથમિકતાના ધોરણે ચલાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના સ્વાસ્થ્ય કર્મચારીઓ અને આઈસીડીએસના કર્મચારીઓને રસી આપવામાં આવશે.

  >> સરકાર તરફથી કોવિડ-19 મહામારી, રસીકરણ અને તેના ડિજિટલ પ્લેટફોર્મ સંબંધિત સવાલોના જવાબ માટે 24 કલાક અને સાત દિવસ સંચાલિત કૉલ સેન્ટર અને હેલ્પલાઇન નંબર 1075 શરૂ કરવામાં આવ્યા છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Bharat Biotech, Corona vaccine, Coronavirus, COVAXIN, Covishield, Serum institute of india, પીએમ મોદી

  આગામી સમાચાર