મુખ્યમંત્રીઓ સાથે 6 કલાકે બેઠક પૂર્ણ, PM મોદીએ કહ્યું - '17મે બાદ પણ લોકડાઉન વધારવું પડશે'

News18 Gujarati
Updated: May 12, 2020, 12:17 AM IST
મુખ્યમંત્રીઓ સાથે 6 કલાકે બેઠક પૂર્ણ, PM મોદીએ કહ્યું - '17મે બાદ પણ લોકડાઉન વધારવું પડશે'
પીએમ મોદીએ કહ્યું કે, રાજ્યોએ દેશની અર્થવ્યવસ્થા પટરી પર લાવવા માટે સાથ આપવો પડશે. આપણે તેના માટે સાથે મળીને કામ કરીશું.

પીએમ મોદીએ કહ્યું કે, રાજ્યોએ દેશની અર્થવ્યવસ્થા પટરી પર લાવવા માટે સાથ આપવો પડશે. આપણે તેના માટે સાથે મળીને કામ કરીશું.

  • Share this:
નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19ના સંક્રમણને ફેલાવવાથી રોકવા માટે લોકડાઉનમાંથી તબક્કાવાર બહાર નીકળવા અને આર્થિક ગતિવિધિઓ શરૂ કરવાના ઉપાયોને લઈ મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી. લગભગ 6 કલાક ચાલેલી આ બેઠકમાં કહેવામાં આવ્યું કે, કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે 17મે બાદ પણ લોકડાઉન ચાલુ રાખવું પડશે. આ બેઠકમાં પીએમ મોદીએ આર્થિક ગતિવિધિઓને વધારવા પર પણ જોર આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, દેશની અર્થવ્યવસ્થાને લઈ પણ કોઈ આઈડીયા-સલાહ હોય તો આપો.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, જે લોકો જ્યાં હોય ત્યાં જ રહો અને રાજ્ય કોરોના વાયરસને ખતમ કરી રહ્યા છે, તે ચાલુ રાખે. પીએમ મોદીએ કહ્યું કે, રાજ્યોએ દેશની અર્થવ્યવસ્થા પટરી પર લાવવા માટે સાથ આપવો પડશે. આપણે તેના માટે સાથે મળીને કામ કરીશું. હવે અર્થવ્યવસ્થાને ખોલવા પર કામ કરવાનું છે અને તેના પર ધ્યાન આપવું પડશે.

પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રીઓને કહ્યું, જ્યાં પણ આપણે સામાજિકડિસ્ટન્સના નિયમોનું પાલન નથી કર્યું, ત્યાં સમસ્યા વધી ગઈ. તેમણે કહ્યું કે, આપણી કોશિસ એ પણ રહેવી જોઈએ કે, કોવિડ-19 ગામડાઓ સુધી ન પહોંચે. શહેરી વિસ્તારોમાંથી ગામડા તરફ શ્રમિકોનું પલાયન અને મજદુરોની ઘર વાપસીના કારણે આર્થિક ગતિવિધિઓને પહોંચી રહી સમસ્યાઓ પર પણ આ બેઠકમાં ચર્ચા થઈ.

કોવિડ-19નો ખતરો ઓછો કરવા માટે રાજ્યોની મહત્વની ભૂમિકા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું કે, પૂરી દુનિયા માને છે કે, ભારત ખુદ કોવિડ-19ને સફળતાપૂર્વક સુરક્ષિત રાખી શક્યું છે, જેમાં રાજ્યોની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. તેમણે વિભિન્ન રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સંવાદમાં કહ્યું કે, આગળ ભવિષ્યમાં આવનારા પડકારોને લઈ સંતુલિત રણનીતિ બનાવવી પડશે અને તે લાગુ કરવી પડશે.

મોદીએ મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીતમાં કહ્યું કે, આજે તમે જે સૂચનો આપો છો, તેના આધાર પર અમે આગળની દિશા નક્કી કરી શકીશું.પાંચમી વખત મુખ્યમંત્રીઓ સાથે વાતચીત

કોરોના સંકટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાંચમી વખત મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી.

મુખ્યમંત્રીઓ સાથે સંવાદ દરમિયાન પ્રધાનમંત્રીઓ સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સિતારમણ અને સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન પણ હાજર રહ્યા.

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાઈએસ જગમોહન રેડ્ડી, પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહ, બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત મોટાભાગના બધા મુખ્યમંત્રી આ બેઠકમાં હાજર રહ્યા.

ઉલ્લેખનીય છે કે, રવિવારે કેબિનેટ સચિવ રાજીવ ગૌબા સાથે બેઠક દરમિયાન રાજ્યોના મુખ્ય સચિવોએ તેમને જણાવ્યું કે, કોવિડ-19થી સુરક્ષા જરૂરી છે, પરંતુ સાથે જ આર્થિક ગતિવિધિઓને પણ તબક્કાવાર રીતે શરૂ કરવાની જરૂરત છે.

 
First published: May 11, 2020, 11:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading