Home /News /national-international /શું ખતમ થઈ ગયા વર્ક ફ્રોમ ઓફિસના દિવસો? ઉંચા પગારમાં પણ કર્મચારીઓ ઓફિસ આવવા તૈયાર નથી, કહ્યું- WFH નથી તો નોકરી નથી
શું ખતમ થઈ ગયા વર્ક ફ્રોમ ઓફિસના દિવસો? ઉંચા પગારમાં પણ કર્મચારીઓ ઓફિસ આવવા તૈયાર નથી, કહ્યું- WFH નથી તો નોકરી નથી
ઉંચા પગારે પણ કર્મચારીઓ ઓફિસ આવવા તૈયાર નથી
Work From Home : ફ્લેક્સિબલ શેડ્યૂલ, ઘરે આવન-જાવનમાં સમય અને પૈસાની બચત અને તણાવમુક્ત વાતાવરણને કારણે વર્ક ફ્રોમ હોમ કલ્ચર લોકપ્રિય બન્યું છે. સ્થિતિ એવી છે કે હવે કર્મચારીઓ ઓફિસે પાછા આવવા તૈયાર નથી.
નવી દિલ્હી: કોરોના (Covid-19) મહામારીમાં શરૂ થયેલ વર્ક ફ્રોમ હોમ (Work From Home) કલ્ચર કર્મચારીઓને એટલો આનંદદાયક છે કે, વધુ પગાર મળવા છતાં તેઓ કામ પર આવવા તૈયાર નથી. જે કંપનીઓએ વર્ક ફ્રોમ ઓફિસનો (Work From Office) કડક અમલ કર્યો છે તેમાં રાજીનામામાં વધારો થયો છે. ભારત હોય કે અમેરિકા, ઘરેથી કામ હવે સામાન્ય બની ગયું છે. અમેરિકાની હાલત એવી છે કે, ત્યાં હવે નિષ્ણાતો માની રહ્યા છે કે, ઓફિસમાંથી કામ કરવાના દિવસો પૂરા થઈ ગયા છે. કર્મચારીઓને ઓફિસમાં બોલાવીને અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરાવવું એ અઘરું કામ બની ગયું છે.
મનીકંટ્રોલના રિપોર્ટ અનુસાર, જોબ સાઈટ ઈન્ડીડ (Job Website Indeed) ઈકોનોમિસ્ટ નિક બંકરે સીએનબીસીને જણાવ્યું કે, કર્મચારીઓ ઘરેથી કામ કરવાનું પસંદ કરે છે. એવા ઘણા કર્મચારીઓ છે જેમણે હવે નક્કી કર્યું છે કે તેઓએ ફક્ત ઘરેથી કામ કરવાનું છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સંશોધક નિકોલસ બ્લૂમનું કહેવું છે કે, 2019માં ઘરેથી કામ કરતા કર્મચારીઓની સંખ્યા યુ.એસ.માં કુલ કર્મચારીઓના 5 ટકા હતી. કોરોનામાં આ આંકડો 60 ટકા પર પહોંચી ગયો છે. હવે આ સંખ્યા 27 ટકા છે.
બ્લૂમે કહ્યું કે, ફ્લેક્સિબલ શિડ્યૂલ, મુસાફરીમાં સમય અને નાણાંની બચત અને ઘરના તણાવમુક્ત વાતાવરણને કારણે વર્ક ફ્રોમ હોમ કલ્ચર લોકપ્રિય બન્યું છે. જ્યારે એમેઝોન અને સ્ટારબક્સ જેવી કંપનીઓએ કામ પર આવવાનો કડક અમલ કર્યો, ત્યારે અચાનક આ કંપનીઓમાં રાજીનામાનો પૂર આવ્યું હતું. ટ્વિટરે તાજેતરમાં તેની સિએટલ ઓફિસ પણ બંધ કરી દીધી હતી અને કર્મચારીઓને ઘરેથી કામ કરવા કહ્યું હતું. આ અગાઉ, કંપનીએ અઠવાડિયામાં 40 કલાક ઓફિસમાં આવવું અને કામ કરવું ફરજિયાત બનાવ્યું હતું.
વલણ કેમ વધી રહ્યું છે
ZipRecruiterના મુખ્ય અર્થશાસ્ત્રી જુલિયા પોલેક કહે છે કે, ઘરેથી કામ કરવાથી કંપનીઓ માટે બે ફાયદા છે. જ્યારે WFH એ કર્મચારીઓને જાળવી રાખવામાં મદદ કરી છે, ત્યારે તેણે પ્રતિભાશાળી કર્મચારીઓને નોકરી પર રાખવાની વધુ તકો પણ પૂરી પાડી છે. ઘરેથી કામ કરવાને કારણે કર્મચારી દુનિયાના કોઈપણ ભાગમાં બેસીને પણ કામ કરી શકે છે. આના કારણે દેશોની સીમાઓ ગૌણ બની ગઈ છે અને કંપનીઓને મોટા સ્તરના ટેલેન્ટ પૂલ સુધી પહોંચવાની તક મળી છે.
ઓછા પૈસામાં પણ કામ કરવા તૈયાર
યુ.એસ.માં ઝિપ રિક્રુટર દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે, જો કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી આપવામાં આવે તો તેઓ 14 ટકા ઓછા પગારમાં કામ કરવા તૈયાર છે. એટલું જ નહીં, જે કર્મચારીઓના નાના બાળકો છે તેઓ 20 ટકા ઓછા પગાર પર પણ કામ કરવા તૈયાર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર