રામ મંદિરના ગર્ભગૃહનું 40% કામ પૂરુ, જાણો કઈ વૈજ્ઞાનિક વિધિથી થઈ રહ્યું છે નિર્માણ
રામ મંદિરનું 40 ટકા કામ પૂર્ણ થયું છે.
પ્રભુ શ્રીરામની નગરી અયોધ્યામાં રામલલાના જન્મસ્થળ પર રામ મંદિરનું નિર્માણ કાર્ય ખૂબ જ સ્પીડથી ચાલી રહ્યું છે. રામલલાના ગર્ભગૃહના નિર્માણનું 40 ટકા કામ અત્યાર સુધી પુરુ થઈ ગયું છે. ગર્ભગૃહના નિર્માણમાં કોતરવામાં આવેલા પથ્થરોને એક પછી એક સાત જગ્યાએ લગાવી દેવામાં આવ્યો છે. મંદિર નિર્માણની પ્રગતિ પર સંતોષ જાહેર કરતા ટ્રસ્ટના જનરલ સેક્રેટરી મહાસચિત ચંપત રાયે કહ્યું કે પથ્થરોથી બનાવવામાં આવી રહેલા મંદિરનું સંપૂર્ણ કાર્ય એક સાથે કરવામાં આવી રહ્યું છે.
અયોધ્યાઃ પ્રભુ શ્રીરામની નગરી અયોધ્યામાં રામલલાના જન્મસ્થળ પર રામ મંદિરનું નિર્માણ કાર્ય ખૂબ જ સ્પીડથી ચાલી રહ્યું છે. રામલલાના ગર્ભગૃહના નિર્માણનું 40 ટકા કામ અત્યાર સુધી પુરુ થઈ ગયું છે. ગર્ભગૃહના નિર્માણમાં કોતરવામાં આવેલા પથ્થરોને એક પછી એક સાત જગ્યાએ લગાવી દેવામાં આવ્યો છે. મંદિર નિર્માણની પ્રગતિ પર સંતોષ જાહેર કરતા ટ્રસ્ટના જનરલ સેક્રેટરી મહાસચિત ચંપત રાયે કહ્યું કે પથ્થરોથી બનાવવામાં આવી રહેલા મંદિરનું સંપૂર્ણ કાર્ય એક સાથે કરવામાં આવી રહ્યું છે.
એક્સપર્ટની દેખરેખ હેઠળ ચાલી રહ્યું કાર્ય
મંદિરના પ્રથમ તળથી લઈને પ્રવેશ દ્વારા અને ત્યાંથી સિંહ મંડપ સુધીનું ગર્ભગૃહનું નિર્માણ એક સાથે કરવામાં આવશે. સૂત્રોનું માનીએ તો તે પછી 166 સ્તંભોનું નિર્માણ કાર્ય શરૂ થશે. જેને લઈને ગર્ભગૃહ સહિત સમગ્ર મંદિરના પ્રથમ તળનું નિર્માણ કાર્ય બારીકાઈથી કરાવવામાં આવી રહ્યું છે. મંદિર લાંબા સમય સુધી સારું રહે તે માટે તેને વૈજ્ઞાનિક પદ્ધતિથી બનાવવામાં આવી રહ્યું છે. જેને માટે એ જરૂરી છે કે મંદિરના દરેક લેયરનું કામ યોગ્ય રીતે થાય. તેમાં 1 મિલીમીટરનું પણ અંતર ન હોય તે જરૂરી છે. તેના પગલે મંદિર નિર્માણનું કાર્ય એક્સપર્ટની દેખરેખ હેઠળ ચાલી રહ્યું છે.
ડિસેમ્બર 2023 સુધીમાં થઈ જશે તૈયાર
રામ જન્મભૂમિમાં રામલલાનું મંદિર ડિસેમ્બર 2023 સુધીમાં બનીને તૈયાર થવાનું છે. મંદિરના પ્રથમ તળનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. જેના માટે એલએન્ડટી અને ટાટાના એન્જિનિયર 24 કલાક કાર્ય કરી રહ્યું છે. મંદિર નિર્માણના તળ પર પૂર્વ અને પશ્ચિમ દિશામાં લંબાઈ 380 ફુટ છે. ભૂતળ પર ઉત્તર દક્ષિણ દિશોમાં પહોંળાઈ 250 ફુટ છે. જેમાં બલુઆ પથ્થરના 166 સ્તંભ, પ્રથમ તળમાં 144 અને બીજી તળમાં 82 સ્તંભ બનાવવામાં આવશે એટલે કે મંદિરમાં કુલ 392 સ્તંભ હશે.
પ્રત્યેક માળની સપાટીમાં 1 મિલીમીટરનું પણ અંતર નહિ
શ્રીરામ જન્મ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે પથ્થરથી બનાવવામાં આવી રહેલા મંદિરનું સંપૂર્ણ કામ એક સાથે કરવામાં આવી રહ્યું છે. પથ્થરથી બનાવવામાં આવી રહેલા મંદિરનું નિર્માણ કાર્ય ટુકડામાં કરવામાં આવશે નહિ. તેના પગલે હાલ મંદિરના પ્રત્યેક માળાનું નિર્માણ કાર્ય એક સાથે ચાલી રહ્યું છે. જેમાં પ્રમુખ રીતે ગર્ભગૃહની સાથે પ્રવેશદ્વાર, રંગ મંડપ બનાવવામાં આવી રહ્યો છે. પ્રથમ તળના નિર્માણ પછી તેની તપાસ કરવામાં આવશે.
Published by:Vrushank Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર