મહિલાઓ પહેલા-બે-ચાર લાખ રૂપિયા લઇ છે અને પછી પુરષો પર જાતિય અને યૌન શોષણના આરોપ કરે છે. આ નિવેદન ભાજપના સંસદસભ્યએ આપ્યુ છે.
ભાજપના સાંસદ ઉદિત રાજે કહ્યું કે, મી ટૂ કેમ્પેઇન ભારતમાં પ્રવેશ્યુ અને તેનો ખોટી રીતે ઉપયોગ થઇ રહ્યો છે. કેમ કે, મહિલાઓને એવી ટેવ હોય છે કે, તેઓ પહેલા—ે-ચાર લાખ રૂપિયા લઇ લે છે અને પછી પુરુષો પર ખોટા આરોપ લગાવે છે.
ઉદિત રાજે આવી ઘણી વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી અને યૌન શોષણનો જેના પર આરોપ છે તેવા નાના પાટેકરનો બચાવ કરવા લાગ્યાં. તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે અને કહ્યું કે, 10 વર્ષ પહેલા એક ફિલ્મનાં શુટિંગ દરમિયાન નાના પાટેકરે તેમની સાથે અયોગ્ય વર્તન કર્યુ હતું.
ઉદિત રાજે ટ્વીટ કરતા લખ્યું કે, મી ટૂ કેમ્ટેઇન જરૂરી છે પણ જે ઘટના દશ વર્ષ પહેવા બની છે તે વિશે હવે આરોપ લગાવીને શો મતલબ છે ? વર્ષો પછી લગાવવામાં આવેલા આરોપોને કઇ રીતે સાબિત કરશો ? આપણે એ ધ્યાન રાખવું જોઇએ કે, આ પ્રકારનાં આરોપો લગાવવાથી કોઇ વ્યક્તિની જીંદગી બગડી શકે છે. આ કેમ્પેઇન ખોટી દિશામાં ચાલી રહ્યું છે.”.
પત્રકારો સાથે વાતચીત કરતા ઉદિત રાજે ઉદ્ગતાઇની હદ વટાવતા કહ્યું કે, મહિલાઓ પુરુષ પાસેથી બે-ત્રણ લાખ રૂપિયા લે છે અને પછી તેના પર આરોપ લગાવે છે અને પછી બીજા પુરુષને પકડે છે. હું સ્વીકારું છુ કે, આ પુરુષોનો સ્વભાવ છે. પણ શું મહિલાઓ પરફેક્ટ છે ? શું તેઓ તેને ગેરલાભ નથી ઉઠાવતી ? પુરુષોની જીંદગી આમાં બરબાદ થઇ જાય છે”.
મહત્વની વાત એ છે કે, ઉદિત રાજની કોમેન્ટ્સ એવા સમયે આવી કે જ્યારે દેશમાં મીડિયા અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે મહિલાઓ યૌન શોષણનો ભોગ બની છે તેઓ ખુલીને સામે આવ્યા છે અને બોલવા લાગ્યાં છે.
છેલ્લા અઠવિયામાં, ઘણી મહિલાઓએ જાણિતા નેતા, અભિનેતા, પત્રકારો પર જાતિય શોષણનાં આરોપો લગાવ્યા છે અને કેટલાક લોકોએ માફી પણ માંગી છે.
Published by:Vijaysinh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર