વર્ક ફ્રોમ હોમથી મજબૂત થઈ રહ્યા છે પારિવારિક સંબંધો : સર્વે

News18 Gujarati
Updated: June 16, 2020, 6:35 PM IST
વર્ક ફ્રોમ હોમથી મજબૂત થઈ રહ્યા છે પારિવારિક સંબંધો : સર્વે
વર્ક ફ્રોમ હોમથી મજબૂત થઈ રહ્યા છે પારિવારિક સંબંધો : સર્વે

સર્વે મુજબ પ્રોફેશનલ પોતાના ઘરે રહીને પરિવાર સાથે વધુ સમય વિતાવી રહ્યા છે

  • Share this:
(પીવી રમન્ના કુમાર)

હૈદરાબાદ : તેલંગાણા ટેક્નોલોજી એસોસિએશનના (Telangana Information Technology Association-TITA) સર્વેમાં સામે આવ્યું છે કે આઈટી પ્રોફેસનલને વર્ક ફ્રોમ હોમ (Work form Home)આપવાથી તેમના પારિવારિક સબંધ મજબૂત થયા છે. સર્વે મુજબ પ્રોફેશનલ પોતાના ઘરે રહીને પરિવાર સાથે વધુ સમય વિતાવી રહ્યા છે. પહેલા કામ સિવાય કામ પર આવવા જવામાં જ 2 થી 3 કલાક બર્બાદ થઈ જતા હતા.

ટીઆઈટીએના ગ્લોબલ પ્રેસિડેન્ટ સંદીપ કુમાર મકઠલાએ કહ્યું હતું કે એક મહિના સુધી કરવામાં આવેલા સર્વે માટે 150 પ્રોજેક્ટ્સમાં 500નું સેમ્પલ સાઈઝ રાખવામાં આવ્યું હતું અને તેનો લક્ષ્ય એ જાણવાનો હતો કે વર્ક ફ્રોમ હોમને કેવી રીતે લાગુ કરવામાં આવે અને તેને વધારવાને લઈને અને અન્ય ચીજો પર શું વિચાર છે.

82 ટકાએ કહ્યું- વર્ક ફ્રોમ હોમ કરવાથી મળશે ખુશી

સંદીપે જણાવ્યું હતું કે 14 પોઈન્ટની પ્રશ્નાવલી, વ્યક્તિગત રુપથી અને ઓનલાઈન આપી હતી. 90 ટકા કંપનીઓએ લૉકડાઉન પછી વર્ક ફ્રોમ હોમને વધાર્યું છે. લગભગ 82 ટકા લોકોએ કહ્યુ કે જો વર્ક ફ્રોમ હોમની સુવિધા આગળ વધારવામાં આવે તો તેને પસંદ કરશે.

આ પણ વાંચો - સુશાંતની આત્મહત્યાથી તૂટી ગયો છે ધોની, ‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’ના ડાયરેક્ટર નીરજ પાંડેએ ફોન પર કરી વાતમજબૂત થયા સંબંધ

સંદીપે કહ્યું કે નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ એડ ન્યૂરો-સાયન્સના અધ્યયન માટે એક પ્રમુખ ચિકિત્સા સંસ્થાન છે. NIMHANSએ સંશોધન કરીને તારણ કાઢ્યું કે આઈટી સેક્ટરના પ્રોફેશનલના જીવનમાં છૂટાછેડા અને ઝગડા જેવી સમસ્યાઓ વઘુ બનતી હોય છે. વર્ક ફ્રોમે આ પ્રકારના ઘણા મુદ્દાને સરખા કરવાનો સમય આપ્યો છે. આ સિવાય, તેમણે કહ્યુ કે સર્વેક્ષણમાં સામેલ લોકોમાંથી 89 ટકાના પતિ-પત્ની અને પરિવારના અન્ય સદસ્યોની સાથે સબંધ સારા બન્યા છે.

વર્ક ફ્રોમ હોમમાં આ હતી સૌથી મોટી મુશ્કેલી

ટીઆઈટીએ અધ્યક્ષે કહ્યું હતું કે ઈન્ટરનેટ કનેક્ટિવિટી, ટીમ વર્ક ના હોવું અને વારંવાર લાઇટ જવી તે વર્ક ફ્રોમ હોમ માટે મોટા પડકાર બનેલા છે. લગભગ 62 ટકાએ કહ્યુ કે તેમની પાસે વર્ક ફ્રોમ હોમ દરમિયાન કામનું કોઈ દબાણ ન હતું.

સર્વેમાં કહેવામાં આવ્યું કે લગભગ 48 ટકા લોકો 8 થી10 કલાક કામ કરી રહ્યા છે અને લગભગ 29 ટકાએ કહ્યુ કે તે ઘર પર 10 થી12 કલાક કામ કરી રહ્યા છે. મોટા ભાગની કંપનીઓએ વર્ક ફ્રોમ હોમ માટે કોઈ પ્રોત્સાહન આપ્યુ નથી.

સંદીપ મકઠલાએ જણાવ્યું કે સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે લગભગ 45 ટકાએ પોતાના બેડરુમનો ઉપયોગ કાર્યસ્થળના રુપમાં કર્યો છે અને લગભગ 24 ટકાએ કહ્યુ કે તેમની પાસે કામ કરવા માટે અક જ જગ્યા છે. જ્યારે લગભગ 22 ટકાએ કામ કરવા માટે મુખ્ય હોલનો ઉપયોગ કર્યો છે.
First published: June 16, 2020, 6:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading