'વર્જિન મહિલા સીલબંધ કોલ્ડ ડ્રિંકની બોટલ જેવી'- પ્રોફેસરના નિવેદન પર વાંચો મહિલાનો જવાબ

News18 Gujarati
Updated: January 16, 2019, 7:39 AM IST
'વર્જિન મહિલા સીલબંધ કોલ્ડ ડ્રિંકની બોટલ જેવી'- પ્રોફેસરના નિવેદન પર વાંચો મહિલાનો જવાબ
પ્રોફેસર કનક સરકાર (તસવીર-ફેસબુક પ્રોફાઇલથી)

પ્રોફેસરનું માનવું છે કે યુવકોએ સુખી જીવનનો માર્ગ મહિલાઓની વર્જિનિટીથી થઈને જાય છે. તેમણે ફેસુબક પર લખ્યું- વર્જિન દુલ્હન-કેમ નહીં?

  • Share this:
મનીષા પાંડે

લગભગ છેલ્લા 22 કલાકમાં ઇન્ટનેટ પર હોબાળો મચ્યો છે અને તેની શરૂઆત કરનારા છે જાધવપુર યુનિવર્સિટીના પ્રોફેસર કનક સરકાર.

પ્રોફેસર સરકાર યુવકોના ભવિષ્યને લઈને ઘણા ચિંતિત છે અનતે પોતાના એક ફેસબુક પોસ્ટ દ્વારા તેમને માર્ગ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. તેમનું માનવું છે કે યુવકોએ સુખી જીવનનો માર્ગ મહિલાઓની વર્જિનિટીથી થઈને જાય છે. તેમણે ફેસુબક પર લખ્યું-

"વર્જિન દુલ્હન-કેમ નહીં?

ઘણા બધા યુવાનો નાદાન છે. તેઓ નથી જાણતા કે એક વર્જિન યુવતિ પત્ની હોવાનો શું અર્થ હોય છે. વર્જિન યુવતી એક સીલબંધ બોટલ કે પેકેટ જેવી હોય છે. જો તમે કોલ્ડ ડ્રિંકની બોટલ કે બિસ્કિટનું પેકેટ ખરીદવા જાઓ તો એવો સામને ખરીદવા માંગશે, જેનું સીલ પહેલાથી જ તૂટેલું હોય?

પત્નીના મામલામાં પણ એવું જ છે. એક યુવતીની જૈવિક સંરચના જ એવી હોય છે કે બાળપણથી તેની પર એક સીલ લાગેલું હોય છે. એક વર્જિન યુવતીનો અર્થ મૂલ્ય, સંસ્કૃતિ, સંસ્કાર એન સેક્સુઅલ હાઇજીન, મોટાભાગના યુવકો માટે વર્જિન પત્ની ફરિશ્તાની જેમ હોય છે."

કનક સરકારના ફેસબુક પોસ્ટનો સ્ક્રીનશોટ


સ્પષ્ટ છે સોશિયલ મીડિયા પર કોઈ આ અસભ્ય વર્તનનું સમર્થક નથી કરી રહ્યું, પરંતુ એક એવા સમયમાં, જ્યારે મીટૂ મૂવમેન્ટની આગ ઠંડી નથી પડી, જ્યાં સોશિયલ મીડિયા પર હજારોની સંખ્યામાં મહિલાઓ પોતાના હક અને બરાબરની વાત કરી રહ્યા છે, પોતાના હકની વાત કરી રહ્યા છે, જ્યારે તેની પર હજારો પાના કાળા કરવામાં આવી રહ્યા છે, હજારો શબ્દ લખવામાં આવી રહ્યા છે, તે કઈ વાત છે, જે પ્રોફેસર સરકાર જેવા લોકોને મહિલાઓની તુલના કોલ્ડ ડ્રિંકની બોટલ અને બિસ્કિટના પેકેટથી કરવાની હિંમત આપી રહી છે. આ માનસિક્તા શું છે, આ વિશ્વાસ ક્યાંથી આવે છે.

સાચી વાત એ છે કે પ્રોફેસર સાહેબ અસભ્ય છે. તેઓએ ગમે તેમ મોં ખોલીને કહી દીધું કે પત્નીએ વર્જિન હોવું જોઈએ. વર્જિન પત્ની જ સંસ્કારી પત્ની હોય છે. લગ્ન પહેલા સેક્સ કરનારી યુવતીઓ બધી બરબાદ. આજે પણ હિન્દુસ્તાનના મોટાભાગના પુરુષોની વિચારધાર એવી જ અસભ્ય પ્રકારની છે. પરંતુ આ અસભ્ય પુરુષ ભૂલી જાય છે કે લગ્ન પહેલા સેક્સ કરનારી યુવતીઓએ આ કામ કોઈ યુવક સાથે જ કર્યું હશે. તો લગ્ન પહેલા સેક્સ કરનારા આ યુવક બરબાદ નથી. બરબાદ માત્ર યુવતી હોય છે. જોકે, તે પ્રોફેસર સાહેબ અને તેમના જેવા હજારો પુરુષો લાળ ટપકાવતાં ફરતાં રહે છે, પોતાની વર્જિનિટી ગુમાવવાની તલાશમાં અને પહેલો મોકો મળતા જ કામને અંજામ આપી દે છે. પરંતુ કોઈની હિંમત છે કે જે એવું કરવાથી તેના ચરિત્ર કે સંસ્કાર પર કોઈ આંગળી ચીંધે. સેક્સુઅલ હાઇજીન ઉપર પણ નહીં. તે બધું કરતાં જ ઈજ્જતથી માથું ઉંચકીને ઘરે જાય છે અને લગ્ન કરવા માટે વર્જિન પત્ની શોધે છે.

જોકે, આ લોકો આટલા વ્યાકુળ એટલા માટે છે કે તેમના અરમાન પૂરા નથી થઈ રહ્યા. યુવતીઓ વર્જિનિટીનો આઇડિયા કચરના ડબ્બામાં નાખી રહી છે અને સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ કહી રહી છે ેક વર્જિનિટીનો નાશ થાય. લગ્ન પહેલા તેમને સેક્સથી છોછ નથી. છોછ પુરુષોને પણ નથી, પરંતુ લગ્ન માટે તેમને વર્જિન પત્ની જોઈએ. આમ તો મારી સલાહ છે કે તેમને કોલ્ડ ડ્રિંકની બોટલ કે બિસ્કિટના પેકેટથી જ લગ્ન કરી લેવા જોઈએ. તેનું સીલ એકદમ ગેરેન્ટેડ છે.

ફ્રાન્સમાં જ્યારે અબોર્શન ગેરકાયદેસર હતું તો એક વાર 343 મહિલાઓએ એક ઘોષણાપત્ર પર સહી કરી હતી, જેમાં તેઓએ પોતાના જીવનમાં ક્યારેક તો અબોર્શન કરાવવાની વાત સ્વીકારી હતી. તે ઘોષણાપત્ર ઈતિહાસમાં MENIFESTO OF 343 SLUTSના નામથી પ્રચલિત છે. 21મી સદીના આ સામંતી, પુરુષવાદી ભારતને આજે ફરી એકવાર આવા જ ઘોષણાપત્રની જરૂર છે, જેનું નામ હોય I am not a Virgin. હું કોઈ ઓલિવ ઓઇલ નથી કે વર્જિનિટીથી મારી ગુણવત્તામાં વધારો થાય છે.

આ વખતે આ ઘોષણાપત્ર પર હજારો-લાખો યુવતીઓની સહી હોવી જોઈએ.
First published: January 15, 2019, 5:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading