Home /News /national-international /કોરોના રસી 'પૈસા'થી નહીં ખરીદી શકાય, જરૂરતમંદોને પ્રાથમિકતા આપવા જઈ રહી છે મોદી સરકાર

કોરોના રસી 'પૈસા'થી નહીં ખરીદી શકાય, જરૂરતમંદોને પ્રાથમિકતા આપવા જઈ રહી છે મોદી સરકાર

નાના વરાછાની શાળામાં એક સાથે કોરોના પોઝિટિવ આવેલા વિદ્યાર્થીઓમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા નહતા. પાલિકાની ટીમ દ્વારા શાળાઓમાં રેન્ડમ ટેસ્ટ કરવામાં આવે છે ત્યાંથી જ આ વિદ્યાર્થીઓ પોઝિટિવ મળ્યા હતા.

મોદી સરકાર આગામી સપ્તાહમાં પોતાની મહાત્વકાંક્ષી યોજનાને સામે લાવવા જઈ રહી છે જે અંતર્ગત પચાસ વર્ષથી ઉપરના ઉમંરના લોકોને રસી આપવાની શરૂઆત થઈ શકે છે.

બ્રજેશ કુમાર સિંહ, ગ્રૂપ કંસલ્ટિંગ એડિટર, નેટવર્ક 18 ગ્રૂપઃ આ પ્રશ્ન સતત પૂછવામાં આવી રહ્યો છે કે હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સ પછી સામાન્ય જનતાને ક્યારે કોરોના રસી આપવામાં આવશે. આ પ્રશ્ન ઉપરથી ઝડપથી પડદો ઉચકાઈ શકે છે. મોદી સરકાર આગામી સપ્તાહમાં પોતાની મહાત્વકાંક્ષી યોજનાને સામે લાવવા જઈ રહી છે જે અંતર્ગત પચાસ વર્ષથી ઉપરના ઉમંરના લોકોને રસી આપવાની શરૂઆત થઈ શકે છે. જેમના માટે કોરોના વધારે ખતરનાક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં પૈસાના દમ ઉપર રસી લઈને નિશ્ચિત થવા માંગે છે તેમને નિરાશા હાથ લાગી શકે છે.

ક્યારે લાગશે રસી? બધાના મનમાં છે આ પ્રશ્ન
કોરોનાથી બચવા માટે મોદી સરકારે જે રસી અભિયાન શરુ કર્યુ છે. તેને એક મહિનાથી વધારે સમય થઈ ગયો છે. આવી સ્થિતિ વચ્ચે એ વાત ઉપર સતત ચર્ચા થઈ રહી છે કે શું આ રસી બધાને ઉપલબ્ધ કરવામાં આવશે કે પછી જે લોકો રસી ખરીદવા માંગે છે તેમને જ ઉપલબ્ધ કરવામાં આવશે. પ્રશ્ન એ પણ કરવામાં આવી રહ્યો છે કે પ્રાઈવેટ સેક્ટરનો ઉપયોગ કરીને રસીકરણ અભિયાનને વધારે ગતિ કેમ આપવામાં ન આવે અથવા જે સંગઠન અથવા કંપનીઓ પોતાના કર્મચારીઓને રસી ખરીદીને લગાવવા માંગે છે તે આવું કરી શકશે? આવું કરવામાં ખોટું શું છે?

કોને લગાવવામાં આવશે રસી, લાખ રૂપિયાનો પ્રશ્ન
ઉલ્લેખનીય છે કે આ પ્રશ્નો ઉપર સોશિયલ મીડિયા ઉપર ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. લોકો ઉત્સુક છે કે તેમનો નંબર ક્યારે આવશે. એક સો ત્રીસ કરોડની વસ્તી ધરાવતા દેશમાં બધાને ફટાફટ રસી લગાવી શકાય એ સંભવ પણ નથી. પરંતુ અનેક લોકો એ સવાલ કરી રહ્યા છે કે સરકાર આ અભિયાનમાં ખાનગી ક્ષેત્રનો ઉપયોગ કેમ નથી કરી રહી. જેટલા મોંઢા એટલા સવાલો. પ્રશ્ન એ પણ છે કે નેતાઓ, મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યોને ક્યારે રસી આપવામાં આવશે. બધાથી મોટો પ્રશ્ન એ છે કે કયા આધારે લોકોને રસી આપવમાં આવશે અને કેવી રીતે નંબર આવશે.

હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સથી થઈ છે શરુઆત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી કેન્દ્ર સરકારે 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાનની શરુઆત કરી હતી. પ્રાથમિક્તામાં સૌથી પહેલા હેલ્થ વર્કર્સને રાખવામાં આવ્યા હતા. સ્વાભાવિક રીતે ડોક્ટરો, નર્સો અને એવા સ્વાસ્થ્ય કર્મીઓને રસીની સૌથી વધારે જરૂરત હતી જે છેલ્લા એક વર્ષથી કોરોનાના કેસ હેન્ડલ કરી રહ્યા છે. દિવસ-રાત પોતાના જીવની ચિંતા કર્યા વગર આ મહામારીથી ગ્રસ્ત દર્દીઓની સેવા કરી રહ્યા હતા, સારવાર કરી રહ્યા હતા. અને કોરોનાના કારણે લોકોના જીવ ન જાય તેવી કોશિશ કરી રહ્યા હતા. ત્યારબાદ 2 ફેબ્રુઆરીથી એવા ફ્રન્ટલાઈન વર્કર્સને રસી લગાવવાની શરુઆત કરવામાં આવી હતી જે કોરોના સામેની લડાઈમાં સ્વાસ્થ્ય કર્મીઓની સાથે ખભાથી ખભો મીલાવીને કામ કરી રહ્યા હતા. પછી ભલે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન હોય કે પછી માસ્કના ઉપયોગ અંગે લોકોને જાગૃત કરવાનું હોય કે પછી અવર-જવર નિયંત્રણ કરવાનું હોય. રાજ્ય સરકાર તરફથી એવા લોકોની ઓળખ કરવામાં આવી જેમાં પોલીસકર્મી અને હોમગાર્ડના જવાનોથી લઈને નગર નિગમ અને રાજસ્વ વિભાગના કર્મચારીઓ સુધીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે કોરોનાનો ફેલાવો ન થાય તે સુનિશ્ચિત કરવા અને રોકવા માટે તમામ ઉપાયો કરવામાં લાગ્યા હતા.

અત્યાર સુધી એક કરોડ પાંચ લાખ લોકોને લાગી ચૂકી છે રસી
કેન્દ્ર સરકારની નજર હેઠળ અને રાજ્ય સરકારના સહયોગથી અત્યાર સુધી રસીકરણ અભિયાન દેશના તમામ ભાગોમાં ચાલી રહ્યું છે. અભિયાન અંતર્ગત કાલ સાંજ સુધી એક કરોડ સત્તર લાખ ડોજ આપવામાં આવ્યા છે. એક કરોડ પાંચ લાખ લોકોને પહેલો ડોઝ અપાઈ ચૂક્યો છે. જ્યારે બાર હજાર લોકોને બીજો ડોઝ અપાઈ ચૂક્યો છે. નિયમ પ્રમાણે પહેલો ડોઝ આપ્યાના એક મહિના પછી બીજો ડોઝ આપી શકાય. આમ જે સ્વાસ્થ્ય કર્મીઓને 16 જાન્યુઆરીથી શરુ રસીકરણ અભિયાન અંતર્ગત સૌથી પહેલા રસી આપવામાં આવાી છે. હવે તેમને બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે.

ટૂંક સમયમાં પચાસ વર્ષથી વધારે ઉંમરના લોકોનો આવશે નંબર
પ્રશ્ન એ ઉઠાવવામાં આવી રહ્યો છે કે હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટ લાઈન વર્કર્સ પછી કોનો નંબર આવશે. જો સરકારના ઉચ્ચ પદસ્થ સૂત્રોની માનીએ તો હવે એ લોકોને રસીનો લાભ મળવાનું શરુ થશે જેમની ઉંમર પચાસ વર્ષથી વધારે છે. કેન્દ્ર સરકારના આંકડા પ્રમાણે દેશમાં પચાસ વર્ષથી વધારે ઉંમરા લોકોની સંખ્ય 26 કરોડની આસપાસ છે. આ લોકોને કોરોનાથી બચાવનારી રસીનો લાભ સૌથી પહેલા મળશે. આમાં પણ એ લોકોને પ્રાથમિક્તા આપવામાં આવશે જેમની ઉંમર 60 વર્ષથી વધારે છે. પ્રશ્ન એ થાય છે કે પચાસ વર્ષથી વધારે ઉંમરના લોકોને જ રસી કેમ? આ પ્રશ્નનો જવાબ પણ કોરોના સામે અત્યાર સુધી દુનિયામાં થયેલી લડાઈમાં છુપાયેલો છે. જેમાં જોવામાં આવ્યું છે કે કોરોના સૌથી વધારે એવા લોકો માટે સૌથી વધારે જીવલેણ સાબિત થયો છે જેમની ઉંમર પચાસ વર્ષથી વધારે છે. યુવાનો અને બાળકો ઉપર આની અસર ઓછી થઈ છે. જો યુવાનો સંક્રમિત થયા છે તો મોટાભાગના કિસ્સાઓમાં તેઓ કોરોનાને મ્હાત આપવાાં સફળ રહ્યા છે.

સરકારની પ્રાથમિક્તામાં એવા લોકો છે જેમની ઉંમર પચાસ વર્ષથી ઓછી છે. પરંતુ તેઓ કોમોરબિડિટીના શિકાર છે. એ પણ જોવામાં આવ્યું છે કે જે લોકોને બ્લ્ડસુગર કે પછી હાર્ટ કે કિડનીની ગંભીર બિમારી છે તેમના માટે કોરોનાની મહામારી જીવલેણ સાબિત થઈ છે. દેશમાં આ પ્રકારના ગંભીર લક્ષણોવાળા પચાસ વર્ષથી ઓછી ઉંમરના લોકોની સંખ્યા એક કરોડની આસપાસ છે. આવા લોકોને પણ રસીકરણના નવા ચરણમાં જગ્યા મળી શકે છે. તેમને રસી લગાવવામાં આવશે જેથી કરીને તેમના જીવ ઉપર કોઈ ખતરો ન થાય.

ખાનગી ક્ષેત્રની લેવાઈ રહી છે મદદ
દેશમાં અનેક લોકોના મનમાં ભ્રમ છે કે રસીકરણના આ અભિયાનમાં ખાનગી ક્ષેત્રની મદદ નથી લેવાઈ રહી. પરંતુ અત્યાર સુધીના આંકડા આનાથી ઉલટા છે. અત્યાર સુધી જે દસ હજાર હોસ્પિટલો અને તેમાં કામ કરી રહેલા સ્વાસ્થ્યકર્મીઓની મદદ રસીકરણ માટે લેવાી છે તેમાંથી બે હજાર હોસ્પિટલ પ્રાઈવેટ સેક્ટરની છે. પ્રાઈવેટ સેક્ટરની આ હોસ્પિટલોના ડોક્ટરો અને બીજા સ્વાસ્થ્ય કર્મીઓને પણ પહેલા ચરણમાં જ રસી લગાવવામાં આવી છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો વચ્ચે કોઈ ફર્ક રાખવામાં આવ્યો નથી. આગળ ચાલનારા અભિયાનમાં પણ ખાનગી ક્ષેત્રની મદદ લેવાશે. હવે આગામી છ મહિનાઓમાં આશરે 27 કરોડ લોકોને રસી લગાવવામાં આવેશે.

સક્ષમ નહીં, જરૂરત છે ટીકાકરણનો આધાર
દેશમાં અનેક કંપનીઓ અને સંગઠનોએ પોતાના કર્મચારીઓ અને સભ્યોને નવી વેક્સીનની શોધ થતાં જ રસી લગાવવાની યોજના બનાવી હતી. પરંતુ હાજર જોગવાઈઓ અંતર્ગત આવું નહીં કરી શકે. મોદી સરકારની સ્પષ્ટ વિચાર છે કે રસીકરણનો લાભ એમને આપવામાં આવશે જેમને સૌથી વધારે જરૂર છે. એમને નહીં જે લોકો ખરીદીને લગાવવામાં સક્ષમ હોય. આ પાછળનો વિચાર પૈસાનો જોર ઉપર અમિર અને સક્ષમ લોકો પહેલા રસી લગાવી લે અને ગરીબ પાછળ રહી જાય. આવું ન થઈ શકે. આ જ કારણ છે કે સરકારે વેક્સીનના ખુલ્લી રીતે વેચાણની મંજૂરી આપી નથી.

દુનિયામાં ક્યાં નથી થઈ રહ્યું વેક્સીનનું ખુલ્લું વેચાણ
એવું નથી કે માત્ર ભારતમાં જ કોરોના વેક્સીનના બજારમાં વેચાણ ઉપર પ્રતિબંધ છે. દુનિયાના બધા દેશોમાં આવું જ થઈ રહ્યું છે. ભારતની જેમ દુનિયાના બધા દેશોમાં આ વેક્સીનનું ઓપન માર્કેટ એક્સેસ નથી. પરંતુ ઈમર્જન્સી યુઝ ઓથોરાઈજેશન અંતર્ગત રસી આપવામાં આવી રહી છે. કોરોનાની ભયાનકતા જોતા સ્ટેજ થ્રી ટ્રાયલના ઇફિકેસી ડાટાની રાહ જોયા વગર દુનિયાની તમામ સરકારોએ આના ઉપયોગની મંજૂરી આપી દીધી છે. એટલા માટે આને ઇમર્જન્સી યુઝ ઓથોરાઇજેશન કહેવામાં આવે છે. જ્યારે તમે કોઈ વેક્સીનનો ડોઝ ઇમર્જન્સી યુઝ ઓથોરાઈજેશન અંતર્ગત આપો છો તો આનું ઓપન માર્કેટ એક્સેસ આપવામાં આવતું નથી. અર્થ એવો નથી કે વેક્સીન સેફ નથી. કોઈ વેક્સીન સેફ છે કે નથી તેની જાણ પરીક્ષણ ફેઝ 2 ટ્રાયલ દરમિયાન જ થઈ જાય છે. ફેઝ 3 ટ્રાયલ અંતર્ગત અસરકારતાનું વિસ્તૃત અધ્યયન કરવામાં આવે છે. જે ફેસ 2માં સંભવન નથી. પરંતુ કોરોનાની ભયાનકતા જોઈને તમામ દેશોની સકરારોએ કોવિડ વેક્સીનના ઉપયોગની મંજૂરી ઈમર્જન્સી યુઝ ઓથોરાઈજેશન અંતર્ગત આપી છે. જેથી જે લોકોને જીવલેણ અસરની આશંકા વધારે છે તેમના જીવનને સુરક્ષિત કરવામાં આવી શકે. આને ધ્યાનમાં રાખીને જ ભારતમાં ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ સીરમ ઇન્સ્ટીટ્યૂટ અને ભારત બાયોટેકની તરફથી બનાવેલી રસીને ઉપયોગમાં લેવાની મંજૂરી આપી છે.

જરૂરતમંદોને સૌથી પહેલા રસીનો લાભ મળશે, આ માટે પણ નિયંત્રણ
ઇમર્જન્સી યુઝ ઓથોરાઇજેશનના નિમય સાથે જ સરકાર એ પણ સુનિશ્ચિત કરવા માંગે છે કે વેક્સીનનો લાભ સૌથી પહેલા એવા લોકોને મળશે જેમને વધારે જરૂર છે. પ્રોડક્શનના પડકાર વચ્ચે આનું ખુલ્લા બજારમાં વેચાણ કરવા ઉપર માત્ર રસીનું બ્લેક માર્કેટિંગ અને હોર્ડિંગ કરી નફાખોરી કરવાનો ખતરો વધી જાય છે. પરંતુ જરૂરતમંદોની જગ્યાએ સક્ષમ લોકો આનો ફાયદો ઉઠાવી લેત. જો કે, આ મોદી સરકારને મંજૂર ન હતું. એટલા માટે વેક્સીનને નિયંત્રણમાં રાખી અને રાજ્ય સરકારોની દેખરેખ હેઠળ આને જરૂરતમંદોને આપવાનો નિર્ણય કર્યો છે

સરકાર પાસે છે માસ વેક્સીનેશનની વ્યવસ્થા
પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે કે શું સરકાર ઝડપથી રસીકરણના લક્ષ્યને હાંસલ કરી શકશે. શું સરકાર પાસે આટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા ટ્રેન્ડ મેનપાવર છે. જો સરકારના ઉચ્ચ પદસ્થ સૂત્રોની માનીએ તો આ લક્ષ્ય હાંસલ કરવામાં કોઈ તકલિફ નહીં આવે. સરકારના આ આત્મવિશ્વાસનું ખાસ કારણ પણ છે. જોકે, મોટાભાગના લોકોને આ ધ્યાનમાં આવતું નથી કે દર વર્ષે આશરે આઠ કરોડ લોકોને સરકારી સંસાધનો થકી જ રસી લગાવવામાં આવે છે. જેમાં બાળકોથી લઈને ગર્ભવતી મહિલાઓ સુધીનો સમાવેશ થાય ચે. પલ્પ પોલિયોથી લઈને ઇન્દ્રધનુષ અભિયાન સુધી દર વર્ષે દેશમાં આશરે અડધી વસ્તી જેટલી સંખ્યા રસીકરણ અભિયાનનો ભાગ બને છે. આમ વર્ષ દર વર્ષ આ પ્રકારના રસીકરણનો અનુભવ સરકાર પાસે છે. આ ઉપરાંત સરકારી અને ખાનગી ક્ષેત્રોમાં કુલ મળીને આશરે નવું લાખ હેલ્થ વર્કર છે. આ બધાના સહયોગથી 2021ના વર્ષમાં એ તમામ લોકોને કોરોનાથી બચવાની રસી લગાવવામાં આવશે જેમને આ મહામારીથી નુકસાન પહોંચવાનો ખતરો સૌતી વધારે છે. જો આવું થાય છે તો બાકી યુવા વસ્તી માટે પડકારો ઓછા હશે. એક તરફ સંક્રમણી શક્યતાવાળા લોકોની સંખ્યા ઓછી થઈ જશે. બીજી તરફ હર્ડ કમ્યુનિટી પણ સંપૂર્ણપણે વિકસિત થઈ જશે. અને કોરોનાની સ્થિતિ એવી થઈ જશે જેવી અન્ય પ્રકારના ઇફ્લુએન્જા તાવની થાય છે.

પીએમ મોદી પણ હવે લગાવડાવશે રસી
આગામી છ-સાત મહિનાઓમાં જે આશરે 28 કરોડ લોકોને રસી લાગવાની છે. જેમાં એ તમામ નેતા, મંત્રી અને સાંસદ-ધારાસભ્યો પણ આવશે. જેમની ઉંમર પચાવ વર્ષથી વધારે છે. આવી સ્થિતિમાં પીએમ મોદી પણ રસી લગાવડાવશે. જેના વિશે વિપક્ષી નેતાઓ છાસવારે પ્રશ્ન કરે છે કે જો આ એટલી જ સુરક્ષિત હોય તો પીએમ મોદી ખુદ કેમ વેક્સીન નથી લઈ રહ્યા. ઉલ્લેખનીય છે કે સામાન્ય જનતાની સાથે સીધો સંવાદ અને તેમની નસ પકડવાના મામલામાં પોતાની કાબિલિયત પર જ આખી દુનિયાને મનાવી ચૂકેલા મોદી આ વેક્સીનેશન ડ્રાઈવમાં પણ મોટો સંદેશો આપી રહ્યા છે. તેમની અને તેમની સરકાર માટે સામાન્ય જનતા અને જરૂરતમંદ લોકો જ વધારે મહત્વપૂર્ણ છે. ન કે મોટા માણસો અને વીઆઈપી. જે પહેલાની સરકારોમાં હંમેશા પોતાના પ્રભાવોનો ઉપયોગ કરીને પ્રાથમિક્તા મેળવી રહ્યા છે. મોદી કોરોના સામેની લડાઈને લઈને દેશ અને દુનિયામાં પહેલાથી જ મોટી શોહરત હાંસલ કરી ચૂક્યા છે. વેક્સીનેશનનું આ મોડલ તેમની નેતૃત્વ ક્ષમતા અને પ્રશાસનિક નીતિમાં વધારે ચાર ચાંદ લગાવશે.
First published:

Tags: Corona Vaccination, પીએમ મોદી

विज्ञापन