એવું તો શું થયું કે, લગ્નમાં સાસુ પર ગ્રેવી ઢોળનાર વેઈટ્રેસને કન્યાએ રૂ. 5500ની ટીપ આપી, અહીં જાણો આખો મામલો

chloe_beeee /TikTok | Reuters (પ્રતીકાત્મક તસવીર)

આ એક મિનિટના વિડીયો માં તેણે કહ્યું છે કે, વેઈટર તરીકે તેના પ્રથમ કામ દરમિયાન તેણે અકસ્માતે વરની માતા ઉપર ગ્રેવી ઢોળી દીધી હતી

  • Share this:
લગ્ન એક એવો પ્રસંગ છે, જેમાં વર-વધુથી લઈ મહેમાનો પણ પોતાના પહેરવેશ ઉપર ખાસ ધ્યાન રાખે છે. કલરફૂલ કપડા પહેરીને આવેલા મહેમાનોથી વાતાવરણ રંગબેરંગી બની જાય છે. શુભ પ્રસંગોમાં મોટા ભાગે લોકો સફેદ કપડા પહેરવાનું ટાળે છે.

સામાન્ય રીતે વર-વધુ પોતાના પોષાકનું ખાસ ધ્યાન રાખે છે. પરંતુ ક્યારેક ધાર્યા મુજબ કામ થતું નથી. આવો જ એક કિસ્સો તાજેતરમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક યુવતીએ ટિકટોક પર એક વિડીયો શેર કર્યો હતો. જેમાં તેણે લગ્નમાં કન્યાની માતાના ડ્રેસ ઉપર ગ્રેવી ઢોળવાની ઘટનાને વર્ણવી છે. મહિલા વેઈટરની ભૂલના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. જોકે, પરિણામ ચોંકાવનરું મળ્યું હતું.

ટિકટોકમાં @chloe_beeee નામની ટિકટોકરે આ વિડીયો શેર કર્યો છે. જ્યારે તે એક લગ્નમાં સર્વિંગ લેડી તરીકે કામ કરતી હતી ત્યારની ઘટનાને વાગોળી છે. તેણે કહ્યું કે, તે સમયે તે અણધડ કામ કરતી હતી. ઘણીવાર ડિસ્પેરકસિઆના નામની સમસ્યાના કારણે હાથમાંથી વસ્તુ પડી જતી હતી. તેણે પોતાને થયેલા ભયાનક અનુભવ અંગે વિગતો શેર કરી હતી. તે ઘટના અંગે તેણે દંપતીના ખાસ પ્રસંગને બગડ્યો હોવાનું અનુભવ્યું હતું. આ ઘટના તેના માટે આઘાતજનક હતી પણ પરિણામ અલગ જ જોવા મળ્યા હતા.

કુંભ મેળામાંથી પરત આવનાર દરેક ગુજરાતીને આઇસોલેટ કરવામાં આવશે: CM રૂપાણી

આ એક મિનિટના વિડીયો માં તેણે કહ્યું છે કે, વેઈટર તરીકે તેના પ્રથમ કામ દરમિયાન તેણે અકસ્માતે વરની માતા ઉપર ગ્રેવી ઢોળી દીધી હતી. આ ગ્રેવી ગરમ હતી. ઢોળાયા બાદ જે ત્યાં ફેલાઈ ગઇ હતી. ગ્રેવી ગરમ હોવા છતાં તે દાઝી ન હતી. પ્રસંગ દરમિયાન જ બગડેલા કપડા બદલવા તેઓ ઘરે ચાલ્યા ગયા હતા. પરંતુ આ ઘટનાથી ખળભળી ઊઠેલી કલોઈએ રોવાનું શરૂ કરી દીધું હતું. તે ગભરાઈ ગઈ હતી. તેને લાગ્યું કે, લગ્ન તેના લીધે બગડ્યા છે. પરંતુ સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી હતી.

ડાંગમાં બોગસ ડૉક્ટરોનો રાફડો: 311 ગામોમાં આશરે 80થી વધુ ડિગ્રી વગરનાં ડૉક્ટરો, તપાસ તેજ

આ બનાવ બાદ વિવાદ ચાલતો હતો ત્યારે દુલ્હન તેની પાસે આવી અને તેને ટીપ આપી હતી. આ જોઈને તે ખૂબ ખુશ થઈ હતી. સર્વરના મત મુજબ વધુએ સાસુને કોઈના લગ્નમાં સફેદ કલરના કપડાં ન પહેરવા કહ્યું હતું.મીરરના રિપોર્ટ મુજબ, આ વિડીયોને 450,000 વ્યુ અને 103,000 લાઈક મળી હતી. આ વિડીયો રાતોરાત વાયરલ થયો છે. વિડીયોમાં લોકોએ મન મૂકીને કોમેન્ટ કરી છે. કલોઈને એક યુઝરે પ્રશ્ન પૂછ્યો છે કે શું તેને ખરેખર આ બનાવ બાદ ટીપ મળી હતી? કેટલાક યુઝર્સએ આ કર્મનું ફળ હોવાનું કહ્યું હતું. ઘણાંએ કલોએ વતી કન્યાનો આભાર માન્યો હતો.
First published: