Home /News /national-international /ઝાડ સાથે બાંધી યુવકને ઢોર માર મારવામાં આવ્યો જ્યાં સુધી તે મરી ન ગયો, બાંધેલી હાલતમાં લાશ મળી
ઝાડ સાથે બાંધી યુવકને ઢોર માર મારવામાં આવ્યો જ્યાં સુધી તે મરી ન ગયો, બાંધેલી હાલતમાં લાશ મળી
લટકતી હાલતમાં લાશ મળી
તમિલનાડુના ત્રિચીમાં લોકોએ એક યુવકને ચોર સમજીને મારી નાખ્યો. લોકોએ પહેલા યુવકને ઝાડ સાથે બાંધ્યો અને તેને નિર્દયતાપૂર્વક મારમારવામાં આવ્યો એ પણ ત્યાં જ્યાં સુધી તેનો જીવ ન ગયો. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી કેસ નોંધીને મામલાની તપાસ શરૂ કરી હતી.યુવાનને માર મારવાની ઘટના શનિવારે સવારે બની હતી. આ સમગ્ર મામલો મદુરાઈ હાઈવે પર મણિગંદમ સ્થિત ત્રિચી-આશાપુરા આરા મિલનો છે.
તમિલનાડુના ત્રિચીમાં લોકોએ એક યુવકને ચોર સમજીને મારી નાખ્યો. લોકોએ પહેલા યુવકને ઝાડ સાથે બાંધ્યો અને તેને નિર્દયતાપૂર્વક મારમારવામાં આવ્યો એ પણ ત્યાં જ્યાં સુધી તેનો જીવ ન ગયો. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી કેસ નોંધીને મામલાની તપાસ શરૂ કરી હતી.યુવાનને માર મારવાની ઘટના શનિવારે સવારે બની હતી. આ સમગ્ર મામલો મદુરાઈ હાઈવે પર મણિગંદમ સ્થિત ત્રિચી-આશાપુરા આરા મિલનો છે.
પોલીસે જણાવ્યું કે આશાપુરા આરા મિલમાં ઘણા રાજ્યોના લોકો કામ કરે છે. આ મિલમાં નાઈજીરીયા અને મ્યાનમારમાંથી હાઈ ક્વોલિટીના લાકડાનો ઉપયોગ ફર્નિચર અને અન્ય ઘરવપરાશની વસ્તુઓ બનાવવા માટે થાય છે. જ્યાં સુધી યુવક મરી ના ગયો ત્યાં સુધી તેને માર મારવામાં આવ્યો, તેની લાશ ઝાડ સાથે બાંધેલી મળી.
મિલમાં કામ કરતા ત્રણ યુવકોએ થુવાકુડીના રહેવાસી ચક્રવર્તીને શનિવારે સવારે આરા મિલમાં પ્રવેશતા જોયા હતા. ત્રણેય તેને ચોર સમજીને પકડીને મિલની બહાર એક ઝાડ સાથે બાંધી દીધો. આસામના આ ત્રણ યુવકો વચ્ચે દોરડાથી બાંધેલા ચક્રવર્તીને ઢોર માર મારવામાં આવ્યો હતો.
યુવકને બેરહેમીથી માર મારવામાં આવ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે યુવક ઝાડ સાથે બાંધેલો જોવા મળ્યો હતો પરંતુ તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પોસ્ટ મોર્ટમ હાઉસ મોકલી આપવામાં આવ્યો હતો.
પ્રાઈવેટ પાર્ટથી લઈને આખા શરીરમાં ઈજાઓ
પોલીસના જણાવ્યા અનુસાર ચક્રવર્તીના શરીર પર ગંભીર ઈજાના નિશાન જોવા મળ્યા હતા. ચક્રવર્તીના ગરદન, છાતી, જમણા હાથ, જમણી કોણી, જમણા ઘૂંટણ સહિતના પ્રાઈવેટ પાર્ટમાં પણ ઈજા થઈ હતી. જ્યાં સુધી તે મરી ગયો ત્યાં સુધી તેને નિર્દયતાથી મારવામાં આવ્યો. ઝાડ સાથે બંધાયેલ તેની લાશને ખોલ્યા બાદ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી.
મિલ માલિક સહિત 3 સામે હત્યાનો ગુનો નોંધ્યો
પોલીસે આસામના ફૈઝલ શેખ, મફજુલ હક અને આરો મિલના માલિક ધીરેન્દર વિરુદ્ધ આઈપીસીની કલમ 302 હેઠળ કેસ નોંધ્યો છે. હાલ ત્રણેય આરોપીઓ ફરાર હોવાનું કહેવાય છે. પોલીસ તેમને શોધી રહી છે
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર