સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરનારી મહિલાઓએ સુરક્ષા માટે સુપ્રીમના દ્વાર ખખડાવ્યાં

મંદિરમાં સૌપ્રથમ પ્રવેશ કરનારી મહિલા કનકદુર્ગા અને બિંદુ અમ્મીની

સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ મહિલાઓની અરજી પર સુનાવણી કરવા સંમત થયા, મહિલાઓની અરજી પર હવે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.

 • Share this:
  નવી દિલ્હી: સબરીમાલા મંદિરમાં બીજી જાન્યુઆરીએ પ્રવેશ કરીને ઈતિહાસ રચનારી બે મહિલાઓએ સુરક્ષા માટે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. બિંદુ અમ્મીની અને કનકાદુર્ગાએ કોર્ટને જણાવ્યું છે કે તેમના જીવને જોખમ છે.

  સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તેમની અરજી પર સુનાવણી કરવા સંમત થયા છે. બંને મહિલાઓની અરજી પર શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.

  મંદિરમાં પ્રવેશ કર્યા બાદ 44 વર્ષીય કનકાદુર્ગા પર તેના સાસુએ હુમલો કર્યો હતો. મંગળારે મંદિરેથી ઘરે પરત ફરેલી કનકાદુર્ગા પર હુમલો થતાં તેને પેરિન્થલમાલા હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઈ હતી. કનકાદુર્ગા આઠ પોલીસ કર્મચારીના જાપ્તામાં ઘરે પરત ફરી હતી.જોકે, આ હુમલો તેના ઘરની અંદર થયો હતો.

  પેરિન્થલમાલા હૉસ્પિટલમાંથી ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં કનકાદુર્ગાએ જણાવ્યું “હું સાંજે 7વાગ્યે ઘરી પહોંચી હતી. ઘરનો દરવાજો ખુલ્લો હતો તેથી હું સીધી હોલમાં જ પ્રવેશી હતી. મારી સાસુને જેવી ખબર પડી કે મેં પ્રેવશ કર્યો છે, એટલે એમણે લાકડી વડે મને ફટકારવાની શરૂઆત કરી હતી.”

  “તેમણે કહ્યું કે હું અનેક લોકો સાથે ઉંઘી છુ અને તે નથી ઇચ્છતા કે હું તેમના ઘરમાં રહું. તેમણે લાકડીથી મારા પર 10-12 વાર હુમલો કર્યો અને મારુ માથું પણ ભટકાવ્યું હતું. હું ઉભી પણ રહી શકતી નહોતી, તેમ છતાં તે મને ઘસડી દરવાજા સુધી લઈ આવ્યા. મેં તેમને કંઈ કહ્યું નહીં, તે મને મારી રહ્યાં હતા ત્યારે મેં તેમને રોકવાની કોશિશ પણ નહોતી કરી.”

  સબરીમાલા મંદિરમાં રજસ્વાલા મહિલાઓનો પ્રવેશ પ્રતિબંધિત હતો. સુપ્રીમ કોર્ટે ગત વર્ષે સદીઓ જૂની આ રૂઢી પરથી પ્રતિબંધ હટાવી લીધો હતો. બંને મહિલાઓએ બીજી જાન્યુઆરીએ મંદિરમાં પ્રવેશ કરીને ઈતિહાસ રચ્યો હતો.

  સુપ્રીમના ચુકાદા છતાં મંદિરમાં મહિલાઓને પ્રેવશ નહીં અપાતા કેરળમાં 35 લાખ મહિલાઓએ ખભ્ભેથી ખભ્ભા મેળવીને 620 કી.મી લાંબી માનવ સાંકળ રચી હતી. બંને મહિલાઓએ આ ઘટનાના બીજા દિવસે મંદિરમાં પ્રવેશ કર્યો હતો.

  મંદિરમાં મહિલાઓના પ્રવેશના સમાચાર પ્રસરાતાની સાથે જ રાજ્યમાં દક્ષિણપંથી વિચારાધારા ધરાવતા હિંદુ સંગઠનો દ્વારા હાઇવે પર ચક્કાજામ કરી દેખાવો કરાયા હતા. તણાવના પગલે સત્તાધારી પક્ષ સી.પી.આઈ.એમની ઓફિસ પર પણ તોડફોડ થઈ હતી.

  ભાજપના કાર્યકર્તાઓ દ્વારા મીડિયા કર્મચારીઓ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.

  વિવિધ હિંદુ સંગઠનોના જુથ સબરીમાલા કર્મ સમિતિ દ્વારા સુપ્રીમ કોર્ટે 28મી સપ્ટેમ્બરે આપેલા ચુકાદાની વિરુદ્ધમાં દેખાવો યોજ્યા હતા, જ્યારે આંતરાષ્ટ્રીય હિંદુ પરિષદે રાજ્ય બંધનું એલાન આપ્યું હતું. આ ચુકાદાની વિરુદ્ધમાં કોંગ્રેસની આગેવાનીમાં ‘કાળો દિવસ’ જાહેર કરવામાં આવ્યો હતો.
  Published by:Jay Mishra
  First published: