મોદી ખેડૂતોના દેવા માફ ન કરે ત્યાં સુધી ઊંઘવા નહીં દઇએ: રાહુલ ગાંધી

News18 Gujarati
Updated: December 18, 2018, 1:37 PM IST
મોદી ખેડૂતોના દેવા માફ ન કરે ત્યાં સુધી ઊંઘવા નહીં દઇએ: રાહુલ ગાંધી
રાહુલ ગાંધી (ફાઇલ ફોટો)

રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે, કેન્દ્રની મોદી સરકાર સાચી સમસ્યા તરફ આંખ મિંચામણા કર્યા છે અને માત્ર 15 ઉદ્યોગપતિઓની જ ચિંતા કરી છે. સમગ્ર દેશમાં ખેડૂતોની ચિંતા તેમણે કરી નથી.

  • Share this:
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મંગળવારે સંસદની બહાર પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હું ઉંઘવા નહીં દઉ.

રાહુલ ગાંધીએ છાડી ઠોકીને કહ્યું કે, કોંગ્રેસે ત્રણ રાજ્યોમાં (રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તિસગઢ)માં વચન મતદારોને વચન આપ્યુ હતું કે, અમે ખેડૂતોની લોન માફ કરી દઇશું અને અમે જીતતાની સાથે જ લોન માફ કરી દીધી છે. હવે નરેન્દ્ર મોદી પોતે આ કામ કરે અને સમગ્ર દેશના ખેડૂતોની લોન માફ કરે”.

રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે, કેન્દ્રની મોદી સરકાર સાચી સમસ્યા તરફ આંખ મિંચામણા કર્યા છે અને માત્ર 15 ઉદ્યોગપતિઓની જ ચિંતા કરી છે. સમગ્ર દેશમાં ખેડૂતોની ચિંતા તેમણે કરી નથી. અમે ચૂંટણી જીત્યા કે તરત જ, અમે આપેલુ વચન પુરુ કર્યુ છે અને ખેડૂતોની લોન માફ કરી છે. જ્યાં સુંધી મોદી ખેડૂતોની લોન માફ નહીં કરે ત્યાં સુંધી અમે તેમને ઉંઘવા નહીં દઇએ”.

કોંગ્રેસનાં પ્રમુખે રાફેલ ડિલ વિશે પણ મોદી સરકાર પર પ્રહારો કર્યા અને કહ્યું આ ડિફેન્સ ડિલમાં સરકારે તેના માનીતા ઉદ્યોગપત્તિઓને માટે પ્રયાસો કર્યા પણ હજ્જારો ખેડૂતોની ચિંતા ન કરી.

દેશનો ખેડૂત કોઈ મફતની ગિફ્ટ નહીં, પોતાનો હક માંગી રહ્યો છે: રાહુલ ગાંધી

આ દરમિયાન, સંસદની અંદર ભાજપનાં સાંસદોએ રાહુલ ગાંધી વિરુદ્ધનાં પોસ્ટરો લઇને ઉભા હતા અને સુત્રોચાર કર્યા હતા. આ સાંસદોએ રાહુલ ગાંધીની માંફી માંગવાની માંગણી કરી હતી.સુપ્રિમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે, રાફેલ ડિલમાં કોઇ તપાસની જરૂર નથી. આ ચુકાદાથી ભાજપ ગેલમાં આવી ગયુ હતું.

ભાજપનાં આ સુત્રોચારોથી સોનિયા ગાંધી અકળાઇ ઉઠ્યા હતા અને સ્પીકરને વિનંતી કરી હતી કે, કોંગ્રેસનાં નેતા મલ્લિકાર્જુન ખડગેને બોલવા દે.

અંહકારી મોદી નહીં સમજે, કે દેશ માત્ર એક વ્યક્તિથી ના ચાલે: રાહુલ ગાંધી
First published: December 18, 2018, 1:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading